'હિતેન્દ્રએ સેક્સની ઈચ્છા પૂરી કરવા ખોટા લગ્ન કર્યા' સાથળ પર સુસાઇડ નોટ લખીને આપઘાત કરનાર મહિલાના ડૉક્ટર પતિની  અંતે ધરપકડ


Updated: February 22, 2021, 7:32 AM IST
'હિતેન્દ્રએ સેક્સની ઈચ્છા પૂરી કરવા ખોટા લગ્ન કર્યા' સાથળ પર સુસાઇડ નોટ લખીને આપઘાત કરનાર મહિલાના ડૉક્ટર પતિની  અંતે ધરપકડ
આરોપી પતિની ધરપકડ

  • Share this:
અમદાવાદ : ડોકટર પતિ અને સાસુ સસરાના ત્રાસથી ઓઢવની મહિલાએ કરેલી આત્મહત્યા કેસમાં પોલીસે  મહિલાના પતિ અને સાસુ સસરાની ધરપકડ કરી છે. પોલીસે  મહિલાના પતિ હિતેન્દ્ર ઉર્ફે હિતુ પટેલ, સસરા મનુ પટેલ અને સાસુ સુભદ્રા બેન પટેલની ધરપકડ કરી છે.

સાથળ પર લખેલી સુસાઇડ નોટ

" લગ્ન ની લાલચ આપી ઘર માં રાખી શારીરિક સંબંધ રાખ્યા, હિતેન્દ્ર એ તેની સેક્સ ની ઈચ્છા પૂરી કરવા મારી સાથે ખોટા ખોટા લગ્ન ની નાટક કર્યું, હવે એની ઈચ્છા પૂરી થઈ ગઈ એટલે મને ઘર માંથી નીકળી દીધી, હિતેન્દ્ર મારા મરવાનું કારણ ".  અમદાવાદ ના ઘાટલોડિયા વિસ્તાર માં રહેતી એક પરિણીતા સાથળ પર પેનથી સુસાઇડ નોટ લખી ને આત્મહત્યા કરી હતી.

મેરેજ બ્યૂરોમાંથી થયા હતા લગ્ન

ઓઢવ વિસ્તારમાં રહેતી હર્ષા પટેલ એ મેરેજ બ્યૂરોમાં પોતાનો બાયોડેટા આપ્યો હતો અને મેરેજ બ્યુરો મારફતે એ તેનો સંપર્ક સોલા રોડ પર આવેલ દેવ કુટીર સોસાયટી માં રહેતા હિતેન્દ્ર પટેલ સાથે થયો હતો. બાદમાં બંનેના પરિવારજનોની સંમતિથી 28મી ઓગસ્ટે ઓઢવ ખાતે આવેલ ઓર્ચીડ હોટલમાં તેઓએ લગ્ન કર્યા હતા. જો કે આજથી ત્રણેક મહિના પહેલા હર્ષાના કાકાને ત્યાં સત્ય નારાયણની કથા હોવાથી હિતેન્દ્ર અને હર્ષા ત્યાં આવ્યા હતા. હર્ષા કેટલાક દિવસથી પિયર આવી ના હોવાથી ઘરે મૂકવા આવ્યાં હતાં. બાદમાં તેઓ જતા રહ્યા હતા. જોકે ત્રણેય દિવસ બાદ

હિતેન્દ્રનો હર્ષાના ભાઈ પર ફોન આવ્યો હતો કે મારા માતા-પિતાની તમારી બેન સાથે મનમેળ ન હોવાથી તેઓ ઘરમાં રાખવાની ના પાડે છે હવે તેને મોકલતા નહીં. જે અંગે ઘરમાં વાત કરતા હર્ષાએ જણાવ્યું હતું કે, જ્યારે હર્ષા અને તેનો પતિ હિતેન્દ્રના જન્મદિવસની ઉજવણી ધાબા પર કરતા હોવાથી તે તેના સાસુ-સસરાને ગમ્યું ન હતું અને તે વખતે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી.બાદમાં તેના સાસુ અવારનવાર તેને જમવાનું બનાવતા આવડતું નથી, અને દહેજમાં 20 તોલા સોનાના માંગ કરીને માનસિક ત્રાસ આપતા હતા. જ્યારે ચોથી ફેબ્રુઆરીએ હર્ષા હિતેન્દ્રને સમજાવવા માટે તેની હોસ્પિટલ પર ગઈ હતી તે દરમિયાન પણ હિતેન્દ્ર તેને માર મારીને કાઢી મૂકી હતી. ત્યારબાદ તે સતત માનસિક તણાવમાં રહેતી હતી અને અંતે તેણે ઝેરી દવા પીને સાથળ પર સુસાઇડ નોટ લખી ને આત્મહત્યા કરી લેતાં તેના પિતાએ પતિ અને સાસુ-સસરા વિરુદ્ધમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણા બદલ ફરિયાદ દાખલ કરાવી હતી.
Published by: Kaushal Pancholi
First published: February 22, 2021, 7:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading