અમદાવાદ: શું તમે પણ Paytm વાપરો છો? તો આવી ભૂલ ક્યારેય ન કરશો, ખાલી થઇ જશે બેંક ખાતુ


Updated: January 11, 2021, 7:40 AM IST
અમદાવાદ: શું તમે પણ Paytm વાપરો છો? તો આવી ભૂલ ક્યારેય ન કરશો, ખાલી થઇ જશે બેંક ખાતુ
પ્રતીકાત્મક તસવીર

રૂપિયા રિફંડ લેવાના બદલે બીજા 63 હજાર ગુમાવવાનો વખત આવ્યો છે. 

  • Share this:
અમદાવાદ : કેટલાક સમય થી ગૂગલ (Google) પર અલગ અલગ હેલ્પ લાઇન નંબર (Helpline Number) પર મદદ મેળવવા માટે સંપર્ક કરતા વ્યક્તિએ આર્થિક નુકસાન ભોગવવાનો વખત આવ્યો હોય તેવા અનેક બનાવો બની રહ્યા છે. ત્યારે આવો વધુ એક બનાવ શહેરમાં જોવા મળ્યો છે. જેમાં ફરિયાદીએ Paytm મારફતે ટ્રાન્સફર કરેલ રૂપિયા જમા ના થતાં તેમને ગુગલ પરથી Paytm કસ્ટમર કેરનો નંબર મેળવવા માટે સર્ચ કર્યું હતું પરંતુ નંબર મળી શક્યો ન હતો અને રૂપિયા રિફંડ લેવાના બદલે બીજા 63 હજાર ગુમાવવાનો વખત આવ્યો છે.

મૂળ રાજકોટના કમલેશ લીલા બોપલ ખાતે જી.સી.એમ નામની એકેડમી ધરાવે છે અને બોપલ બ્રાન્ચ બેંક ઓફ બરોડામાં એકાઉન્ટ ધરાવે છે. કમલેશભાઈએ  Paytm મારફતે મધ્ય પ્રદેશ ગ્રામીણ બેંકમાં રૂપિયા 5 હજાર ટ્રાન્સફર કર્યા હતા. જોકે, કોઈ કારણોસર આ રૂપિયા જમા થયા ના હતા. જેથી તેમણે ગૂગલ પરથી પેટીએમ કસ્ટમર કેરનો નંબર સર્ચ કર્યો હતો. જોકે નંબર મળી શક્યો ન હતો. બાદમાં થોડા સમય બાદ કોઇ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને નોઈડા પેટીએમ વિભાગીય મુખ્ય ગ્રાહક મેનેજર તરીકેની ઓળખ આપી હતી.

અમદાવાદ : ગઠિયાઓ લાફો મારી ડ્રાઇવર સીટ પર બેસી ગયા, ધમકાવીને લૂંટી કાર, થઇ ધરપકડ

અને ફરિયાદીને પેટીએમમાં થયેલી સમસ્યા જાણીને એક મોબાઈલ નંબર આપ્યો હતો અને ફરિયાદીના મોબાઈલમાં પેટીએમ ઓપન કરાવી તે મોબાઈલ નંબર રજિસ્ટર કરવા માટે કહ્યું હતું.

મોરબીઃ પત્ની સાથે આડા સંબંધ રાખનાર ભાવેશ ભરવાડની કરાઈ હતી હત્યા, દિલાવર ચાવડા ઝડપાયો

જેમાં એકાઉન્ટ કોડ નાખવાનું કહ્યું હતું અને તેણે આપેલ ઓટીપી નંબર નાંખતા 19,885 રૂપિયા ટ્રાન્સફર થયા હતા. જેની જાણ ફરિયાદીએ આ ગઠીયાને જાણ કરતાં તેણે કહ્યું કે, paytm બેંકની ટેકનિકલ ખામી છે. જેથી તમારે આ પ્રક્રિયા ત્રણ વખત કરવાની રહેશે બાદમાં તમારા રૂપિયા રિફંડ મળશે.જે પ્રક્રિયા ફરિયાદીએ કરતા તેના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 63,942 રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા. બાદમાં ફરિયાદીએ ગઠીયાએ આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરતા કોઈએ ફોન રીસિવ કર્યો નહીં. જે અંગેની જાણ ફરિયાદીને પોલીસને કરતા પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by: Kaushal Pancholi
First published: January 11, 2021, 7:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading