અમદાવાદ: પોલીસ બનવાનો શોખ ન પૂરો થતા બનાવટી PSI બિહોલા બની રૌફ જમાવતો યુવક ઝડપાયો


Updated: March 24, 2021, 10:42 AM IST
અમદાવાદ: પોલીસ બનવાનો શોખ ન પૂરો થતા બનાવટી PSI બિહોલા બની રૌફ જમાવતો યુવક ઝડપાયો
નકલી પીએસઆઈ

એક શંકાસ્પદ કારચાલકની પોલીસે પૂછપરછ કરતા તેમણે તેના જમાઈને બોલાવ્યો.

  • Share this:
અમદાવાદ : લોકો કહેતા હોય છે ને કે, શોખ બડી ચીઝ હૈ. કેટલાક લોકો એવા હોય છે કે પોતાનો શોખ પૂરો કરવા માટે કોઈપણ હદ સુધી પહોંચી જાય છે. આવો જ એક બનાવ શહેરના રામોલ વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક શંકાસ્પદ કારચાલકની પોલીસે પૂછપરછ કરતા તેમણે તેના જમાઈને બોલાવ્યો. જોકે જમાઈ પી.એસ.આઈનો યુનિફોર્મ પહેરીને અસલી પોલીસ સામે પહોંચ્યો. પરંતુ પોલીસે નકલી પેલીસની પોલ ખુલ્લી પાડી દીધી.

મળતી માહિતી પ્રમાણે, રામોલ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રાજીવ નગર ટેકરા પાછળ ગોપી ડેરીના ગોડાઉન પાસે એક સ્વિફ્ટ ડિઝાયર કાર શંકાસ્પદ હાલતમં જોવા મળી હતી. જે બાદ પોલીસે તેમાં તપાસ કરી હતી અને કારચાલક કનુભાઈ પટેલની પૂછપરછ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ કાર તેમના જમાઈ પીએસઆઈ જે.વી બિહોલાની છે.

વડોદરા: પાંચ માસ પહેલા ભાગેલા યુવતી અને સગીરા ઝડપાયા, સજાતીય સંબંધ હોવાનું કબૂલ્યું

જેથી પોલીસે તેમના જમાઈ જે.વી. બિહોલાને સ્થળ પર બોલાવ્યા હતા. જોકે પીએસઆઇના વહેમમાં ફરતા એવા જે. વી. બિહોલા યુનિફોર્મ પહેરીને નંબર પ્લેટ વગરની ક્રેટા કાર લઈને આવ્યો હતો. એટલું જ નહિ તેણે પોલીસ સમક્ષ બનાવટી આઇકાર્ડ પણ રજૂ કર્યું હતું.  પરંતુ અસલી પોલીસને શંકા જતા તેઓની ઉલટ પૂછપરછ શરૂ કરી હતી. જેમાં તેનો ભાંડો ફૂટી ગયો અને પોતે બનાવટી પી.એસ.આઈ હોવાનું કબૂલી લીધુ હતું.

ડેબ્યૂ મેચમાં હાફ સેન્ચૂરી કરી ભાઇ હાર્દિકના ગળે મળી રડવા લાગ્યો કૃણાલ, BCCI શેર કર્યો Emotional Video

જે.વી બિહોલાને પીએસઆઈ બનવાનો શોખ હોવાથી તે આ રીતે યુનિફોર્મ પહેરીને ફરતો હોવાનુ જાણવા મળ્યું છે.હાલમાં પોલીસે બંનેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી બે કાર, ત્રણ મોબાઈલ સહિત રૂપિયા 8 લાખ 26 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે આરોપીએ આ પ્રકારે અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ તે અંગે પણ વધુ તપાસ શરૂ કરી છે.
Published by: Kaushal Pancholi
First published: March 24, 2021, 10:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading