ઝાયડસમાંથી જ રેમડસિવીર ચોરીને કર્મી વેચતો હતો, પછી આ રીતે ચાલતો હતો કાળો કારોબાર


Updated: April 29, 2021, 4:33 PM IST
ઝાયડસમાંથી જ રેમડસિવીર ચોરીને કર્મી વેચતો હતો, પછી આ રીતે ચાલતો હતો કાળો કારોબાર
આરોપીઓ

છેલ્લા બેથી અઢી વર્ષથી આ મિલન સવસવિયા ઝાયડસ બાયોટેક કંપનીના પ્લાન્ટમાં નોકરી કરતો હતો અને રેમડેસીવર ઇન્જેક્શનનું ફાઈનલ પ્રોડક્શન તેના જ પ્લાન્ટમાં થતું હતું.

  • Share this:
અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે રેમડેસીવર ઇન્જેક્શનની કાળા બજારી કરનારા ત્રણ શખ્શોની ધરપકડ કરી લીધી છે. શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ખોડીયારનગર ચાર રસ્તા પાસેથી પ્રિન્ટીંગની દુકાનમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. એસઓજી ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી હાલ 24 ઇન્જેક્શનનો જથ્થો હાલ કબજે કરવામાં આવ્યો છે. એસઓજી ક્રાઈમ બ્રાંચની ગિરફતમાં આવેલા આ ત્રણેય શખ્શો કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતા રેમડેસીવર ઇન્જેક્શનની કાળા બજારી કરતા હોવાનો આરોપ તેમની ઉપર લાગેલો છે.

મિલન સવસવિયા, દેવળ કસવાલાં તથા હાર્દિક વસાણી આ ત્રણેય શખ્શોએ ભેગા મળીને ઇન્જેક્શનની કાળા બજારી કરતા હોવાનું સામે આવ્યું છે.ઝાયડસ બાયોટેક કંપનીમાં કામ કરતો મિલન સવસવિયાએ પોતાના પ્લાન્ટમાં બનતા રેમડેસીવર ઇન્જેક્શનનો થોડો થોડો જથ્થો પોતાના મિત્ર હાર્દિક સવાણી કે જે પ્રિન્ટીંગનો વ્યવસાય કરે છે તેની દુકાનમાં રાખતો હતો અને સમગ્ર ષડયંત્ર અને ઇન્જેક્શનની કાળા બજારી કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

સુરતમાં ઓક્સિજન માટે દબંગગીરી: હજીરાથી અન્ય રાજ્યમાં જતા ટેન્કરો અટકાવીને શહેરનાં દર્દીઓ માટે મોકલાયા

છેલ્લા બેથી અઢી વર્ષથી આ મિલન સવસવિયા ઝાયડસ બાયોટેક કંપનીના પ્લાન્ટમાં નોકરી કરતો હતો અને રેમડેસીવર ઇન્જેક્શનનું ફાઈનલ પ્રોડક્શન તેના જ પ્લાન્ટમાં થતું હતું. જેથી બસ આજ વાતનો ફાયદો ઉઠાવીને મિલન સવસવિયા આંતર દિવસે ઇન્જેક્શનનો જથ્થો પ્લાન્ટમાંથી બહાર લાવતો હોવાની કેફિયત પોલીસ સમક્ષ કબૂલી છે.

ICMRની આ વાત અવગણવી તંત્રને ભારે પડી! અમદાવાદમાં એપ્રિલમાં કોરોના પોઝિટિવિટી રેટ સૌથી વધુ 16% થયો

કેવી રીતે ઇન્જેક્શનની થતી હતી કાળા બજારીમિલન સવસવિયા ઇન્જેક્શન પ્લાન્ટમાંથી ચોરતો હતો ત્યારબાદ મિલન સવસવિયા રૂપિયા 3000માં દેવલ કસવાલાને વેચી દેતો હતો. દેવલ કસવાલા હાર્દિક સવાણીને રૂપિયા 5000માં વેચતો હતો. આખરે ઇન્જેક્શનને માર્કેટમાં હાર્દિક સવાની ઉંચી કીમતે વેચતો હતો. છેલ્લા ૧૫ દિવસમાં ત્રણેય આરોપીઓએ ૭૦થી ૮૦ જેટલા રેમડેસીવર ઇન્જેક્શનની કાળા બજારી કરી ચુક્યો હોવાનું પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યું છે.ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસની મહામારીના સમયે આવા કાળા બજારી કરનારોને રાતોરાત પૈસાદાર બની જવાના સપનાઓના લીધે આવા ગુના આચરતા હોય છે.
Published by: Kaushal Pancholi
First published: April 29, 2021, 4:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading