અમદાવાદઃ ટેબ્લેટ નામે 71 વિદ્યાર્થીઓને ચૂનો લગાડનાર સંજય અને ધર્મેશ ઝડપાયા, આવી હતી મોડસ ઓપરેન્ડી


Updated: May 7, 2021, 8:36 PM IST
અમદાવાદઃ ટેબ્લેટ નામે 71 વિદ્યાર્થીઓને ચૂનો લગાડનાર સંજય અને ધર્મેશ ઝડપાયા, આવી હતી મોડસ ઓપરેન્ડી
પકડાયેલા આરોપીની તસવીર

આરોપીઓમાંથી સંજય સુમરા નામનો આરોપી પેમેન્ટ ગેટ વેથી તેના બેંક એકાઉન્ટમાં રૂપિયા ભરાવતો હતો. જ્યારે ધર્મેશ ગોહિલ નામનો આરોપી youtube પર વિડીયો જોઈને ફેક વેબસાઈટ બનાવીને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કરતા હતા.

  • Share this:
અમદાવાદઃ રાજ્ય સરકારની (Gujarat Government) ટેબ્લેટ આપવાની યોજનામાં ધો.12 પાસ કરેલા વિદ્યાર્થીઓને 500 રૂપિયામાં ટેબલેટ (tablet) આપવાની જાહેરાતની આડમાં બોગસ વેબસાઇટ (fake website) બનાવીને 71 વિદ્યાર્થીઓ પાસેથી સાયબર ગઠિયાએ ચિંટીગ (fraud) કર્યુ હોવાનો ચોંકાવનારો કિસ્સો સાયબર ક્રાઇમમાં સામે આવ્યો છે.  સમગ્ર મામલે સાયબર ક્રાઇમ (cyber crime) એ બે આરોપી ઓની ધરપકડ કરી છે. આરોપીઓ માંથી સંજય સુમરા નામનો આરોપી પેમેન્ટ (payment) ગેટ વેથી તેના બેંક એકાઉન્ટ માં રૂપિયા ભરાવતો હતો. જ્યારે ધર્મેશ ગોહિલ નામનો આરોપી youtube પર વિડીયો જોઈને ફેક વેબસાઈટ બનાવીને વિદ્યાર્થીઓ (students) સાથે છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કરતા હતા.

અમદાવાદના ન્યુ રાણીપમાં રહેતા અને નોલેજ કોન્સોટીયમ ઓફ ગુજરાત શિક્ષણ વિભાગમાં કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અપેક્ષાબેન શાહે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ચિંટીગની ફરિયાદ કરી છે. અપેક્ષાબેન નમો ઇ-ટેબ યોજના અંતર્ગત ટેબલેટ વહેચણીની કરવાનું કામ કરે છે. અપેક્ષાબેનને જાણવા મળ્યુ હતુંકે સંજય સુમરા નામના વ્યકિતએ સરકારની લેપટોપ સહાય યોજનાની જાહેરાતની ખોટી પીડીએફ ફાઇલ તેમજ ફેક વેબસાઇટ બનાવીને સોશિયલ મીડિયા પર વાઇરલ કરી છે. સંજય સુમરાએ ફેક વેબસાઇટમાં લેપટોપ સ્કીમ નામે ઓનલાઇન અરજી વિદ્યાર્થીઓ પાસે કરાવીને તેમને લેપટોપ સહાયના નામે 500 રૂપિયા લેતો હતો.

અપેક્ષાબેને આ મામલે વેબાઇસટના હોમ મેનુમાં ક્લીક કરતા જોયુ તો રાજ્ય સરકારની વેબસાઇટ રીડાઇરેક્ટ થતી જોવા મળી હતી. અપેક્ષાબેનને શંકા જતા તેમને ટેકનીકલ ટીમ મારફતે વેબસાઇટનું એનાલીલીસ કરાવ્યુ હતું.

આ પણ વાંચોઃ-રાજકોટની કરુણ ઘટના! પિતાએ પુત્ર-પુત્રી સાથે ઝેરી પીધું, પુત્રનું સારવાર દરમિયાન મોત, કેમ ભર્યું ગંભીર પગલું?

આ પણ વાંચોઃ-બનાસકાંઠાના ગામોમાં કોરોના બ્લાસ્ટઃ 40 ડીગ્રી ગરમીમાં દર્દીઓ દર્દીઓ શાળામાં, ઝાડ નીચે, ટેન્ટમાં સારવાર લેવા મજબૂર

એનાલીસીસ બાદ ટેકનીકલ ટીમે વેબસાઇટ ખોટી હોવાનો ખુલાસો કર્યો હતો. સંજયે આશરે 71 વિદ્યાર્થીઓ પાસેથી લેપટોપ સહાયમાં આપવાના બહાને 35,500 રૂપિયાનું ચીંટીગ કર્યુ હતું. અપેક્ષાબેને આ મામલે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની સહાયકારી યોજનાઓમાં તપાસ કરાવી હતી.આ પણ વાંચોઃ-એક, બે નહીં, 10 વખત કોરોના નેગેટિવ આવી મહિલા, તો પણ covid-19થી થયું મોત

આ પણ વાંચોઃ-નશાની હાલતમાં કપલ સેક્સ માણવામાં હતું તલ્લીન, પતિની એક 'ભુલ'થી પત્નીનું થયું મોત

જેમા તેમને જાણવા મળ્યુ હતું કે સરકારની માત્ર નમો ઇ-ટેબ યોજના કાર્યરત છે. નમો ઇ-ટેબ યોજના અંતર્ગત ઘો.12ની પરીક્ષા પાસ કરીને કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને ટેબલેટ ફાળવવામાં આવે છે. હાલ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તરફથી લેપટોપ સહાય યોજના નામની કોઇ યોજના બહાર પાડી નથી કે કોઇને ઓથોરાઇઝ કરી નથી.સંજય સુમરા નામના વ્યકિતએ સરકારના નામે બોગસ વેબસાઇટ બનાવીને વિદ્યાર્થી પાસેથી એક ટેબલેટ દીઠ 500 રૂપિયા પડાવીને ચિંટીગ કરી હોવાનું સામે આવ્યું છે. પકડાયેલ આરોપી સંજય તેના બેંક એકાઉન્ટ માં રૂપિયા જમા કરાવતો હતો. જ્યારે બીજો આરોપી ધર્મેશ ગોહિલ યુ ટ્યુબ પર વીડિયો જોઈ વેબ સાઈટ બનાવી છેતરપિંડી કરતો હતો.
Published by: ankit patel
First published: May 7, 2021, 8:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading