અમદાવાદ : માસ્ક વગર જોવા મળ્યા મેયર કિરીટ પરમાર, શું ભાજપના નેતાઓને નિયમ લાગુ પડતા નથી?


Updated: May 14, 2021, 11:41 PM IST
અમદાવાદ : માસ્ક વગર જોવા મળ્યા મેયર કિરીટ પરમાર, શું ભાજપના નેતાઓને નિયમ લાગુ પડતા નથી?
અમદાવાદ : માસ્ક વગર જોવા મળ્યા મેયર કિરીટ પરમાર, શું ભાજપના નેતાઓને નિયમ લાગુ પડતા નથી?

અમદાવાદના મેયર કિરીટ પરમાર પાસે પોલીસ અને એએમસીની ટીમ કાર્યવાહી કરશે તે સૌ કોઇ માટે સવાલ છે

  • Share this:
અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર વિશ્વ આજે કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યું છે. કોરોના સંક્રમણ અટકે તેના માટે તબક્કાવાર ભારત સરકાર અને સ્થાનિક સંસ્થાઓએ પગલા લીધા છે. કોરોના સંક્રમણ અટકાવવા માટે માસ્ક, સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોરોના વેક્સિન શ્રેષ્ઠ ઉપાય હોવાનું ડોક્ટરો કહે છે. આ ઉપરાત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશવાસીઓને અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાતવાસીઓને કોવિડ-19ની ગાઇડલાઇન પાલન કરવા સતત અપીલ કરી રહ્યા છે. પરંતુ ભાજપના નેતાઓને જાણે આ નિયમ લાગુ ન પડતા હોય તેવા દ્રશ્યો હર હંમેસા સામે આવતા રહ્યા છે. આ નિયમ માત્ર સામાન્ય જનતાને જ લાગુ પડે છે.

ગુજરાત સૌથી મોટા મહાનગર પાલિકા અમદાવાદના પ્રથમ નાગરિક એટલે કે મેયરને જાણે કોરોના ગાઇડલાઇનો નિયમ લાગુ ન પડતો હોય તેવા ફોટા વાયરલ થયા છે. નરોડામાં ભાજપના કાર્યકર્તાના મેડિકલ સ્ટોરના ઉદ્ઘાટનમાં મેયર કિરીટ પરમાર માસ્ક વગર નજરે પડ્યા છે. નાગરિકોને સલાહ આપતા મેયર કિરીટ પરમારને કાયદો લાગું પડતો નથી એમ લાગે છે. એએમસીએ માસ્ક ન પહેરનાર વ્યક્તિ પાસે કરોડો રૂપિયાનો દંડ વસુલ કર્યો છે. એક સામાન્ય માણસનું માસ્ક થોડું પણ નાકથી નીચે જતુ રહે તો દબાણ કરી પણ તેમની પાસે 1000 રૂપિયા દંડ વસુલ કરાયા છે. પરંતુ અહીં અમદાવાદ મેયર કિરીટ પરમાર જાણે સત્તાનું અભિમાન હોય કે પછી ભાજપના કાર્યકર્તા હોવાનું અભિમાન હોય તેમ નિયમ લાગુ પડતા નથી.

આ પણ વાંચો - ગોંડલ : પટેલ પરિવારના 1 વર્ષથી 88 વર્ષ સુધીના 8 સભ્યોએ કોરોનાને હરાવ્યો

અમદાવાદના મેયર કિરીટ પરમાર પાસે પોલીસ અને એએમસીની ટીમ કાર્યવાહી કરશે તે સૌ કોઇ માટે સવાલ છે. એક તરફ એએમસીએ નિવેદન જાહેર કર્યું હતુ કે હવે કોવિડ-19ની ગાઇડલાઇન અને એસઓપીની કડક અમલવારી કરાશે. પોલીસ કેસ સહિત લીગલી કાર્યવાહી એએમસી હવે કરશે.

મેયર કિરીટ પરમારને આ અંગે પૂછવા માટે ફોનથી સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અમદાવાદ શહેરના મેયર ફોન ઉપાડવામાં તસ્દી પણ લીધી ન હતી. કદાચ તેઓને ખ્યાલ હશે કે મીડિયા પ્રશ્ન કરશે. તેનો જવાબ કદાચ તેમના પાસે નથી તેથી તેઓ ફોન પણ ઉપાડતા નથી.
Published by: Ashish Goyal
First published: May 14, 2021, 11:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading