અમદાવાદ: MBBSનો અભ્યાસ કરતી યુવતીને અચાનક આવવા લાગ્યા મેસેજ, યુવતીએ નોંધાવી ફરિયાદ


Updated: March 25, 2021, 3:58 PM IST
અમદાવાદ: MBBSનો અભ્યાસ કરતી યુવતીને અચાનક આવવા લાગ્યા મેસેજ, યુવતીએ નોંધાવી ફરિયાદ
પ્રતીકાત્મક તસવીર: Shutterstock

19મી જાન્યુઆરીના રોજ ફરિયાદી કૉલેજ પર હતી ત્યારે એક અજાણ્યા મોબાઇલ નંબર પરથી મેસેજ આવવા લાગ્યો કે, તમે મને લેમન એપ્લિકેશન પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી છે.

  • Share this:
અમદાવાદ: અમદાવાદ શહેરની એક કૉલેજમાં MBBSનો અભ્યાસ કરતી યુવતી ડેટિંગ એપ્લિકેશન (Dating Message) પરથી આવતા મેસેજથી પરેશાન થઇ ગઇ છે. જોકે, બાદમાં જાણવા મળ્યું હતું કે, કોઈ વ્યક્તિએ તેનો ફોટો એપ્લિકેશનમાં પ્રોફાઈલ પિક્ચર (Profile photo) તરીકે મૂકીને તેણીનો મોબાઈલ નંબર (Contact number) તેમાં મૂકી દીધો હતો અને તેની સાથે ઈન્સ્ટાગ્રામ (Instagram) અને વોટ્સએપ (WhatsApp) પર વાત કરવા જણાવાયું છે. એટલું જ નહીં, આ અજાણી વ્યક્તિ ફરિયાદીના અન્ય મિત્રો સાથે પણ ફેક એકાઉન્ટ બનાવીને વાતચીત કરતો હતો. આ ઉપરાંત યુવતીનું ચરિત્ર ખરાબ થાય તેવા લખાણો પણ લખ્યા હતા. આ મામલે યુવતીની ફરિયાદ બાદ સાઇબર ક્રાઇમ પોલીસે ફેક પ્રોફાઇલ બનાવનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે.

શહેરમાં એમબીબીએસનો અભ્યાસ કરતી એક યુવતીએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, 19મી જાન્યુઆરીના રોજ તેણી કૉલેજ પર હતી ત્યારે એક અજાણ્યા મોબાઇલ નંબર પરથી મેસેજ આવવા લાગ્યો કે, તમે મને લેમન એપ્લિકેશન પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી છે. તેમાં મેસેજ દ્વારા મને તમારી સાથે WhatsApp કે ઇન્સ્ટાગ્રામ પર વાતચીત કરવા માટે લખવામાં આવ્યું છે.

આ પણ વાંચો: 'ટાંટીયા તોડ દુલ્હન', દુલ્હાને પ્રથમ રાત્રિએ જ હૉસ્પિટલ ભેગા થવું પડ્યું!

જે બાદમાં ફરિયાદીએ મેસેજ કરનાર વ્યક્તિને તેનો નંબર ક્યાંથી મળ્યો તે અંગે પૂછપરછ કરતા વ્યક્તિએ, લેમન એપ્લિકેશન પર ચેટિંગના સ્ક્રિનશોટ મોકલી આપ્યા હતા. જેમાં કોઇ અજાણ્યા વ્યક્તિ ફરીયાદીનું ફેક એકાઉન્ટ બનાવી તેનાથી લોકો સાથે ચેટિંગ કરીને ફરિયાદીનો WhatsApp નંબર આપતો હતો.

આ પણ વાંચો: રાજકોટ: 19 વર્ષની કૉલેજીયન યુવતીનો આપઘાત, માતાપિતાએ જોયું તો વ્હાલસોયી દીકરી લટકતી હતી

આ પણ વાંચો: લાલબત્તી સમાન કિસ્સો: વાંકડિયા વાળા સીધા કરવા બાળકે માથામાં કેરોસીન લગાવી દીવાસળી ચાંપી, મોત


એટલું જ નહીં, કોઈ અજાણી વ્યક્તિ બનાવટી ઇન્સ્ટાગ્રામ આઈડી મારફતે ફરિયાદીના કૉલેજના મિત્રો સાથે ચેટિંગ પણ કરતો હતો. સાથે જ ફરિયાદી તેણીના કૉલેજના એક મિત્ર સાથે ફરે છે, તે ફરિયાદીને લાઈક કરી છે, છતાં ફરિયાદી તેને ભાવ નથી આપતી તેવું લખાણ પણ લખાયું હતું. સમગ્ર ઘટનાની જાણ સાઇબર ક્રાઇમને કરતા પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by: Vinod Zankhaliya
First published: March 25, 2021, 3:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading