અમદાવાદ : કરિયાણાના બિલના બદલે મળી પીસ્તોલ, વેપારીને પીસ્તોલ સાથે 'ફાંકા-ફોજદારી' કરવી ભારે પડી


Updated: June 22, 2021, 6:52 PM IST
અમદાવાદ : કરિયાણાના બિલના બદલે મળી પીસ્તોલ, વેપારીને પીસ્તોલ સાથે 'ફાંકા-ફોજદારી' કરવી ભારે પડી
વેપારીને કરિયાણાના બિલના બદલે ગ્રાહકે પિસ્તોલ આપી

રુસ્તમ પાસેથી કરિયાણાના બાકી લેણા ન મળતા તેણે નરેશને રૂપિયાના બદલામાં બે પિસ્તોલ અને આ કારતૂસ આપ્યા હતા

  • Share this:
અમદાવાદ : એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ઓઢવ સિંગરવા શાક માર્કેટ નજીકથી નરેશ મેવાડા નામના એક શખ્સની એક દેશી તમંચા અને એક પીસ્ટલ અને 06 કારતૂસ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. આગામી રથયાત્રા પૂર્વે કાયદો અને વ્યવસ્થા ઝળવાઇ રહે અને હથિયારોની હેરાફેરી કરનારા તત્વોને દબોચી લેવામાં આવ્યા છે.

એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ગિરફતમાં ઉભેલો આ શખ્સ છે નરેશ મેવાડા. આરોપી મૂળ કારીયાણાનો વેપાર કરે છે, અને તેના જ વિસ્તારમાં રહેતા રૂસ્તમમિયાં નામના વ્યક્તિએ તેની પાસેથી કારીયાણું ઉધાર પર લીધું હતું, અને તે ભરપાઈ નહિ કરી શકતા નરેશ મેવાડાને હથિયાર આપ્યા હતા. બાદમાં આ નરેશ મેવાડા આ હથિયારના ફોટા પાડીને આસપાસમાં બતાડતો હતો કે હથિયાર છે કોઇને કશું કામ કરવું હોય તો કહેજો.

SOG ક્રાઇમબ્રાંચની ટિમ આગામી રથયાત્રા અનુસંધાને અસામાજિક તત્વો અને ઘાતકી હથિયારો લઇને ફરતા લોકોને શોધી રહી હતી. તે દરમિયાનમાં નરેશ મેવાડા પાસે ભારતીય બનાવટની બે પિસ્તોલ અને છ કારતુસ હોવાની માહિતી મળી, જેના આધારે SOGની ટીમેં વોચ ગોઠવી હોઠો પાસે આવેલા સિંગરવા શાક માર્કેટ નજીકથી આરોપી નરેશ મેવાડા ને બે પિસ્તોલ અને છ જીવતા કારતુસ સાથે ઝડપી પાડયો હતો.

આ પણ વાંચોપારિવારીક પ્રેમની કરૂણ કહાની: પત્નીના મોતના વિરહમાં, પતિ અને બે જવાનજોધ દીકરીઓનો સામુહિક આપઘાત

આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું કે, રુસ્તમ પાસેથી બાકી લેણા ન મળતા તેણે નરેશને રૂપિયાના બદલામાં બે પિસ્તોલ અને આ કારતૂસ આપ્યા હતા. એસ.ઓ.જીમાં પકડાયેલા આરોપી નરેશ મેવાડાને થયું કે તે આ પિસ્તોલ અને કારતૂસ ઊંચા ભાવે વેચીને નફો મેળવશે, જેથી નરેશ એ અલગ અલગ લોકોને પિસ્તોલ અને કારતૂસ ખરીદવા માટેની વાતો કરી હતી. દરમિયાનમાં આ બાબતની હકીકત એસઓજી ક્રાઈમમે મળતા પોલીસે આરોપીને ગેરકાયદેસર બે પિસ્તોલ અને છ જીવતા કારતુસ સાથે ઝડપી પાડ્યો.

આ પણ વાંચોરાજકોટમાં દુ:ખદ બનાવ : ફૂવા સાથે રિસોર્ટમાં મોજ કરવા ગયો ભત્રીજો, 7 વર્ષના માસૂમની ઘરે આવી લાશ એસ.ઓ.જી ક્રાઇમના સકંજામાં ઝડપાયેલો નરેશ મેવાડા જાણતો નહોતો કે તે જે ગેરકાયદેસર હથિયાર વેચવા નીકળ્યો હતો, તેનાથી કેટલાક ગંભીર ગુનાને અંજામ આપી શકાય, અને તેમાં પણ જ્યારે રથયાત્રા ગણતરીના દિવસો બાકી છે ત્યારે પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક નરેશની ધરપકડ કરી લીધી, અને સાથે સાથે નરેશને હથિયાર આપનારો રુસ્તમમિયા કે જે મુળ બિહારનો છે તે હથિયાર અને કારતૂસ ક્યાંથી લાવ્યો અને તેની પાછળ તેના શું બદ ઈરાદા છે તે જાણવા માટે પોલીસે ધરપકડની કવાયત હાથ ધરી છે.
Published by: kiran mehta
First published: June 22, 2021, 6:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading