અમદાવાદ : ઇકોના સાઇલેન્સર ચોરતી ગેંગ ઝડપાઈ, જાણો કેમ માત્ર સાઇલેન્સર જ ચોરતા? ખોલ્યું રહસ્ય


Updated: March 7, 2021, 10:32 PM IST
અમદાવાદ : ઇકોના સાઇલેન્સર ચોરતી ગેંગ ઝડપાઈ, જાણો કેમ માત્ર સાઇલેન્સર જ ચોરતા? ખોલ્યું રહસ્ય
સાયલેન્સર ચોરતી ગેંગ ઝડપાઈ

છેલ્લા કેટલાએ સમયથી પોલીસના નાકમાં દમ લાવી દેનાર કુખ્યાત સાયલેન્સર ચોરતી ગેંગ ઝડપાઈ ગઈ છે. કેમ સાયન્સર જ ચોરતા હતા તેનું રહસ્ય જાણી તમને પણ લાગશે નવાઈ

  • Share this:
અમદાવાદ : શહેરમાં છેલ્લા કેટલાક સમયથી eco કારના સાઇલેન્સરની ચોરી કરતી ગેંગનો આતંક જોવા મળ્યો હતો. જોકે પોલીસની ઉંઘ હરામ કરનાર આ ગેંગને ઝડપવામાં આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ ગેંગના છ આરોપીઓની ધરપકડ કરી છે, અને અલગ-અલગ વિસ્તારના 16 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યા છે.

ક્રાઇમ બ્રાન્ચે વેજલપુર વિસ્તારમાંથી મોહમ્મદ નાઝીમ શેખ, નાસીર ખાન શેખ, મોહમ્મદ આમિર યાકુબ શેખ, શાહરૂખ શેખ, મોહમ્મદ સુહેલ શેખ, અને હિતેશ વાઘેલા નામના છ આરોપી ઓની ધરપકડ કરી શહેરના સરખેજ, નારોલ, સહિત અલગ અલગ વિસ્તારોમાંથી ઇકો કારના સાઇલેન્સરની ચોરીના 16 ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે.

આ પણ વાંચોશિક્ષકે વિદ્યાર્થીને ક્લાસમાં ખખડાવ્યો, વિદ્યાર્થીએ સ્કૂલ બહાર શિક્ષકને ગોળી મારી દીધી, ઘટના CCTVમાં કેદ

શા માટે ઇકો કારના સાઇલેન્સરની કરતા ચોરી

આરોપીઓનો પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે, ઇકો કારના સાઇલેન્સરમાં કિંમતી માટી હોય છે. જેના સારા ભાવ મળે છે. જેથી પાંચ આરોપીઓ ભેગા મળી ઇકો કારના સાઇલેન્સરની ચોરી કરતા અને ઘરે આવી સાઇલેન્સર તોડી તેમાંથી માટી કાઢી લેતા હતા, અને તે માટી શાહપુરના રહેવાસી એવા હિતેશ વાઘેલાને એક સાઇલેન્સર દીઠ રૂપિયા 6 હજારમાં વેચતા હતા. જોકે જે રૂપિયા મળે તેમાંથી પેટ્રોલનો ખર્ચ કાઢી નાખીને સરખે ભાગે પૈસાની વહેચણી કરતા હતા.

પકડાયેલ આરોપીઓમાંથી મોહમ્મદ આમિર યાકુબ શેખ નામનો આરોપી અગાઉ ઉત્તરપ્રદેશના દેહાંત કોતવાલી પોલીસ સ્ટેશનમાં અપહરણના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. હાલમાં પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.જામનગરમાં પણ ધાડપાડુ લૂંટારૂ ગેંગ ઝડપાઈ

કિંજલ કારસરીયા, જામનગર : આ બાજુ, જામનગરના ખોજા બેરાજા ગામની સીમમાં ધાડ પાડી લૂંટ કરતી ટોળકીના ચાર પરપ્રાંતીયોને LCBએ ઝડપી પડ્યા છે. જામનગરના ખોજાબેરાજા ગામની સીમમાં આવેલા વાડી વિસ્તારમાં રહેતા રામભાઈ વિક્રમભાઈ ઓડેદરાની વાડીમાં 21ફેબ્રુઆરીના મધરાતે દોઢેક વાગ્યાના અરસામાં ધાડપાડુ- લુંટારૂ ગેંગ ત્રાટકી હતી.અને આ ગેંગે મકાનમાંથી રોકડા દોઢ લાખ રૂપિયા, 16 તોલના સોના-ચાંદીના દાગીના મોબાઇલ ફોન અને એક મોટરકાર મળી કુલ 8.62 લાખની માલમતાની લૂંટ કરી હતી. લૂંટારુઓએ પરિવારના સભ્યો ઉપર હુમલો કરી ઘરમાં જ અંદર પુરી દઈ નાસી ગયા હતા.
Published by: kiran mehta
First published: March 7, 2021, 10:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading