અમદાવાદ: ચાંદખેડામાં 15 વર્ષિય સગીરા સાથે ગેંગરેપ, લોહી નીકળતી હાલતમાં હોસ્પિટલમાં મુકી હવસખોર ફરાર


Updated: July 13, 2021, 6:20 PM IST
અમદાવાદ: ચાંદખેડામાં 15 વર્ષિય સગીરા સાથે ગેંગરેપ, લોહી નીકળતી હાલતમાં હોસ્પિટલમાં મુકી હવસખોર ફરાર
ચાંદખેડા ગેંગરેપની ઘટનામાં બે આરોપીની ધરપકડ

'ગોદરેજ ગાર્ડન સીટીએ મળવા બોલાવી શૈલેષ ભરવાડ અને વિજય ભરવાડ અડાલજની હોટલમાં લઈ ગયા અને...', પોલીસે તુરંત સીસીટીવી ફંગોળી નરાધમોની ધરપકડ કરી.

  • Share this:
અમદાવાદ : શહેરના ચાંદખેડ વિસ્તારમાં 15 વર્ષીય સગીરા પર 2 યુવકોએ ગેંગરેપ કરતા ખળભળાટ મચી ગયો છે. સગીરાને અડાલજની હોટેલમાં લઈ જઈને 2 મિત્રોએ ગેંગ રેપ કર્યો હતો. સગીરાને પીંખી નાંખી હોસ્પિટલમાં મૂકી બે બળાત્કારી તથા એક મદદગારી કરનાર આરોપી ફરાર થઈ ગયા હતા. જે અંગે ચાંદખેડા પોલીસે ગેંગરેપનો ગુનો નોંધી તપાસ હાથ ધરી 3 આરોપીની ધરપકડ કરી છે.

બનાવની વાત કરીએ તો, ચાંદખેડાના જગતપુરમાં રહેતી 15 વર્ષિય સગીરાને મળવાના બહાને બોલાવી કારમાં અપહરણ કરી અડાલજની એક હોટેલમાં લઈ જવામા આવી. જ્યાં 2 મિત્રો શૈલેશ ભરવાડ અને વિજય ભરવાડે સગીરાને હોટલના રૂમમાં પીંખી નાખી હતી. જેથી સગીરાને ગુપ્તાંગમાંથી અસહ્ય લોહી નીકળતા તે બેભાન થઈ ગઈ. અને બાદમા અન્ય આરોપી, (તેનું નામ પણ) વિજય ભરવાડની મદદથી સગિરાને હોસ્પિટલમાં મૂકી ત્રણેય નરાધમો ભાગી ગયા હતા. આ અંગે ચાંદખેડા પોલીસે ત્રણેય યુવાનો વિરુદ્ધ ગેંગરેપનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

આ પણ વાંચોપ્રેગનન્સીથી અજાણ યુવતી આખી રાત કરતી રહી પાર્ટી, સવારે ઉપડ્યો પેટમાં દુખાવો અને હાથમાં આવી ગયું બાળક

આરોપીની પૂછપરછમા સામે આવ્યુ કે, સગીરા જગતપુર વિસ્તારમાં  જ રહેતા શૈલેશ ભરવાડ નામના યુવાનના પરિચયમાં આવી હતી. 10 જુલાઈએ શૈલેશે સગીરાને ફોન કરીને ગોદરેજ ગાર્ડન સિટી મળવા બોલાવી હતી. શૈલેશ તેના મિત્ર સાથે કારમાં ત્યાં ઊભો હતો. સગીરાને કારમાં બેસાડીને તેઓ અડાલજ ખાતેની એક હોટલના રૂમમાં લઈ ગયા હતા. પહેલા શૈલેશે નિર્ભયા સાથે દુષ્કર્મ કર્યું હતું. એ પછી બંને મિત્રોએ વારાફરથી બળાત્કાર ગુજાર્યો હતો.. જેથી પોલીસે જગતપુર થઈ હોટલ ના સીસીટીવી તથા.. રેકોર્ડ અને સાયોંગીક પુરાવા એકઠા કર્યા છે.

આ પણ વાંચોબનાસકાંઠા : 'એક દુજે કે લિયે', એક પ્રેમી પંખીડાએ ઝાડે લટકી આપઘાત કર્યો, તો બીજા કપલે ટ્રેન નીચે પડતું મુક્યું

ચાંદખેડા પોલીસે શૈલેશ ભરવાડ, વિજય ભરવાડ અને વિજય ભરવાડ આ ત્રણેય મિત્રોનાં ઘરે-સગાં- સંબંધીને ત્યાં તપાસ કરી હતી, પરંતુ તેઓ મળ્યા નહોતા, જેથી પોલીસે ત્રણેયના મોબાઈલ નંબર ટ્રેસિંગમાં મૂક્યા છે. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી કાર લઈને ત્રણેય નરાધમો ભાગ્યા હોવાથી રોડ પરના સીસીટીવી તેમજ ટોલનાકાના સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી છે. જોકે આ ગુનામા પોલીસ તપાસમા શુ નવા ખુલાસા થાય છે તે જોવુ મહત્વનુ છે.
Published by: kiran mehta
First published: July 13, 2021, 6:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading