અમદાવાદ : યુવતીની બસ આ એક ભૂલનો રોમીયોએ ઉઠાવ્યો લાભ, બે દિવસમાં ત્રણ વાર કરી છેડતી


Updated: February 28, 2021, 3:56 PM IST
અમદાવાદ : યુવતીની બસ આ એક ભૂલનો રોમીયોએ ઉઠાવ્યો લાભ, બે દિવસમાં ત્રણ વાર કરી છેડતી
પ્રતિકાત્મક તસવીર

એક તરફી પ્રેમમાં પાગલ યુવક-યુવતીઓ ક્યારે શું પગલું ભરી લેતા હોય છે તેનો તેઓને કોઈ અંદાજ હોતો નથી. અને પછી આખી જિંદગી પસ્તાવાનો વખત આવે છે

  • Share this:
અમદાવાદ : એક તરફી પ્રેમમાં પાગલ યુવક-યુવતીઓ ક્યારે શું પગલું ભરી લેતા હોય છે તેનો તેઓને કોઈ અંદાજ હોતો નથી. અને પછી આખી જિંદગી પસ્તાવાનો વખત આવે છે. આવો વધુ એક બનાવ શહેરના વાડજ વિસ્તારમાં જોવા મળ્યો છે. રોમીયો તેની નજીકમાં રહેતી યુવતીની વારંવાર છેડતી કરતા અંતે યુવતીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

જૂના વાડજ વિસ્તારમાં રહેતી એક યુવતીએ પોલીસ ફરિયાદ આપી છે કે, ૨૫મી ફેબ્રુઆરીએ તે અને તેની બહેનપણી પકોડી ખાવા માટે ગયા હતા. આ દરમિયાન રાજેશ ઉર્ફે રાજુ તપોધન ત્યાં આવ્યો હતો અને યુવતીનો હાથ પકડી હાથ દબાવ્યો હતો. જોકે થોડી દૂર જઈને આ રોમીયો એ યુવતીને ઈશારા કર્યા હતા. જો કે યુવતીએ તેને અહીંથી ચાલ્યા જવા માટેનું કહેતા જ તે ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો. પરંતુ મોટો ઝગડો થવાની બીકે યુવતી કંઈ બોલી ન હતી.

આ પણ વાંચોસુરતમાં Live મારા મારી Video : મહિલાઓના સામાન્ય ઝગડામાં યુદ્ધ, 13 લોકો લાકડી-હથિયારો સાથે તૂટી પડ્યા

ત્યારબાદ ગઇકાલે બપોરના એક વાગ્યાની આસપાસ યુવતી તેના ઘરે હતી ત્યારે રાજુ તેના ઘરની બહાર આવી તેને ઈશારા કર્યા હતા. પરંતુ ઘરની આબરૂ જવાની બીકે યુવતીએ આ બાબતની જાણ કોઈ ને કરી ના હતી.

આ પણ વાંચો - અમદાવાદમાં હનીટ્રેપ : 'હું એકલી છું ઘરે આવ', યુવતીએ પતિ સાથે મળી 8 વર્ષ જુના મિત્રને ફસાવી પડાવ્યા રૂપિયા

રોમીયોની હિમ્મત એટલી વધી ગઈ કે, સાંજે સાડા નવ વાગ્યાની આસપાસ યુવતી ઘરમાં એકલી હતી ત્યારે આરોપી ઘરમાં ઘુસી ગયો હતો, અને તેનો હાથ પકડી તેને બાજુ પર ખેંચી લીધી હતી. જોકે યુવતીએ બૂમા બૂમ કરતા આરોપી ત્યાંથી ભાગી ગયો હતો, અને આસપાસના લોકો એકઠા થઇ જતાં સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by: kiran mehta
First published: February 28, 2021, 3:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading