અમદાવાદઃ નવી ગાડીની આશાએ શહેર પોલીસ કંડમ ગાડી ચલાવવા મજબૂર, શું છે ગણિત?


Updated: July 29, 2021, 12:10 AM IST
અમદાવાદઃ નવી ગાડીની આશાએ શહેર પોલીસ કંડમ ગાડી ચલાવવા મજબૂર, શું છે ગણિત?
પોલીસ વાનની ફાઈલ તસવીર

Ahmedabad police: અમદાવાદ શહેરમાં પોલીસની કામગીરી માટે સૌથી મહત્વનું હોય તો તે છે તેમનું સાધન અને જેનાથી તે લોકો ઝડપથી ત્યાં પહોંચીને કાર્યવાહી કરે છે.પરંતુ એક ગંભીર અને ચોકાવનારી વાત એ સામે આવી છે કે શહેર પોલીસ પાસે કુલ 2094 ગાડીઓ છે જેમાં ફોર વ્હીલર અને 2 વ્હીલર સામેલ છે.

  • Share this:
અમદાવાદઃ ગુજરાતની પોલીસ (Gujarat police) દેશ ભરમાં પ્રખ્યાત છે અને તેની કામગીરી પણ વખનાય છે પરંતુ નવી ગાડીની (New police van) આશાએ અમદાવાદ પોલીસને કંડમ (Ahmedabad police) થયેલી ગાડીઓ ચલાવવા મજબૂર બની છે. નોંધનીય છે કે નિયમો એવા છે કે જેમાં છટક બારી તો છે પરંતુ કોઈ બનાવ બની ગયો તો જવાબદાર કોણ? કેટલી ગાડીઓ છે કંડમ અને કેટલી ગાડીઓને મળી છે મંજૂરી આવો જોઈએ.

અમદાવાદ શહેરમાં પોલીસની કામગીરી માટે સૌથી મહત્વનું હોય તો તે છે તેમનું સાધન અને જેનાથી તે લોકો ઝડપથી ત્યાં પહોંચીને કાર્યવાહી કરે છે.પરંતુ એક ગંભીર અને ચોકાવનારી વાત એ સામે આવી છે કે શહેર પોલીસ પાસે કુલ 2094 ગાડીઓ છે જેમાં ફોર વ્હીલર અને 2 વ્હીલર સામેલ છે.

પરંતુ આ ગાડીઓમાંથી 200થી વધુ તો કંડમ થઈ ગઈ છે.વર્ષ 20-21માં કુલ 76 બોલેરો અને 43 મોટર સાયકલ કંડમ જાહેર થયા છે  ત્યારે ગત વર્ષે એટલે 19-20માં કુલ 145  ગાડીઓ ને કંડમ જાહેર કરવા માં આવ્યા છે અને જે dg ઓફીસ મોકલી દેવા માં આવ્યા છે.

આ પણ વાંચોઃ-નરાધમ પુત્રનું કારસ્તાન! માતાને પરપુરુષ સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પુત્ર, વીડિયો બનાવી કરી બ્લેકમેઈલ

આ પણ વાંચોઃ-પુત્રવધૂના પ્રેમમાં આંધળો બાપ બન્યો હેવાન, પુત્રની હત્યા કરીને ઠેકાણે પાડી દીધો, પુત્ર ગુજરાતમાં નોકરી કરતો હતો

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! બે બાળકોની માતાને ઝાડ સાથે બાંધીને કપડાં ફાડ્યા, જીવતી સળગાવવાની કરી કોશિશઆ પણ વાંચોઃ-કરુણ ઘટના! ગીર સોમનાથના ઉનામાં ઊંઘતી બે બાળકીઓને સાપે ડંખ માર્યો, બે બહેનોના મોતથી પરિવાર શોકાતુર

મહત્વનું છે કે 850 ગાડીઓ ની ખરીદી ની દરખાસ્ત મુકવામાં આવી હતી પરંતુ 350ની મંજૂરી મળી છે અને તેની કામગીરી પણ ચાલી રહી છે. પરંતુ કંડમ ગાડીઓ ની સંખ્યા એટલી છે કે જો તરત બંધ કરી દેવામાં આવે તો મુશ્કેલી ઉભી થઈ જશે.

મહત્વ નું છે કે આ વર્ષે કંડમ થયેલી ગાડીઓમાંથી 25 લાખની આવક પણ ઉભી કરવામાં આવી છે. પરંતુ જો કંડમ ગાડીઓનો અકસ્માત થાય તો જવાબદાર કોણ. નોંધનીય છે કે ખાતામાં છટક બારી પણ એવી રાખવામાં આવી છે કે 2 લાખ કિલો મીટર ગાડી ચાલી જાય અને 10 વર્ષ થાય તો તેને કંડમ જાહેર કરવામાં આવે છે. પરંતુ ગાડીઓ 10 વર્ષ શું 2 વર્ષમાં જ 2 લાખ કિલો મીટર સુધી પહોંચી જાય છે.
Published by: ankit patel
First published: July 28, 2021, 11:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading