અમદાવાદ : હવે સુપર સ્પ્રેડરને શોધી-શોધી ઓન ધ સ્પોટ વેકિસન, રજિસ્ટ્રેશન પણ નહી, પોલીસની પણ મદદ લેવાશે


Updated: June 16, 2021, 11:12 PM IST
અમદાવાદ :  હવે સુપર સ્પ્રેડરને શોધી-શોધી ઓન ધ સ્પોટ વેકિસન, રજિસ્ટ્રેશન પણ નહી, પોલીસની પણ મદદ લેવાશે
સુપરસ્પ્રેડરને શોધી વેક્સિન અપાશે

૧૮થી ૪૪ વર્ષના વ્યક્તિ માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન ફરજીયાત છે પરંતુ, સુપર સ્રેડર માટે આ નિયમ લાગુ નહી પડે. તેઓને સેન્ટર પર જ સીધું ઓન ધ સ્પોટ રજીસ્ટ્રોશન કરી વેકિસન અપાઇ રહ્યું

  • Share this:
અમદાવાદ : શહેરમાં વેક્સિનેસન કામગીરી પુર જોશમાં ચાલી રહી છે . કોરોના મહામારી સામે લડવા માટે એક માત્ર ઉપયોગ વેક્સિન માનવામાં આવી રહી છે. તેવામાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઇ રાજ્યના મુખ્યમંત્રી લોકોને સતત કોરોના વેક્સિન લઇ લેવા અનુરોધ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા હવે સુપર સ્પ્રેડરોરોને પણ ઓન ધ સ્પોટ વેકિસન કામગીરી શરૂ કરાઇ છે.

અમદાવાદ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધી ૨૫ લાખ લોકોને વેકિસન ડોઝ આપ્યા છે. હવે વેકિસન કામગીરી વધુ મજબુત બનાવવા અને આગામી સંભવિત ત્રીજી લહેર માટે અત્યારથી એએમસી તૈયારીઓ શરૂ કરી છે. અમદાવાદ શહેરમાં રહેલા સુપ્રર સ્પ્રેડરોને પોલીસ અને એસ્ટેટ વિભાગની મદદથી વેકિસન સેન્ટર પર લઇ જવામા આવી રહ્યા છે. ૧૮થી ૪૪ વર્ષના વ્યક્તિ માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન ફરજીયાત છે પરંતુ, સુપર સ્રેડર માટે આ નિયમ લાગુ નહી પડે. તેઓને સેન્ટર પર જ સીધું ઓન ધ સ્પોટ રજીસ્ટ્રોશન કરી વેકિસન અપાઇ રહ્યું છે.

આ પણ વાંચો - Corona Effect: AMC-સરકારી શાળાઓમાં એડમિશન માટે લાઈનો, ખાનગી સ્કૂલોની 'ફી'ની કનડગતથી વાલીઓ નારાજ!

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ૨૪ લાખથી વધુ લોકોને વેકિસન ડોઝ અપાયા છે. એક અંદાજ મુજબ ૪૫ લાખ સામે ૨૪ લાખ લોકોને વેકિસન ડોઝ આપી એએમસી અન્ય મહાનગર પાલિકાથી આગળ નિકળી ગયું છે.

ફસર્ટ ડોઝ - ૧૯, ૯૬, ૮૬૦

બીજો ડોઝ - ૪, ૪૪, ૨૫૧કુલ - ૨૪, ૪૧, ૧૧૧

હેલ્થ વર્કર - ૧, ૭૬, ૨૬૭

ફ્રન્ટ લાઇન વર્કર - ૨, ૫૬, ૮૨૦

૧૮ થી ૪૪ વયના લોકો - ૮, ૬૫, ૭૧૦

૪૫ થી ૬૦ ઉંમરના લોકો - ૫, ૮૪, ૬૪૭

૬૦ થી વધુ ઉંમરના લોકો - ૫, ૫૭, ૬૬૧

આ પણ વાંચોખેડા : પાકી ભાઈબંધી! એક-બીજાને બચાવતા ત્રણ બાળકોના તળાવમાં ડુબવાથી મોત, અંતિમ યાત્રામાં ગામ હિબકે ચઢ્યું

અમદાવાદ શહેરમાં વેકિસન કામગીરી ઝડપી બનાવી છે ત્યાર હવે સુપર સ્ર્પેડરોને પણ વેકિસન સરળતાથી મળે તેમજ આગામી ત્રીજી વેવ પહેલા તમામ લોકો વેક્સિન મેળવી લે તે પ્રકારના પ્રયાસ એએમસી આરોગ્ય વિભાગ કરી રહ્યું છે.
Published by: kiran mehta
First published: June 16, 2021, 6:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading