અમદાવાદ : ફ્રેન્ડ શીપ ક્લબના નામે હજારો લોકો પાસેથી કરોડોની છેતરપિંડી કરનારો માસ્ટર માઈન્ડ પકડાયો


Updated: May 16, 2021, 10:55 PM IST
અમદાવાદ : ફ્રેન્ડ શીપ ક્લબના નામે હજારો લોકો પાસેથી કરોડોની છેતરપિંડી કરનારો માસ્ટર માઈન્ડ પકડાયો
છેતરપિંડી આચરનાર આરોપીની ધરપકડ

૨૦૧૫ થી અત્યાર સુધીમાં લગભગ ૨૫૦૦ જેટલા લોકો પાસેથી રૂપિયા દોઢ કરોડથી પણ વધારે રૂપિયા પડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

  • Share this:
અમદાવાદ : ગુજરાત રાજ્ય ના અલગ અલગ જિલ્લાઓનાં બેરોજગાર યુવકોને મહિને રૂપિયા ૨૫ હજાર સુધી કમાવવાની લાલચ આપતી જાહેરાતો આપીને કરોડો રૂપિયા પડાવનાર બે માસ્ટર માઈન્ડ ની ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ ફ્રેન્ડ શીપ ક્લબના નામે મેમ્બરશીપના રજીસ્ટ્રેશન બહાને લોકો પાસેથી રૂપિયા બનાવીને છેતરપિંડી આચરતા હતા. આ બન્ને આરોપીઓએ વર્ષ ૨૦૧૫ થી અત્યાર સુધીમાં લગભગ ૨૫૦૦ જેટલા લોકો પાસેથી રૂપિયા દોઢ કરોડથી પણ વધારે રૂપિયા પડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

સાયબર ક્રાઈમને સહદેવસિંહ જાડેજા અને રાહુલ બારીઆ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી ઓએ આપેલ જાહેરાત માંથી જો કોઈ વ્યક્તિ તેમનો સંપર્ક કરે તો અલગ-અલગ સ્કીમો પ્રમાણે રૂપિયા પડાવતા હતા અને જે તે વ્યક્તિએ સારા ઘરની લેડીઝને હોટલમાં લઇ જઇને તેમની ઈચ્છા પ્રમાણે સંતોષ આપવા માટે જણાવતા હતા. જેના બદલા માં આ લેડીઝ તેઓને રોકડા રૂપિયા અથવા તો ગિફ્ટ આપશે એવી લાલચ પણ આપતા હતા.

આ પણ વાંચો - Live Video: લોકો દેખતા રહ્યા ને યુવતીએ લગાવી તળાવમાં છલાંગ, બહેનને તડપતી જોઈ ભાઈ પણ કુદ્યો, અને પછી...

આરોપીઓ પાસેથી પોલીસે 11 મોબાઈલ, 7 ડાયરી, 19 એ ટી એમ કાર્ડ, 5 આધાર કાર્ડ, 5 પાન કાર્ડ, 7 ચેક બુક અને 5 પાસ બુક પણ કબ્જે કરી છે. પોલીસ એ કબ્જે કરેલ ડાયરી માં આરોપીઓએ કરેલ છેતરપિંડી ની હકીકતો નો પર્દાફાશ થયો છે. જેના પર નજર કરી એ તો..

વર્ષ 2015 -16 માં 837 વ્યક્તિઓ પાસે થી રૂપિયા 13,65,898 રૂપિયા પડાવ્યા છે.

વર્ષ 2017 માં 756 વ્યક્તિઓ પાસે થી રૂપિયા 43,22,275 રૂપિયા પડાવ્યા છે.વર્ષ 2018 માં 513 વ્યક્તિઓ પાસે થી રૂપિયા 51,35,993 રૂપિયા પડાવ્યા છે.

આ પણ વાંચોઅમદાવાદ : ક્રાઈમ બ્રાન્ચે એક અજબ-ગજબ ચોરની કરી ધરપકડ, ચોરી પણ કરતો અલગ જ વસ્તુઓની

વર્ષ 2019 માં 135 વ્યક્તિઓ પાસે થી રૂપિયા 22,48,158 રૂપિયા પડાવ્યા છે.

વર્ષ 2020 માં 187 વ્યક્તિઓ પાસે થી રૂપિયા 17,237,545 રૂપિયા પડાવ્યા છે.

વર્ષ 2021 માં 97 વ્યક્તિઓ પાસે થી રૂપિયા 06,46,049 રૂપિયા પડાવ્યા છે.

હાલ માં પોલીસ એ આ બંને આરોપી ઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by: kiran mehta
First published: May 16, 2021, 10:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading