અમદાવાદઃ સંજય ગાવરી ઝડપાયો, ધો.8 ભણેલો પણ કરતો મોટું કારસ્તાન, ફોનમાંથી મળ્યા અઢળક બીભત્સ વીડિયો


Updated: July 2, 2021, 6:42 PM IST
અમદાવાદઃ સંજય ગાવરી ઝડપાયો, ધો.8 ભણેલો પણ કરતો મોટું કારસ્તાન, ફોનમાંથી મળ્યા અઢળક બીભત્સ વીડિયો
ચાઈલ્ડ પોર્નોગ્રાફીના ગુનામાં ધરપકડ કરાયેલો આરોપી સંજય ગાવરી

Ahmedabad cyber crime: આરોપીની સાઇબર ક્રાઈમે ચાઈલ્ડ પોર્નોગ્રાફીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આરોપી પોતાના મોબાઈલ દ્વારા પ્રતિબંધિત વેબસાઈટ પરથી સગીરોના બીભત્સ વીડિયો ડાઉનલોડ કરતો.

  • Share this:
અમદાવાદઃ દેશમાં પ્રતિબધિત હોવા છતાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો (Child pornography videos) ડાઉનલોડ કરી સોસીયલ મીડિયામાં (social media) અપલોડ કરનાર આરોપીની સાઇબર ક્રાઈમે (cyber crime) ધરપકડ કરી છે. આરોપી વેબસાઈટમાં છટકબારીનો લાભ લઇ પ્રતિબધિત વીડિયો ડાઉનલોડ કરતો હતો.જે વેબસાઈટો અંગે સાઇબર ક્રાઇમ બંધ કરવા કેન્દ્ર સરકારને જાણ કરશે.

પોલીસ કસ્ટડીમાં રહેલો આ આરોપીની નામ સંજય ગાવરી છે. મૂળ અમદાવાદના (Ahmedabad) જુના વાડજ વિસ્તારનો રહેવાસી છે. આરોપીની સાઇબર ક્રાઈમે ચાઈલ્ડ પોર્નોગ્રાફીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આરોપી પોતાના મોબાઈલ દ્વારા પ્રતિબંધિત વેબસાઈટ પરથી સગીરોના બીભત્સ વીડિયો ડાઉનલોડ કરતો.

બાદમાં સોસીયલ મીડિયાના પ્લેટફોર્મ પર અને વોટ્સએપ ગ્રુપમાં મુકતો. જે અંગે સાઇબર ક્રાઇમને માહિતી મળતા આરોપી વિરુદ્ધ સરકાર તરફે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સંજય ગાવરીનો મોબાઈલ પોલીસે કબ્જે કરતા સગીરોના સંખ્યા બંધ પોર્ન વીડિયો પણ મળી આવ્યા છે.

આ પણ વાંચોઃ-હૃદયદ્વાવક ઘટના! 17 દિવસના અંતરમાં જ બે બહેનોના થયા શંકાસ્પદ મોત, બંને પતિઓના ઘરે લટકતી મળી હતી

આ પણ વાંચોઃ-લગ્નમાં મૂકાયા નોટોનાં બંડલો અને દાગીનાના ઢગલાનું પ્રદર્શન, લોકોની પહોંળી થઈ ગઈ આંખો, video viral

આ પણ વાંચોઃ-મામાના ઘરે રહેતા ભાણિયા ઉપર ફીદા થઈ ગઈ મામી, બંનેએ કરી લીધા લગ્ન, સોશિયલ મીડિયા થકી લોકોને કરી જાણજોકે આરોપીએ કેટલાક કાઢી નાખેલા ગ્રુપ પણ બંધ કરી દીધા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં  મોબાઈલ રિકવર કરી આરોપીએ ડીલીટ કરેલા ગ્રુપ અને પોર્ન વીડિયો પણ પરત મેળવી કેટલા વ્યક્તિઓને આ વીડિયો મોકલવામાં આવ્યા છે તે અંગેની પણ તપાસ કરવામાં આવશે.આરોપી સંજય ગવરી ભલે ધોરણ-8 સુધી અભ્યાસ કરેલો હોય પરંતુ પ્રતિબંધિત વેબસાઈટમાંથી વીડિયો ડાઉનલોડ કરતા સાયબર ક્રાઈમને આ અંગે કેન્દ્ર સરકારને પણ જાણ કરી રિપોર્ટ કરશે.
Published by: ankit patel
First published: July 2, 2021, 6:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading