અમદાવાદ : સગીરાનો ફોટો મુકી લખ્યું - 'rate 2500 call me', બદનામ કરનાર નીકળી પિતાની મહિલા ફ્રેન્ડ


Updated: February 26, 2021, 4:24 PM IST
અમદાવાદ : સગીરાનો ફોટો મુકી લખ્યું - 'rate 2500 call me', બદનામ કરનાર નીકળી પિતાની મહિલા ફ્રેન્ડ
આરોપી મહિલાની અટકાયત

પિતાની મહિલા ફ્રેન્ડે કેમ આવું કારસ્તાન કર્યું? આરોપી મહિલાએ જણાવ્યું કારણ.

  • Share this:
અમદાવાદ : છેલ્લા ઘણા સમયથી સાયબર ક્રાઇમ (Cyber Crime)નો લગતા અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. મહિલાઓ સાયબર ક્રાઇમનો વધુ શિકાર બની રહી છે. કયાંક એકતરફી પ્રેમમાં તો ક્યાંક યુવક સાથે પ્રેમ સબંધ રાખ્યા બાદ અન્ય જગ્યાએ યુવતી લગ્ન કરી લેતા તેની બદનામી થાય તે રીતે શખશો દ્વારા આ પ્રકારના સાયબર ક્રાઇમનો અંજામ આપવામાં આવે છે. આવી જ એક ઘટના સાયબર ક્રાઇમ મથકે પહોંચી હતી. જેમાં એક પિતાને મહિલા મિત્ર સાથે ઝગડો થતા મહિલા મિત્રએ આ પિતાની પુત્રીને કોલગર્લ દર્શાવી સોશ્યલ મીડિયા (Social Media) પર બદનામ કરી હતી.

સોશિયલ મીડિયાના ફેસબુક પ્લેટફોર્મ પર એક સગીરા ના ફોટો અપલોડ કરવામાં આવ્યા હતા અને તેમાં તેની પ્રતિસ્ઠા ને હાનિ પહોંચે તેવું લખાણ લખવામાં આવ્યું હતું. જે મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી છે. સગીરાના ફોટા અપલોડ કરી કોલગર્લ બતાવી બદનામ કરનાર મહિલા આરોપીની પૂછપરછ માં સામે આવ્યું કે આરોપી મહિલા અને સગીરાના પિતા વચ્ચે મિત્રતા હતી. મહિલા અને સગીરાના પિતા વચ્ચે ઝઘડો થયો હોવાથી આરોપીએ ગુસ્સામાં આવી આ રીતે લખાણ લખી સ્ટેટ્સમાં મૂક્યું હોવાનું પુછપરછમાં બહાર આવ્યું હતુ. હાલ આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોસુરત: વરાછામાં લુખ્ખાતત્વોની Live મારા મારીનો Video, ફેટંબાજી કરી સોસાયટીમાં આતંક મચાવ્યો

શહેરમાં રહેતી સગીરાનો ફોટો ફેસબુક સ્ટોરીમાં મૂકી કોલગર્લ દર્શાવી "rate 2500 call me" જેવું બીભત્સ લખાણ લખીને આ સગીરાને સમાજમાં બદનામ કરવાની કોશીશ કરવામાં આવી હતી. જેથી સગીરાની માતાએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમ બ્રાન્ચે આઈડી અંગે તપાસ કરી ટેકનીકલ ડેટા મેળવી આરોપીને પકડવા માટે મોબાઈલનું લોકેશન મેળવ્યુ હતુ. જે અમદાવાદના ગોતા વિસ્તારમાં બતાવતું હતું.

આ પણ વાંચોરાજકોટ : 'Facebookથી પાંગર્યો પ્રેમ, દોઢ વર્ષ સાથે રહ્યા', પ્રેમિકા સાથે ઝઘડો થતાં પ્રેમીએ ગટગટાવી દવા

જેથી પોલીસે ગોતા વિસ્તારમાં પહોંચીને સગીરાને બદનામ કરવાની કોશીશ કરનાર 32 વર્ષીય રાધા સિંગને ઝડપી લીધી હતી. પુછપરછ કરતા રાધા સિંગે જણાવ્યું હતું કે, તે ચાર વર્ષ પહેલા દિલ્લીથી અમદાવાદ આવી હતી. તે વખતે સગીરાના પિતા સાથે સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે સારી મિત્રતા થઈ હતી. બાદમાં બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી રાધા સિંગે તેને શબક શીખવાડવા માટે આ લખાણ લખી અને સ્ક્રીનશોટ પણ ફરિયાદીને મોકલ્યા હતા.સમગ્ર મામલે પોલીસે આ મહિલાની ધરપકડ કરી હતી. જોકે પિતાએ એક સ્ત્રી સાથે કરેલી મિત્રતાનું માઠું પરિણામ એક નાની સગીરાને ભોગવવું પડતા સમાજ માટે આ લાલબત્તી સમાન કિસ્સો હોવાનું મનાઈ રહ્યું છે.
Published by: kiran mehta
First published: February 26, 2021, 4:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading