અમદાવાદ : ફાયર વિભાગ માટે 82 વર્ષના વૃદ્ધા આવ્યા આગળ, કારણ જાણી તમને પણ થશે ખુશી


Updated: February 26, 2021, 8:54 PM IST
અમદાવાદ : ફાયર વિભાગ માટે 82 વર્ષના વૃદ્ધા આવ્યા આગળ, કારણ જાણી તમને પણ થશે ખુશી
ફાયર વેલ્ફેર ફંડમાં દાન

અલગ અલગ વિભાગ જેમના માટે અનેક સેલિબ્રિટી દાન કરે છે અને તેમના વેલ્ફેર ફંડમાં દાન પણ કરે છે, પરંતુ ફાયર વિભાગ માટે ભાગ્યેજ કોઈ એવા વ્યક્તિ હોય છે જે દાન આપે

  • Share this:
અમદાવાદ : સામાન્ય રીતે દેશ અને રાજ્યો માટે ઈમરજન્સી સેવા પૂરી પાડતી અલગ અલગ વિભાગ જેમના માટે અનેક સેલિબ્રિટી દાન કરે છે અને તેમના વેલ્ફેર ફંડમાં દાન પણ કરે છે, પરંતુ ફાયર વિભાગ માટે ભાગ્યેજ કોઈ એવા વ્યક્તિ હોય છે જે દાન આપે છે.

મળતી માહિતી પ્રમાણે, વર્ષમાં 2-5 લોકો જ અમદાવાદ ફાયર સર્વિસ બેનિવેલન્ટ વેલફરે ફંડમાં દાન કરે છે પરંતુ અનેક લોકો માટે એક વૃદ્ધ મહિલા ઉત્તમ દાખલા બનીને સામે આવ્યા છે. ફાયર વિભાગ પણ જીવના જોખમે કામ કરે છે. ૮૨ વર્ષના ઉમરે ઉષા બહેન રાજેન્દ્ર ભાઈ મહેતા પોતાના સ્વગૅસ્થ પતિની સ્મૃતિમાં સમાજ ના રક્ષક એવા અમદાવાદ ફાયર સર્વિસના જવાનો પ્રત્યે કૃતઘ્નતા વ્યકત કરી રુપિયા ૧,૧૧,૧૧૧/- નુ દાન કરી એક સારું કામ કારેલ છે.

આ પણ વાંચોઅમદાવાદમાં હનીટ્રેપ : 'હું એકલી છું ઘરે આવ', યુવતીએ પતિ સાથે મળી 8 વર્ષ જુના મિત્રને ફસાવી પડાવ્યા રૂપિયા

મહત્વ ની વાત એ છે કે, આ દાનની રકમ કલમ 80 - જી ( 5 ) હેઠળ 50% કરમુક્ત રજીસ્ટર્ડ અમદાવાદ ફાયર સર્વિસ બેનીવેલન્ટ વેલ્ફેર ફંડમાં અમદાવાદના ચીફ ફાયર ઓફિસર અને સંજીવનીના ટૃસ્ટી મનોજ સોની અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એમ. પી. મિસ્ત્રિની ઉપસ્થિતિમાં અપૅણ કરી સમાજ માટે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.આ મામલે ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટનું કેહવું છે કે, આ પ્રકાર કોઈ ફાયર માટે દાન કરતું નથી પરંતુ ઉષાબેને આ દાન કરીને એક સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે, અને આ મામલે ચીફ ફાયર ઓફીસર રાજેશ ભટ્ટે સાદર આભાર વ્યક્ત કર્યો હતો.આ પણ વાંચોઅમદાવાદ : રેલવે કોરિડોરના ડફનાળાનો લોખંડનું સ્ટ્રક્ચર ધરાશાયી, 3 લોકો દટાયા, 1નું મોત

તમને જણાવી દઈએ કે, આ વેલફેર ફંડનો ઉપયોગ ફાયરના કર્મચારીઓ માટે થાય છે. કોઈ ફાયરનો કર્મચારી બીમારી અથવા કોઈ મૃત થાય તો આ વેલફેર ફંડમાંથી મદદ કરવામાં આવે છે અને ફાયરના અધિકારી અને કર્મચારીઓના પગારમાંથી 50 રૂપિયા દર મહિને કપાઈ ફંડમાં જાય છે.
Published by: kiran mehta
First published: February 26, 2021, 8:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading