અમદાવાદઃ લાલચું પત્ની ઝડપાઈ, વધારે રૂપિયા કમાવવાની લાલચમાં પત્નીએ પતિ સાથે કર્યું જોરદાર કારસ્તાન


Updated: July 8, 2021, 9:22 PM IST
અમદાવાદઃ લાલચું પત્ની ઝડપાઈ, વધારે રૂપિયા કમાવવાની લાલચમાં પત્નીએ પતિ સાથે કર્યું જોરદાર કારસ્તાન
લાલચું પત્ની અને સાથીદારની તસવીર

Ahmedabad news: નરોડામાં રહેતી નંદા મરાઠીએ પોતાના પતિ નિમેષભાઈ મરાઠીને મધ્યપ્રદેશ મોકલી દીધો હતો. અને ડો હરિકૃષ્ણ સોનીની મદદથી નિમેષભાઈનુ ડેથ સર્ટીફીકેટ બનાવીને વીમા કપંની સાથથી આઠ લાખ પડાવ્યા હતા. નિમેશભાઈ ઘરે પરત ફર્યા ત્યારે પત્નીએ તેમેને ઘરની બહાર કાઢી દીધા હતા.

  • Share this:
અમદાવાદઃ પૈસાની લાલચમા એક પત્નીએ જીવીત પતિનું મરણ સર્ટીફીકેટ (Husband's death certificate) બનાવીને વીમા પોલીસીના રૂ 18 લાખ મેળવીને છેતરપિંડીનો (fraud case) પ્રર્દાફાશ થયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad crime branch) મહિલા વિરૂધ્ધ ગુનો નોંધીને મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરી હતી. જીવતા પતિનું ડેથ સર્ટીફીકેટ બનાવીને પત્નિએ વીમા પોલીસીના 18 લાખ લઇ લીધા હતા. મઘ્યપ્રદેશથી (Madhya Pradesh) પતિ પરત આવ્યો ત્યારે પત્નિએ તેને ઘરની બહાર કાઢી મુક્યો હતો.

આરોપી નંદા મરાઠી અને ડો હરીકૃષ્ણ સોની જેમણે એક જીવીત વ્યકિતની ડેથ સર્ટીફીકેટ બનાવીને પૈસા પડાવ્યા હતા. આમ તો રૂપિયા કમાવવા માટે લોકો કોઇપણ હદ સુધી જતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. પરંતુ રૂપિયા કમાવવાની લાલચમાં પત્નિએ પતિને મધ્યપ્રદેશ મોકલી દીધા બાદ તેનુ ડેથસર્ટીફીકેટ બનાવીને વીમા પોલીસી પાસેથી 18 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

મુળ મધ્યપ્રદેશના અને હાલ નરોડામાં રહેતી નંદા મરાઠીએ પોતાના પતિ નિમેષભાઈ મરાઠીને મધ્યપ્રદેશ મોકલી દીધો હતો. અને ડો હરિકૃષ્ણ સોનીની મદદથી નિમેષભાઈનુ ડેથ સર્ટીફીકેટ બનાવીને વીમા કપંની સાથથી આઠ લાખ પડાવ્યા હતા. નિમેશભાઈ ઘરે પરત ફર્યા ત્યારે પત્નીએ તેમેને ઘરની બહાર કાઢી દીધા હતા.

આ પણ વાંચોઃ-ગજબ કિસ્સો! પતિ શરીર સંબંધ ન બાંધવાનું બંધ કર્યું, પતિનું લફરું પકડવા જતાં મહિલાના જીવનમાં આવ્યો જોરદાર વળાંક

આ પણ વાંચોઃ-સુરતઃ પૂત્રવધૂએ નિર્દયી રીતે વૃદ્ધ સાસુને ફટકારી, કાંતા બહેનની કહાની વાંચીને તમે પણ રડી જશો

પતિ બેકાર હોવાથી પૈસાની લાલચમા પત્નીએ આ કૃત્ય કર્યુ હતુ. જેને લઈને ક્રાઈમ બ્રાંચે ફરિયાદ નોંધીને બે આરોપીન કરી ધરપકડ.નિમેષભાઈ મરાઠીએ 15 વર્ષ પહેલા વીમો લીધો હતો. અને તે પ્રિમીયમ ભરતા હતા. તેમની પત્ની નંદાને ખબર હતી કે પતિના મોત બાદ લાખો રૂપિયાનો વીમો મળશે.આ પણ વાંચોઃ-રાજકોટઃ ACPના કમાન્ડોની હત્યામાં સામેલ આરોપી અજયરાજ સિંહ જાડેજાનો ભડાકા કરતો video viral

જેથી પતિ ત્રણ મહિના માટે મધ્યપ્રદેશ ગયો ત્યારે નંદા એ તેમનું ડેથ સર્ટીફીકેટ બનાવ્યુ હતું અને વીમા કંપનીમાં આ ડોક્યુમેન્ટ આપી વીમો મંજૂર કરાવી આઠ લાખ જેટલી રકમ મેળવી લીધી છે. જેની જાણ તેના પતિ નિમેષ ભાઈને થતા તેણે  જન્મ-મરણ વિભાગ ખાતે જઇ તપાસ કરતા વર્ષ 2019ના માર્ચ મહિનામાં તેમનું મરણ સર્ટિફિકેટ બની ગયું હતું.

આ પણ વાંચોઃ-જોત જોતામાં મગરને જીવતો જ ગળી ગયો અજગર, video જોઈને ઉડી જશે હોશ

જેથી તેઓને પાક્કી શંકા ગઈ હતી કે તેમની પત્નીએ મરણ સર્ટીફીકેટ બનાવ્યુ હતુ. જેથી ક્રાઈમ બ્રાંચમા ફરિયાદ નોંધાવતા આ આ મહિલાનો પ્રર્દાફાશ થયો.મહત્વનુ છે કે પત્ની નંદાનુ કાડ પતિને ખબર થતા તેણે આ બાબતે પત્નીને પુછતા તેણે નિમેષભાઈને ઘરમાંથી કાઢી મુકયો હતો.અને ફુટપાથ પર રેહવાનો વખત આવ્યો હતો. નિમેષભાઈએ જાગૃત નાગરિકની ફરજ બજાવીને પત્નીનો પ્રર્દાફાશ કર્યો. હાલમા ક્રાઈમ બ્રાંચે નંદા મરાઠી અને હરિકૃષ્ણની ધરપકડ કરીને વધુ પુછપરછ શરૂ કરી છે.
Published by: ankit patel
First published: July 8, 2021, 8:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading