અમદાવાદ : પત્નીના મોટાબાપાની દીકરી સાથે પતિ રંગેહાથ ઝડપાયો, થઈ જોવા જેવી


Updated: April 16, 2021, 11:56 PM IST
અમદાવાદ : પત્નીના મોટાબાપાની દીકરી સાથે પતિ રંગેહાથ ઝડપાયો, થઈ જોવા જેવી
પ્રતિકાત્મક તસવીર

જાણ થઈ હતી કે તેની મોટા બાપાની દીકરીના ઘરે તેનો પતિ રાત્રે ગયો હતો અને વહેલી સવાર સુધી ત્યાં જ છે. જેથી તે લોકોએ ત્યાં જઈને જોયું તો બંને...

  • Share this:
અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીએ તેના પતિ તથા સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીએ આક્ષેપ કર્યો છે કે લગ્ન બાદ તેના સાસરિયાઓએ તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને બે છોકરીઓને જન્મ આપ્યો છે, તું તો છોકરો પેદા કરી શકતી નથી તેમ કહી દહેજ પેટે રોકડા પિયરમાંથી લઈ આવવાનું દબાણ કરી પતિએ તેને માર માર્યો હતો.

ફરીયાદ અનુસાર, અન્ય એક મહિલા કે જે આ ફરિયાદી યુવતીના મોટા બાપાની દીકરી થાય છે તેની સાથે તેના પતિએ અનૈતિક સંબંધો બાંધી તલાક આપવાની ધમકી આપતા મહિલાએ આખરે કંટાળીને ફરિયાદ નોંધાવી છે. આટલું જ નહીં પતિને જે મહિલા સાથે સંબંધ હતા તેને પણ ધમકી આપી હતી કે, 'તું તારા પતિને છોડી દે તો હું તેમની સાથે લગ્ન કરી શકુ'. જેથી સમગ્ર બાબતે શહેરકોટડા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોવિચિત્ર હકિકત: આ છે કલિયુગની 'કુંભકર્ણ', 1 વખત ઊંઘી જાય તો 13 દિવસ સુધી નથી ખોલતી આંખો

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, શહેરના વટવામાં રહેતી ૨૪ વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2014માં થયા હતા. લગ્ન બાદ આ યુવતી તેના સાસરે રહેવા ગઇ હતી. આ યુવતીને પતિ થકી સંતાનમાં બે દીકરીઓ જન્મી હતી. લગ્નના બે વર્ષ બાદ આ યુવતીનો પતિ તથા તેના ભાઈઓ અને ભાભીઓએ આ યુવતીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને પિયરમાંથી કશું લાવી નથી તેમ કહી સતત તેને માનસિક શારીરિક ત્રાસ આપ્યો હતો અને સાસરિયાઓ અવાર નવાર બે છોકરીઓ ને જન્મ આપ્યો છે તું તો છોકરો પેદા કરી શકતી નથી તેમ કહી તેને ત્રાસ આપતા હતા. આ યુવતીના સાસરિયાઓ તેના પતિને તેના વિરુદ્ધ ખોટી ચઢામણી કરી તેને ત્રાસ આપતા અને જેના કારણે તેનો પતિ તેને માર પણ મારતો હતો અને પિયરમાંથી દહેજ લાવવાનું દબાણ કરતો હતો. દીકરીનું ઘર ન ભાગે તેથી યુવતીના પિયરજનો એ અનેક વખત તેના સાસરે રૂપિયા પણ મોકલ્યા હતા. છતાંય સાસરિયાઓ અવાર નવાર તેને ત્રાસ આપતા હતા.

ફરિયાદી યુવતીના મોટા બાપાની દીકરી કે જેના લગ્ન એક યુવક સાથે થયા હતા. પરંતુ તે બંને વચ્ચે તકરાર ચાલતી હોવાથી તે તેના પિયરમાં રહેતી હતી અને બે ત્રણ વર્ષ પહેલાંથી ફરિયાદી યુવતીના મોટા બાપાની દીકરીના ફરિયાદી યુવતીના પતિ સાથે આડા સંબંધો બંધાયેલા હતા. યુવતીનો પતિ તથા આ યુવતી બંને હોટલમાં મળતા હતા અને જેથી સાસરિયાઓ તલાક આપવાની ધમકી આપતા હતા.

આ પણ વાંચોરૂવાંટા ઉભા થઈ જાય તેવો Video: અડધા સળગેલા મૃતદેહને ફેંદી ખાઈ રહ્યા શ્વાન, તંત્રની પોલ ખુલી મહિલા અનુસાર, એક દિવસ આ યુવતીના ભાઇને જાણ થઈ હતી કે તેની મોટા બાપાની દીકરીના ઘરે તેનો પતિ રાત્રે ગયો હતો અને વહેલી સવાર સુધી ત્યાં જ છે. જેથી તે લોકોએ ત્યાં જઈને જોયું તો બંનેને અનૈતિક સંબંધો બાંધતા રંગે હાથે પકડી લીધા હતા. જેથી ફરિયાદી યુવતીના મોટા બાપાની દીકરી એ તેને ધમકી આપી હતી કે, તું તારા પતિને છોડી દે તો હું તેમની સાથે લગ્ન કરી શકું. જેથી સમગ્ર બાબતોથી કંટાળીને મહિલાએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by: kiran mehta
First published: April 16, 2021, 11:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading