અમદાવાદ : બૂટલેગર રાજુ ગેંડીના પુત્રના આતંકનો CCTV Video, ઉઘરાણીએ આવેલા વેપારીને માર્યો ઢોર માર

News18 Gujarati
Updated: July 28, 2021, 6:49 PM IST
અમદાવાદ : બૂટલેગર રાજુ ગેંડીના પુત્રના આતંકનો CCTV Video, ઉઘરાણીએ આવેલા વેપારીને માર્યો ઢોર માર
ગેંડી ગેંગના આતંકનો વી઼ડિયો સીસીટીવીમાં કેદ

Ahmedabad News : અમદાવાદના પૂર્વ વિસ્તારના કુખ્યાત બૂટલેગર રાજુ ગેંડીના પુત્ર વિક્કી ગેંડી અને તેની ગેંગના માણસોએ બૂટ-ચપ્પલના વેપારીને માર્યો, જુઓ આતંકનો વીડિયો

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ : અમદાવાદના (Ahmedabad) સરદાર નગર (Sardarnagar) વિસ્તારમાં કુખ્યાત બૂટલેગર (Bootlegger) રાજુ ગેંડી (Raju Gendi) અને તેના દીકરા વિકી ગેંડીના (Vicky Gendi) આતંકની ઘટના સામે આવી છે. ગેંડી ગેંગ દ્વારા ઉઘરાણીએ આવેલા એક બૂટ-ચપ્પલના ધંધાર્થીને (Beaten Businessman) લમધારવામાં આવ્યો હતો. આતંકવની આ ઘટનાનો સીસીટીવી વીડિયો (CCTV Video) સામે આવ્યો છે. વેપારીનો આક્ષેપ છે કે આશરે 7000 રૂપિયાનો માલ લીધા બાદ પૈસા ચુકવ્યા નહોતા અને પૈસા લેવા ગયા તો પોતાના સાગરિતો સાથે મળીને અને ઢોર માર માર્યો હતો.

સીસીટીવી ફૂટેજમાં દેખાતા દ્રશ્યો સરદારનગરના છે, જ્યાં કુખ્યાત બુટલેગર રાજુ ગેંડીનો દીકરો વિકી ગેંડી વેપારીને માર મારતો જોવા મળી રહ્યો છે. વિકી ગેંડી એ પોતાનાં પરિવારમાં જન્મદિવસ હોવાથી પોતાના સમગ્ર પરિવાર માટે સરદારનગરનાં વેપારી પાસેથી રૂપિયા 7500 ના બુટ અને ચપ્પલ લઈ ગયો હતો. જેનાં પૈસા ઓનલાઈન આપવાનુ કહીનો દોઢ મહિનાથી ન આપતો હોવાથી વેપારીઓ લેવાનાં નીકળતા પૈસા માંગતા તેને ઢોર માર મારીને ફરિયાદ ન કરવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો : રાજકોટ : જાણીતા સમાજ સેવિકાના પતિ કેતન પટેલે FB Liveમાં આપઘાતનો પ્રયાસ કર્યો

જોકે આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે..મહત્વનું છે કે કુખ્યાત કુખ્યાત બુટલેગર રાજુ ગેંડી તો હાલ જેલના સળિયા ગણી રહ્યો છે પરંતુ તેનો દીકરો અને સાગરીતો મારફતે સરદારનગર વિસ્તારમાં દારૂની હાટડીઓ બેફામ ચલાવી રહ્યો છે...ત્યારે તેના ત્રાસથી કંટાળીને અનેક વેપારીઓએ વિસ્તારમાંથી હિજરત પણ કરી રહ્યા છે.પોલીસ ની રહેમ નજર હેઠળ સરદરનગર વિસ્તારમાં બિલાડીની ટોપની જેમ દારૂનો વ્યવસાય ચાલી રહ્યો છે ત્યારે આવા બુટલેગરો વિસ્તારમાં દબદબો બનાવી રાખવા માટે થઈને વેપારીઓને હેરાન કરતા રહે છે.

આ પણ વાંચો : કચ્છ : કોટડા ચકારના સરપંચ પર હુમલાનો CCTV Video, પંચાયતના જ સદસ્યએ ઘોકાના ફટકા માર્યા

ઉલ્લેખનીય છે કે રાજુ ગેંડીના સાગરીતો દ્વારા વેપારીઓ પાસેથી વસ્તુ લેવામાં આવે છે અને પૈસા પણ આપવામાં આવતા નહીં હોવાનો આક્ષેપ સરદારનગર વિસ્તારના વેપારીઓ કરી રહ્યા છે. મહત્વનું છે કે આવા અસમાજિક દૂષણોને ડામવા માટે થઈને સ્થાનીક પોલીસ અસમર્થ નીવડી રહી છે તે વાત પણ એટલી જ હકીકત છે.

હાલતો આ સમગ્ર મામલે એરપોર્ટ પોલીસે 3 શખસો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે પરંતુ પોલીસે કોઈ નક્કર કાર્યવાહી કરી હોય તેવું જોવા મળી નથી રહ્યું. આગાઉ વર્ષ 2014 માં પણ આજ વેપારી જોડે પણ મારમારી કરી હોવાનું રટણ ફરિયાદી કરી રહ્યા છે આ સાથે જ તેમની દુકાનની પાછળના ભાગે હજી પણ રાજુ ગેંડી દ્વારા દારૂના અડ્ડા ચલવાઈ રહ્યા છે.
Published by: Jay Mishra
First published: July 28, 2021, 6:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading