અમદાવાદ : 'ઇસકી ગાડી, ઉસકે નામ', ગાડી લે-વેચ કરનાર કૌભાંડી આખરે ઝડપાયો, કેવી રીતે કરતો છેતરપિંડી?


Updated: April 22, 2021, 9:01 PM IST
અમદાવાદ : 'ઇસકી ગાડી, ઉસકે નામ', ગાડી લે-વેચ કરનાર કૌભાંડી આખરે ઝડપાયો, કેવી રીતે કરતો છેતરપિંડી?
ગાડી લે-વેચ કરનાર ફ્રોડ ઝડપાયો

નિખિલ વ્યાસ કે જે ગાડીઓ લે વેચનો ધંધો કરે છે અને તેની આડમાં છેતરપિંડીની ચેઇન ચલાવે છે.

  • Share this:
અમદાવાદ : ઇસકી ટોપી ઉસકે સર કદાચ આ કહેવત આપણે સૌ કોઈએ સાંભળી હશે પરંતુ ઇસકી ગાડી ઉસકે નામ આ પ્રકારની કરતૂત શહેરના નરોડા વિસ્તારમાં રહેતો નિખિલ વ્યાસ છેલ્લાં ઘણા વર્ષોથી આચરી રહ્યો છે. અગિયાર થી પણ વધુ ગુના નિખિલ વ્યાસ આચરી ચુક્યો છે. અને આખરે પાપનો ઘડો ફૂટી જતા આ નિખિલ પોલીસના હાથે આવી ગયો છે.

નરોડા પોલીસે છેતરપિંડીના માસ્ટર માઈન્ડની ધરપકડ કરી છે. આરોપી ફોર વહીલર ગાડીઓની ઉઠાંતરી કરે છે. બાદમાં ઓનલાઇન વેચવા મુકેલી ગાડીઓ લઇને ગ્રાહકને પુરા રૂપિયા નહીં આપી છેતરપિંડી આચરતો હતો. અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરોમાં આ નિખિલ એ છેતરપિંડી આચરી છે. નિખિલ વ્યાસ કે જે ગાડીઓ લે વેચનો ધંધો કરે છે અને તેની આડમાં છેતરપિંડીની ચેઇન ચલાવે છે. કોઈ પણ ગ્રાહક તેની પાસે ગાડી વેચવા માટે આવે એટલે ગાડીની કિંમતના થોડા ઘણા રૂપિયા આપી બાદમાં ગાડી બારોબાર વેચી નાંખતો હતો અથવા તો તેના મળતિયાઓને જોડે ગાડી ગીરવે મૂકી દેતા હોવાના અઢળક કિસ્સાઓ હાલ પોલીસ તપાસમાં સામે આવ્યા છે.

આ પણ વાંચો - રાજ્યમાં Covid-19 માટે નવી ગાઇડલાઇન: જુઓ શું કરવું અને શું ના કરવું? તજજ્ઞ ડોક્ટરોએ જણાવી તમામ હકિકત

ગાડી ની લે વેચના ધંધામાં ફાવટ આવી જતા રૂપિયા કમાવવાના શોર્ટ કટ રસ્તો શોધવામાં માટે થઈને ગ્રાહકોની ગાડીઓ લઈને બરોબર અન્ય કોઈ વ્યક્તિને વેચી દેતો હોવાની કેફિયત આરોપીએ પોલીસ સમક્ષ કબૂલી છે. મહત્વનું છે નરોડા પોલીસ સ્ટેશનમાં 09 જેટલા ગુના નોંધાયેલા છે અને અન્ય 01 રાજકોટ અને 01 સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. ચીટર નિખીલ વ્યાસ બેંકોની સ્લીપ પણ પોતાની પાસે રાખતો હતો જેથી કરીને કોઈ પણ ગ્રાહકને આશ્વાશન આપવા માટે થઈને બેન્કમાં રૂપિયા જમા કરાવ્યાની ખોટી સ્લીપ પણ ગ્રાહકોને મોકલતો હતો જેથી કરીને સામે વાળા ગ્રાહકને વિશ્વાસ આવી જાય.

આ પણ વાંચોસારા સમાચાર: Indian Oil ગ્રાહકો માટે લાવ્યું એક્સ્ટ્રા તેજ સિલિન્ડર, હવે 14% ગેસની થશે બચત, જાણો ખાસીયત

ગાડીઓની લે-વેચ કરતા કરતા ગાડીઓની હેરાફેરી કરનારો નિખીલ વ્યાસ અધધ ગાડીઓના માલિકો જોડે છેતરપિંડી આચરી ચુક્યો છે. ઉપરાંત અગાઉ નિખિલ વ્યાસની નરોડા ગેલેક્સી ઓફિસમાં શેર માર્કેટના ડબ્બા ટ્રેડિંગની પણ રેઇડ પડી હતી જેમાં પણ નિખીલ વ્યાસની ધરપકડ કરવામાં આવી હતી. હાલ નરોડા પોલીસે નિખીલ વ્યાસની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે હાલ મુદ્દમાલ રીકીવર કરવાની તજવીજ હાથ ધરી છે.
Published by: kiran mehta
First published: April 22, 2021, 9:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading