અમદાવાદ : અજાણી લિંક પર Click કરતા 100 વાર વિચારજો, તમે પણ બની શકો છો નગ્નતાનો શિકાર


Updated: February 16, 2021, 5:42 PM IST
અમદાવાદ : અજાણી લિંક પર Click કરતા 100 વાર વિચારજો, તમે પણ બની શકો છો નગ્નતાનો શિકાર
નગ્ન વીડિયો બનાવી બ્લેક મેઈલ કરતા

સૌરાષ્ટ્રના એક વેપારીનો ન્યૂડ વીડિયો ઉતારી પૈસા પડાવ્યા પડાવ્યાનો પણ આરોપ આ ગેંગ ઉપર લાગ્યો છે.

  • Share this:
અમદાવાદ : ગુજરાત કે અમદાવાદ નહીં પરંતુ દેશ ભરમાં એક એવી ગેંગ સક્રિય થઈ છે કે જે પુરુષોને ટાર્ગેટ કરી તેમની પાસેથી રૂપિયા પડાવતી હોય છે અને જેના લપેટમાં અનેક લોકો આવી જતા હોય છે પરંતુ, કેટલાક લોકો બીકના માર્યે તો કેટલાક લોકો શરમના કારણે ફરિયાદ નથી કરતા.

વાત કંઈ એમ છે કે, ભોગ બનનાર કોઈ એવી લિંક ઉપર જતા રહે છે ત્યારબાદ તેમની ઉપર કોઈ પણ યુવતીનો વીડિયો કોલ આવે છે, અને ત્યારબાદ એ યુવતી લોકોને ફસાવી સામે વાળા વ્યક્તિનો નગ્ન વીડિયો બનાવીને તેમને રૂપિયા માટે ફોન કરે છે.

મહત્વ નું છે કે, વીડિયો કોલ બાદ થોડા સમયમાં જ સામેથી કોઈ યુવકનો ફોન આવે છે અને ત્યારબાદ રૂપિયાની માંગણી કરે છે અને રૂપિયા નહીં આપો તો વીડિઓ વાયરલ કરવાની ધમકી આપે છે. આવી જ રીતે એક ભોગ બનનાર વ્યક્તિએ cid ક્રાઈમની સાયબર સેલનો સંપર્ક કર્યા હતો અને જેમાં તેમની પાસેથી 51 હજાર પડાવી લેવા માં આવ્યા હતા.

આ પણ વાંચોઅમદાવાદ : એકા-એક માસ્કના મેમો થયા ઓછા, Corona ઓછું થયો એટલે કે ચૂંટણી આવી એટલે?

સોશ્યિલ મીડિયાનો દુરુપયોગ કરી રૂપિયા પડાવતી આ ગેંગને પકડવા cid ક્રાઈમ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને સોશીયલ મીડિયાનો દુરુપયોગ કરી પૈસા પડાવતી ગેંગ પકડાઇ ગઈ છે. cid ક્રાઈમે મેવાતી ગેંગના બે સાગરીતોને પકડી પાડેલ છે. સૌરાષ્ટ્રના એક વેપારીનો ન્યૂડ વિડીયો ઉતારી પૈસા પડાવ્યા પડાવ્યાનો આરોપ આ ગેંગ ઉપર લાગ્યો છે.

આ પણ વાંચો - અમદાવાદ : યુવક-યુવતીએ કપડાં લઈ કમિશ્નર કચેરીએ નાખ્યા ધામા, ભયભીત યુગલે જણાવી પરેશાનીમેવાતી ગેંગ બોગસ ફેસબુકના આઈડીથી મિત્રતા કેળવી બ્લેકમેઇલ કરવાનું કામ કરતી હોવાનું સામે આવ્યું છે. પોલીસે મેવાતી ગેંગના ઉરસદખાન મેવ અને અકુરઉઝની કરી ધરપકડ ફરિયાદીના વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી ₹51હજાર પડાવી લીધા હતા.

CID ક્રાઇમના સાયબર સેલે ટેક્નિકલ એનાલિસિસ અને IP એડ્રેસ આધારે ગુનાનો ભેદ ઉકેલ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે આ ગેંગમાં અન્ય કોણ સામેલ છે અને આ લોકો આવી રીતે અન્ય કેટલા લોકોને ભોગ બનાવી ચુક્યા છે તે તમામ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by: kiran mehta
First published: February 16, 2021, 5:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading