અમદાવાદ : 7 કરોડના કૌભાંડમાં કમિશન લઈ બેંક એકાઉન્ટ પૂરા પાડનાર ઝડપાયો, જાણો શું છે આ કૌભાંડ

News18 Gujarati
Updated: July 23, 2021, 7:30 PM IST
અમદાવાદ : 7 કરોડના કૌભાંડમાં કમિશન લઈ બેંક એકાઉન્ટ પૂરા પાડનાર ઝડપાયો, જાણો શું છે આ કૌભાંડ
શિક્ષણ વિભાગમાં રૂપિયા 7 કરોડથી વધુની છેતરપિંડીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી

શિક્ષણ વિભાગના હિશાબનીશ રાજેશ રામી દ્વારા છેલ્લા 5 વર્ષમાં પોતાની ફરજ દરમિયાન આશરે 7 કરોડથી વધારેની છેતરપિંડી કરી છે. જે તમામ ગુનામાં તેની સાથે સંડોવાયેલ આરોપી હાર્દીક પંડ્યાની પણ કારંજ પોલીસે ધરપકડ કરી

  • Share this:
અમદાવાદ : શિક્ષણ વિભાગમાં રૂપિયા 7 કરોડથી વધુની છેતરપિંડીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીએ કમિશન મેળવી આરોપીને બેંક એકાઉન્ટ પૂરા પાડ્યા હતા. ઉપરાંત આ ગુનામાં સરકારી અધિકારી કર્મચારીની પણ સંડોવણી સામે આવી શકે છે. સાથે જ આ કૌભાંડમાં વધુ એક ફરિયાદ દેત્રોજ પોલીસ મથકે નોંધાઈ છે. એટલે કે આશરે 7 કરોડની છેતરપિંડી મામલે અલગ અલગ 3 ફરિયાદની તપાસ ચાલી રહી છે.

શિક્ષણ વિભાગના હિશાબનીશ રાજેશ રામી દ્વારા છેલ્લા 5 વર્ષમાં પોતાની ફરજ દરમિયાન આશરે 7 કરોડથી વધારેની છેતરપિંડી કરી છે. જે તમામ ગુનામાં તેની સાથે સંડોવાયેલ આરોપી હાર્દીક પંડ્યાની પણ કારંજ પોલીસે ધરપકડ કરી છે. હિશાબનીશ રાજેશ રામીની પૂછપરછ કરતા 197 જેટલા બેંક અકાઉન્ટ સામે આવ્યા હતા. જેમાથી 35 જેટલા બેંક અકાઉન્ટ હાર્દીક પંડ્યાએ આપ્યા હતા. જેમા 1 કરોડથી વધુ રૂપિયાનું ટ્રાન્જેકશન થયુ હતું. જેથી આરોપી હાર્દીકની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય બે આરોપીના નામ સામે આવ્યા છે જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો - બેંકના ગ્રાહકો માટે એલર્ટ : જો તમારા મોબાઈલમાં આ 11 એપ્લિકેશન હોય તો તરત કરી દો Delete, જુઓ લિસ્ટ

આશરે 7 કરોડથી વધુનું સરકારને નુકશાન પહોંચાડનાર આરોપીની તો ધરપકડ થઈ પરંતુ સિસ્ટમમાં રહેલા અને સરકારી કર્મચારી અધિકારીની પણ સંડોવણી સામે આવી શકે છે. જેમા બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર અને સહી કરનાર સરકારી અધિકારીની પણ સંડોવણી હાલની તપાસ મુજબ ખુલી રહી છે. જેને લઈ પોલીસ તપાસ કરી રહી છે .આ સાથે દિવના પણ એક આરોપીનુ નામ સામે આવ્યુ છે. જેની પોલીસ શોધખોળ કરી રહી છે. પોલીસનુ માનવું છે કે આ ગેંગના તમામ આરોપી ઝડપાયા બાદ મોટા ખુલાસા થઈ શકે છે.

રાજેશ રામીની ધરપકડ બાદ તેની વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો છે. અગાઉ માંડલ, કારંજ અને હવે દેત્રોજમાં પણ ગુનો નોંધાયો છે. એટલે કે રામી એન્ડ કંપનીએ સરકારને 7 કરોડથી વધુ નો ચુનો ચોપડ્યો છે. જોકે સરકારી અધિકારીની સંડોવણી વિના આટલુ મોટુ કૌભાંડ થવું શક્ય નથી, ત્યારે જોવુ એ રહ્યુ કે પોલીસ તપાસમાં શું વધુ ખુલાસા થાય છે.
Published by: Ashish Goyal
First published: July 23, 2021, 6:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading