અમદાવાદઃ કોરોના દર્દીઓ માટે મોટી રાહત! માત્ર રૂ.100ના ટોકન ચાર્જમાં ઘરે બેઠા ઓક્સિજન મશીન મળી જશે


Updated: April 18, 2021, 7:33 PM IST
અમદાવાદઃ કોરોના દર્દીઓ માટે મોટી રાહત! માત્ર રૂ.100ના ટોકન ચાર્જમાં ઘરે બેઠા ઓક્સિજન મશીન મળી જશે
પ્રતિકાત્મક તસવીર

કોરોના દર્દીઓમાં સંખ્યામાં સતત વધારાને ધ્યાનમાં લેતાં લાયન્સ ડિસ્ટ્રિક્ટએ પોર્ટેબલ ઓક્સિજન મશીન બેંક લોંચ કરવાની જાહેરાત કરી છે.

  • Share this:
અમદાવાદ: શહેરમાં કોવિડ-19 કેસોની (covid-19) સંખ્યામાં સતત વધારાને ધ્યાનમાં લેતાં લાયન્સ ડિસ્ટ્રિક્ટએ (Lions District) પોર્ટેબલ ઓક્સિજન મશીન બેંક (Portable oxygen machine bank) લોંચ કરવાની જાહેરાત કરી છે. શહેરની હોસ્પિટલોમાં (hospital) બેડની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને 2-3 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે ત્યારે આ પહેલ અંતર્ગત ગંભીર રીતે બિમાર દર્દીઓને ઘરે જ ઓક્સિજન મશીન (Oxygen machine) પૂરાં પાડશે. તે પણ નિ શુલ્ક અપાશે. માત્ર 100 રૂપિયા ટોકન ચાર્જ આપી ઘર બેઠા ઓક્સિઝન મશીન મળી જશે.

હાલની પડકારજનક સ્થિતિમાં લાયન્સ ડિસ્ટ્રિક્ટ પોર્ટેબલ ઓક્સિજન મશીન દ્વારા એક નવીન પ્રોજેક્ટ રજૂ કર્યો છે, જે અંતર્ગત ગંભીર બિમાર દર્દીઓને ઘરે જ ઓક્સિજન મશીન મળી રહેશે. દર્દીઓની ઘરે સારવાર માટે 5 અને 10 લીટરની ક્ષમતાનો પોર્ટેબલ ઓક્સિજન મશીન પૂરાં પડાશે. આ પ્રોજેક્ટનો ખ્યાલ પૂર્વ ઇન્ટરનેશનલ ડાયરેક્ટર પ્રવિણ છાજેડે રજૂ કર્યો છે અને તેમણે વિસ્તૃત જાણકારી આપતાં જણાવ્યું હતું કે, “પોર્ટેબલ ઓક્સિજન મશીન રજૂ કરતાં અમે અત્યંત સંતોષની લાગણી અનુભવી રહ્યાં છીએ. કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે અને હોસ્પિટલમાં પર્યાપ્ત માત્રામાં બેડ ઉપલબ્ધ નથી ત્યારે મને વિશ્વાસ છે કે ગંભીર રીતે બિમાર દર્દીઓને પોર્ટેબલ ઓક્સિજન મશીનથી ચોક્કસપણે રાહત મળશે. મહામારી દરમિયાન લાયન્સ ક્લબ દ્વારા વિવિધ ઉમદા પહેલ કરવામાં આવી છે અને પોર્ટેબલ ઓક્સિજન મશીન તેનો જ એક હિસ્સો છે.”

મહત્વપૂર્ણ છે કે લાયન્સ ક્લબના સભ્યો પોર્ટેબલ ઓક્સિજન મશીન દાન કરવા માટે આગળ આવ્યાં છે. પાંચ લીટર મશીનની કિંમત રૂ. 36,500 અને 10 લીટર મશીનની કિંમત રૂ. 76,500 છે. હાલમાં ક્લબે અમદાવાદ સેન્ટર માટે તેના સદસ્યો તરફથી 50 મશીન દાન પેટે પ્રાપ્ત કર્યાં છે અને તેનાથી સમાજના અન્ય સદસ્યો તરફથી પણ સકારાત્મક પ્રતિસાદ પ્રાપ્ત થયો છે. ક્લબ નજીકના ભવિષ્યમાં મશીનની સંખ્યા વધારીને 1000ને પાર કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ ઓક્સિજન બેંકનું સંચાલન કર્ણાવતી શાંતાબેન વિષ્ણુભાઇ આઇ હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ-રુંવાડા ઊભા કરી એવી ઘટના! લાચાર પતિ કોરોના સંક્રમિત પત્નીને લઈને ભટકતો રહ્યો, ન મળી સારવાર, દુઃખી પત્ની કરી આત્મહત્યા

આ પણ વાંચોઃ-કોરોના સ્ટ્રેનનું ભયાનક રૂપઃ 24 કલાકમાં જ મહિલાના 80% ફેફસાં કરી નાંખ્યા ખરાબ, એક્સ-રે જોઈ ડોક્ટરો ચોંકી ગયા

લાયન્સ કર્ણાવતી શાંતાબેન વિષ્ણુભાઇ આઇ હોસ્પિટલનું સંચાલન અને માલીકી લાયન્સ ક્લબ ઓફ કર્ણાવતી દ્વારા થઇ રહ્યું છે, જે 2000થી વધુ સદસ્યોની ક્ષમતા સાથે વિશ્વની સૌથી મોટી લાયન્સ ક્લબ છે. વિશ્વભરમાં 1.4 મિલિયન લાયન મેમ્બર્સ છે અને તે 210 દેશોમાં ઉપસ્થિતિ ધરાવે છે. વિશ્વભરમાં કોવિડ-19 મહામારીને અચાનક ફેલાવા અને ત્યારબાદ લોકડાઉન વખતે હજારો શ્રમિકોએ શ્રમિક ટ્રેન દ્વારા પોતાના વતન જવા રવાના થયાં હતાં તે સમયે લાયન્સ ક્લબ કર્ણાવતીએ સમાજને સહયોગ કર્યો હતો તથા પીએમ કેર્સ અને સીએમ કેર્સ ફંડમાં રૂ. 50 લાખનું યોગદાન આપ્યું હતું. વધુમાં શ્રમિકો વચ્ચે વિનામૂલ્યે ફૂડ પેકેટ્સનું વિતરણ કરાયું હતું.આ પણ વાંચોઃ-અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો! પરિણીતા ગર્ભવતી થઈ ત્યારે જ ઘરે આવી પતિની પ્રેમિકા અને પછી...

આ પણ વાંચોઃ-મોબાઈલ ઉપર વાત કરવા માટે ટોકી તો ભાભીએ નણંદની કરી નાંખી હત્યા, લાશને પથારીમાં લપેટી બોક્સમાં રાખી

આ ઉપરાંત લાયન્સ ક્લબ કર્ણાવતી એલએમએલ સ્કૂલ પણ ચલાવે છે, જે તેની શ્રેણીમાં પ્રતિષ્ઠિત સ્કૂલ પૈકીની એક છે અને 1100થી વધુ વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ પ્રદાન કરે છે. તે વધુ 1000 વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રદાન કરવા ક્ષમતા નિર્માણ કરી રહ્યું છે. તે કિડની ડાયાલિસિસ સેન્ટર પણ ચલાવે છે, જ્યાં જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે કિડની ડાયાલિસિસની સુવિધા પૂરી પડાય છે. તેના દ્વારા સંચાલિત આઇ હોસ્પિટલમાં વિનામૂલ્યે 125000 આંખના ઓપરેશન કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત બ્લડ બેંક રિપ્લેસમેન્ટ વિના બ્લડ પૂરું પાડ છે તથા ક્લબના સદસ્યો નિયમિત ધોરણે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરે છે.લાયન્સ ક્લબ દ્વારા ગાંધીધામ, ભૂજ, વાપી અને દેશના અન્ય કેન્દ્રોમાં પણ આવા સેન્ટર્સ શરૂ કરવાનું આયોજન છે. આ ખ્યાલ બીજા એનજીઓ સમક્ષ પણ રજૂ કરાયો છે અને જિતો (ઇન્ટરનેશનલ), JAYCEES ઇન્ડિયા અને અન્ય સ્થાનિક સામુદાયિક સંસ્થાઓએ દેશભરમાં આ પ્રકારના પ્રોજેક્ટ્સ શરૂ કરવાનું આયોજન કર્યું છે.
Published by: ankit patel
First published: April 18, 2021, 7:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading