અમદાવાદ : લવરમૂછિયાઓ નહીં સુધરે! રાત્રિ કર્ફ્યૂમાં B-Day ઉજવવો ભારે પડ્યો, ગણવા પડ્યા જેલના સળિયા


Updated: June 21, 2021, 1:28 PM IST
અમદાવાદ : લવરમૂછિયાઓ નહીં સુધરે! રાત્રિ કર્ફ્યૂમાં B-Day ઉજવવો ભારે પડ્યો, ગણવા પડ્યા જેલના સળિયા
શું તમારો બર્થ-ડે છે તમે રાત્રિ કર્ફ્યૂમાં કેક કાપીની ઉજવવાના છો તો જાણી લો, વટવામાં લવર મુૂછીયાઓને તલવારથી કેક કાપવી ભારે પડી, Video Viral થતા થઈ ધરપકડ

શું તમારો બર્થ-ડે છે તમે રાત્રિ કર્ફ્યૂમાં કેક કાપીની ઉજવવાના છો તો જાણી લો, વટવામાં લવર મુૂછીયાઓને તલવારથી કેક કાપવી ભારે પડી, Video Viral થતા થઈ ધરપકડ

  • Share this:
અમદાવાદ: જો તમારો જન્મદિવસ છે, (Birthday)  તમે અને તમારા મિત્રો જાહેર રોડ પર નાઈટ કરફ્યુમાં બર્થડેની (Night Curfew) ઉજવણી કરી રહ્યા છો તો જેલના સળિયા ગણવાના રહેશે. આવી જ એક બાદ એક ઘટનાઓ સામે આવતી રહે છે. શહેરના વટવા વિસ્તારમાં પણ આવી ઘટના બની હતી. કેટલાક જુવાનિયાઓ સેલિબ્રેશન કરવાના ચક્કરમાં હવે જેલના સળિયા ગણી રહ્યા છે.

કોરોના ગાઈડલાઈન જાહેર થયા બાદ  રાત્રીમાં જન્મદિવસની ઉજવણી કરવી એ ગેરકાયદે બાબત છે. વધુ એક આવો વિડીયો અમદાવાદના વટવા વિસ્તારનો (Viral Video) વાયરલ થયો હતો. વાયરલ વિડીયોના અહેવાલ પ્રસારિત થતા ની સાથે વટવા પોલીસ તપાસમાં જોડાઈ કે વિડીયો કોણે ઉતાર્યો, ક્યાંનો છે અને કોનો જન્મદિવસ હતો. તપાસ માં સામે આવ્યું કે સરતાજ નગર નો વિડીયો હોવાનું સામે આવતા ટિમો રવાના કરાઈ હતી. જેદ રહેમાન અન્સારી નો જન્મદિવસનો આ વીડિયો હતો તેવું સામે આવ્યું હતું.

આ પણ વાંચો : સુરત : લાલબત્તીરૂપ ઘટના! ચાના વેપારી થાંભલાને અડકી જતા મોત, કરન્ટના કારણે જીવ ગયો

વિડીયો ની અંદર અલગ અલગ યુવકો અલગ અલગ કેક અને ઘાતક હથિયાર એવા તલવાર નો ઉપયોગ કરાયો હતો. તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરતા અમુક શખશો નજરે પડી રહ્યા હતા.જેની વધુ તપાસ કરતા જેદ અન્સારી ના મિત્ર રિઝવાન ઇકબાલ શેખ, આરબજ સેજાદ સૈયદ, મનસુરી અફસર નિસાર, રયાન નાસીરખાન પઠાણ, અસપાક મેહબૂબ ભાઇ સૈયદ, ઈમરાન મોહમ્મદ હુસેન શેખ અને રિઝવાન ઇકબાલ શેખ નામના મિત્રો જુવાની ના જોશમાં આવી હોશ ખોઈ ને કોરોના ન મહામારી માં અને નાઈટ કરફ્યુ માં પોલીસને પડકારતો જન્મદિવસની ઉજવની કરતો વિડીયો વાયરલ કર્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદ : અનૈતિક સંબંધોના કારણે જન્મી હતી બાળકી, મહિલાએ હત્યા કરી ફેંકી દીધી

સામે પક્ષે પોલીસે પણ આવા લવર મૂછીયાઓને પણ કાયદાનું ભાન કરાવવા વીડિયો પરથી ઓળખ કરી ગણતરીના કલાકોમાં ઝડપી પાડયા હતા. ત્યારે પોલીસ હવે એક જ અપીલ કરે છે કે હજુય મહામારી યથાવત છે ત્યારે લોકોએ ટોળે વળી આ ભૂલ ન કરવી જોઈએ.
Published by: Jay Mishra
First published: June 21, 2021, 1:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading