અમદાવાદ : શહેરના એક પોલીસ અધિકારી થયા મહિલા કોન્સ્ટેબલ પર આફરીન?

News18 Gujarati
Updated: July 14, 2021, 3:51 PM IST
અમદાવાદ : શહેરના એક પોલીસ અધિકારી થયા મહિલા કોન્સ્ટેબલ પર આફરીન?
પ્રતિકાત્મક તસવીર

Ahmedabad police station : અમદાવાદ શહેર પોલીસ સ્ટેશનના અધિકારી પ્રેમના ખીલ્યાં હોવાની ચર્ચા, પણ આ વખતે આ પ્રેમ એકતરફી હોવાની ચર્ચા છે

  • Share this:
અમદાવાદ : શહેર પોલીસના પશ્ચિમ વિસ્તારના (Ahmedabad police statio) એક ઝોન વિસ્તારના તાબા હેઠળ આવતા પોલીસ સ્ટેશનના સિનીયર પીઆઇ એક મહિલા કોન્સ્ટેબલના એકતરફી પ્રેમમાં આફરીન થઈ ગયા હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યો છે. પ્રેમમાં પાગલ આ પીઆઇ વિરુદ્ધ મહિલા કોન્સ્ટેબલોએ મૌખિક રજુઆત પણ ઉચ્ચ અધિકારીઓને કરી હતી. આ સહિત એકતરફી પ્રેમમાં પડેલા પીઆઇ વિરુદ્ધ લેખિતમાં નનામી અરજીઓ થઈ છે. જેમાં આ અરજી એસીપી, ડીસીપી, જેસીપી અને પોલીસ કમિશનર સુધી કરવામાં આવી છે. જેમાં આ પીઆઇ વારંવાર નોકરીઓ બદલવી, વારંવાર પોતાની ચેમ્બરમાં મહિલા કોન્સ્ટેબલને બોલાવવી, મહિલા કોન્સ્ટેબલો રજા માંગવા આવે તો લાંબા સમય સુધી વાતો કરવી, ઠઠા મશ્કરીઓ કરવી અને એક મહિલા કોન્સ્ટેબલને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા બાદ બીજી મહિલા કોન્સ્ટેબલને બોલાવી તેની સાથે પણ આ જ રીતનું વર્તન કરવું જેવા આક્ષેપ કરાયા હોવાની ચર્ચા છે. આવા વર્તનથી કંટાળી મહિલા કોન્સ્ટેબલો સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવી અને અન્ય બહાના હેઠળ રજાઓ પર જતી રહી છે.

શહેરનો એક એવો વિસ્તાર જેમાં સૌથી વધુ કોર્પોરેટ અને રહેણાક વિસ્તાર આવેલા છે. આ વિસ્તાર જે પોલીસ સ્ટેશનના તાબામાં આવે છે અને હાલ નાની ઓફિસ જેવી જગ્યામાં જે પોલીસ સ્ટેશન ચાલી રહ્યું છે તેના એક સિનીયર પીઆઇ ફરી એક વાર વિવાદમાં આવ્યા છે. આમ તો પોલીસ તંત્રમાં ગુનેગારો સાથે સાંઠગાંઠ, રૂપિયાનો તોડ કરવો જેવા અનેક વિવાદો સામે આવતા હોય છે. પણ આ વખતે એસજી હાઇવેને અડીને આવેલા એક પોલીસ સ્ટેશનના પીઆઇનો પ્રેમ કરવાનો અંદાજ ચર્ચામાં છે. પોલીસ વિભાગમાં એવી ચર્ચા છે કે એક પીઆઇ જેમણે અત્યાર સુધી સાઈડ પોસ્ટિંગ મળ્યા હતા તેઓને પોશ વિસ્તારનું સારું પોલીસ સ્ટેશન મળતાં જ તેઓ ઘેલમાં આવી ગયા છે. વિસ્તારમાં થતા ગુનાઓને કાબુમાં ન લઈ શકનારા પીઆઇ હવે પ્રેમ પ્રકરણમાં વિવાદમાં આવ્યા છે.

આ પણ વાંચો - અમદાવાદ : પ્રેમીએ પરિણીત પ્રેમિકા ભૂમિકા પંચાલની ઘરમાં ઘૂસી હત્યા કરી, પ્રેમીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

આ પીઆઇ મોટાભાગે પોલીસ સ્ટેશનમાં તેમની નાની ચેમ્બરમાં બેસી રહેવાની ટેવ ધરાવે છે. અને અહીં બેઠા બેઠા છાન ગપાટિયા કરતા હોવાની ચર્ચા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં નનામી અરજી થઈ છે. જેમાં આ પીઆઇ અમુક મહિલા કોન્સ્ટેબલો સાથે અલગ પ્રકારનો વ્યવહાર કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રૂબરૂ મળવા બોલાવી અલગ અલગ વાતો કરવી, નોકરીઓ બદલવી, એક કોન્સ્ટેબલ આવે ને બીજી કોન્સ્ટેબલને બોલાવી તેની સાથે વાતો કરવી જેવી હરકતો આ પીઆઇ કરતા હોવાનો અરજીમાં આક્ષેપ કરાયો છે. ઉચ્ચ અધિકારીઓને કરાયેલી અરજીને લઈને એસીપી કક્ષાના અધિકારી અરજીમાં નોંધાવેલા તમામ આક્ષેપોને લઈને તપાસ કરી રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓનું માનવું છે કે આક્ષેપો તદ્દન સાચા પણ ન હોય અને ખોટા પણ ન હોય, જેને લઈને અધિકારી ગંભીરતાથી તપાસ કરી રહ્યા છે. પીઆઇ અવાર નવાર આ કોન્સ્ટેબલોની નોકરી બદલતા હોવાથી આવા આક્ષેપ કરાયા છે કે પછી હકીકત હોવાથી આવા આક્ષેપ કરાયા છે તે બાબતે તપાસ કરવામાં આવશે. આ આક્ષેપ વાળી અરજીઓ મળતા હવે તપાસમાં થોડો વિલંબ થાય તેમ લાગી રહ્યું છે કારણકે હાલ આ અધિકારીની તબિયત નાજુક છે.

પશ્ચિમ વિસ્તારના બે પીઆઇને લીધે વિભાગની બદનામી થાય છેસૂત્રોનું કહેવું છે કે શહેરના અતિ પોશ વિસ્તારમાં બે પોલીસ ઇન્સ્પેક્ટરો એવા છે જેના કારણે વારંવાર અધિકારીઓને નીચું જોવાનો વારો આવે છે. આ વિસ્તાર જે એક ડીસીપીના તાબામાં આવે છે તેઓ વિવાદથી દૂર હોય છે પણ તેમના વિસ્તારના બે પીઆઇ વારંવાર કોઈને કોઈ કારણથી આક્ષેપોનો ભોગ બને છે અને તેના કારણે આ પ્રામાણિક ઉચ્ચ અધિકારીઓને નીચું જોવાનો વારો આવતો રહે છે. એક પીઆઇ ખાણીપીણી બજાર માં આવતા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે જ્યારે અન્ય પીઆઇ કોર્પોરેટ વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. કોર્પોરેટ વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનના પીઆઇને તેમના નીચેના એક અધિકારી સાથે પણ બનતું ન હોવાથી પોલીસ સ્ટેશનનું વાતાવરણ બગડતું જતું હોવાની ચર્ચા છે.
Published by: Ashish Goyal
First published: July 14, 2021, 3:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading