જનક દવે, અમદાવાદ : અમદાવાદની (Ahmedabad) કાલુપુર રેવડી બજારમાં (Kalupur Revdi Bazar) 20 માર્ચના રોજ પાંચ દુકાનોમાં આગ (fire) લાગી હતી. જેમાં આતંકી (terror) ષડયંત્રનો ખુલાસો થયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચને (Ahmedabad Crime branch) મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાંચે નવા ટેરર મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આગચંપી બાદ ભુપેન્દ્રસિંહ નામના વ્યક્તિને હવાલાના માધ્યમથી દુબઇમાંથી રૂપિયા પણ ચૂકવવામાં આવ્યાં હતા. આ કેસમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા બે વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. આ આરોપીઓએ પીપીઇ કિટ પહેરીને આગ રેવડી બજારમાં આગ લગાવી હતી. જેનાથી તેમની ઓળખ ઉભી ન થાય. બીજી બાજુ તેઓ ડરનો માહોલ ઉભો કરી શકે. આ મામલે ઉચ્ચ સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાનનો હેન્ડલર બાબા ખાન આરોપી ભુપેન્દ્રસિંહ સાથે એક ખાસ એપ પર ચેટ કરતો હતો. News18 પાસે આ એક્ઝિક્લુઝિવ ચેટ છે જેમાં ભુપેન્દ્ર તેના આતંકી આકા સાથે શું વાત કરતો હતો તે સામે આવ્યું છે.
'દુકાન પે આ જાઓ'
પ્રાપ્ત અહેવાલો મુજબ બાબાખાન નામનો પાકિસ્તાનનો હેન્ડલર Wickr પર ગુપ્ત વાતચીત કરતો હતો. બાબાખાન એને વોટ્સએપ પર 'દુકાન પે આજાઓ' મેસેજ આપતો હતો. આ મેસેજમાં ઑટો ડિલિટનો ઓપ્શન આપવામાં આવે છે. જોકે, ક્રાઇમ બ્રાન્ચે આ ઑટો ડિલિટ કરવામાં આવી તેને પણ પોલીસે ડીકોડ હતી.
ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું કે ભુપેન્દ્ર અને પ્રવિણે આગ લગાવ્યા બાદ રેવડી બજારની આગનો વીડિયો પાકિસ્તાન બેસેલા તેમના આકાઓને આ વીડિયો મોકલ્યો હતો. આ વીડિયો મોકલ્યા બાદ બાબા ખાને કહ્યું હતું 'મજા નહીં આયા કુછ ઓર બડા કરો' આમ મોટા આતંકી હુમલાને અંજામ આપતા પહેલાં પાકિસ્તાનના આ આકાઓ આ પ્રકારની ઘટનાઓથી ટેસ્ટીંગ કરવા માગતા હતા.ભુપેન્દ્ર પકડાઈ જતા બાબા ખાન પરેશાન થયો હતો
ભુપેન્દ્ર હથિયાર લઈને ગુજરાત આવી રહ્યો હતો ત્યારે ઝડપાઈ ગયો હતો ત્યારે આ સમાચાર મળતા તેનો આતંકી આકા પરેશના થઈ ગયો હતો. આ ઘટના બાદ તેણે ભુપેન્દ્રને પૂછ્યું હતું કે 'તુમને પુલિસ કો બતાયા તો નહી? અગર બતા ભી દેતે તો પુલિસ મુજે પકડ નહીં પાયેગી' બાબા ખાનને વિશ્વાસ હતો કે તેની ચેટ નહીં પકડાય પરંતુ ક્રાઇમ બ્રાન્ચ આ ચેટને ડીકોડ કરવામાં સફળ રહી છે.
બાબા આતંકવાદી વારદાતને અંજામ અપાવતા પહેલાં ભુપેન્દ્રને અજમાવવા માંગતા હતો જેથી માટે તેણે ભુપેન્દ્રને 25,000 રૂપિયા પેટીએમથી આપ્યા હતા અને કહ્યું હતું કે તું કોઈ મોટા કુખ્યાત માણસની હત્યા કરી નાખ. આ માટે કોઈ મોટા માથાને મારવાનો ટાસ્ક આપવામાં આવ્યો હતો.