'60 હજાર ભરો અને ONGCમાં નોકરીનો કૉલ લેટર લઈ જાઓ,' અમદાવાદના યુવકે 3.95 લાખ રૂપિયા ગુમાવ્યા


Updated: February 2, 2021, 10:38 AM IST
'60 હજાર ભરો અને ONGCમાં નોકરીનો કૉલ લેટર લઈ જાઓ,' અમદાવાદના યુવકે 3.95 લાખ રૂપિયા ગુમાવ્યા
પ્રતીકાત્મક તસવીર

Ahmedabad Cyber Crime: સાઇબર ક્રાઇમે યુવકની ફરિયાદ લઈને જે નંબરો પરથી ફોન આવતા હતા તે નંબર અને જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા તેના આધારે તપાસ શરૂ કરી છે.

  • Share this:
અમદાવાદ: શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા યુવકને ONGCમાં નોકરી અપાવવાના બહાને રૂ. 3.95 લાખ પડાવી છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ સાઇબર ક્રાઇમ (Cyber Crime)માં નોંધાઈ છે. યુવક પાસે 23થી વધુ વખત બેન્ક એકાઉન્ટ (Bank account)માં પૈસા ભરાવ્યા હતા. યુવકે પૈસા ભરવાની ના પાડતા શખ્સે મોબાઈલ બંધ કરી દીધો હતો. યુવકની ફરિયાદના આધારે સાઇબર ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વસ્ત્રાલમાં આવેલી અન્નપૂર્ણાં રેસિડેન્સીમાં જતીન પટેલ પરિવાર સાથે રહે છે. જતીન હાલમાં પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. જતીન બીજી નોકરીની શોધખોળ કરતો હતો. દરમિયાન તેના કાકાએ તેને વોટ્સએપ પર મનુભાઈ નામની વ્યક્તિનો નંબર મોકલ્યો હતો અને ONGCમાં ભરતીની વાત કરવા કહ્યું હતું. જતીને આ ફોન નંબર પર વાત કરતા મનુભાઈ નામની વ્યક્તિએ મારા મામાજી વાસુભાઈ ONGCમાં નોકરી કરે છે, અને 18 લાખ પગાર છે તેમ જણાવ્યું હતું. સાથે એવું પણ કહ્યું હતું કે, તેમની સારી ઓળખાણ છે, તેઓ નોકરી અપાવી દેશે. આ રીતે તેણે જતીનને પણ નોકરીની લાલચ આપી હતી.

આ પણ વાંચો: અમદાવાદના 'સ્પેશ્યલ 6': ગ્રાહક સુરક્ષા ફિલ્ડ ઓફિસર બની છ યુવકો દુકાનમાં ઘૂસ્યા અને...

જતીને નોકરી માટે પૂછતાં રૂ. 60 હજાર ભરવાના રહેશે અને આ બાબતે તેના કાકાને જાણ ન કરવા કહ્યું હતું. બાદમાં અલગ અલગ રકમો માંગવામાં આવી હતી. એક દિવસ વડોદરા ONGCમાંથી કોઈ ભાર્ગવ નામની વ્યક્તિએ ફોન કરી પૈસા ભરી દો એટલે તમને કૉલ લેટર મળી જશે તેમ કહ્યું હતું. આવી અલગ અલગ રકમો કુલ 23 વખત ભરાવી કુલ. 3.95 લાખ જતીનભાઈ પાસેથી ખંખેરી લીધા હતા.

આ પણ વાંચો: હવે એક મિસ્ડ કૉલ કરીને ગેસ સિલિન્ડર બુક કરાવો, પહેલી ફેબ્રુઆરીથી સેવા શરૂ
કૉલ લેટર ન મળતા જતીને પૈસા ભરવાનું બંધ કર્યું હતું. વાસુભાઈએ ફોન કરી છેલ્લા 40 હજાર ભરો એટલે કૉલ લેટર મળશે કહ્યું હતું, પરંતુ જતીને ના પાડી દીધી હતી. જે બાદાં તેમને ફોન કરતા ફોન બંધ આવતો હતો. જેથી જતીને સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. સાઇબર ક્રાઇમે આ અંગે જતીનભાઈની ફરિયાદ નોંધી જે નંબરો પરથી ફોન આવતા હતા તે નંબર અને જે એકાઉન્ટમાં જતીનભાઈએ પૈસા ટ્રાન્સફર કર્યા તેના આધારે તપાસ શરૂ કરી છે.
Published by: Vinod Zankhaliya
First published: February 2, 2021, 10:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading