અમદાવાદ: વટવા GIDCની કંપનીમાં શુક્રવારે મોડી સાંજે લાગેલી ભીષણ આગ હજુ પણ બેકાબૂ

News18 Gujarati
Updated: March 20, 2021, 8:14 AM IST
અમદાવાદ: વટવા GIDCની કંપનીમાં શુક્રવારે મોડી સાંજે લાગેલી ભીષણ આગ હજુ પણ બેકાબૂ
આ ઘટનામાં હજી સુધી જાનહાનીના કોઈ સમાચાર નથી મળ્યા.

આ ઘટનામાં હજી સુધી જાનહાનીના કોઈ સમાચાર નથી મળ્યા.

  • Share this:
અમદાવાદ (Ahmedabad) શહેરમાં શુક્રવારે મોડી સાંજે વટવા જીઆઈડીસીમાં (GIDC) ફેઝ -4 માં આવેલી  મરૂધર પ્રિન્ટીંગ ઇન્ડસ્ટ્રીઝ, એલ્યુમિનિયમ ફોઈલ બનાવતી કંપનીમાં બોઈલર ફાટતા અચાનક (major fire) આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે,  ફાયર બ્રિગેડે ફાયર કોલ પણ જાહેર કર્યો હતો. ફાયરબ્રિગેડની 47 ગાડીઓએ આગ પર કાબુ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. બીજા દિવસે એટલે શનિવારે આઠ વાગ્યા સુધી પણ આગ કાબુમાં આવી નથી.  હજુ પણ 6 ગાડીઓ ઘટના સ્થળ પર આગ પર કાબુ મેળવી રહી છે. સદનસીબે, આ ઘટનામાં હજી સુધી જાનહાનીના કોઈ સમાચાર નથી મળ્યા. આ ભીષણ આગના ગોટેગોટા દૂરદૂર સુધી ફેલાયા હતા. જેના કારણે આસપાસની ફેક્ટરી અને રહીશોમાં ચિંતા છવાઇ છે.

બોઇલર ફાટતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

શહેરની વટવા જીઆઈડીસીમાં ફેઝ -4 માં આવેલી એલ્યુમિનિયમ ફોઈલ બનાવતી કંપનીમાં સાંજના સમયે બોઈલર ફાટતા અચાનક આગ લાગી હતી. જેમાં કેમિકલના બોઈલરો ઉડીને આગમાં સમાઈ જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.આગ સાથે સતત ધડાકા થઇ રહ્યાં હતા

આગની ઘટના પહેલા જ આસપાસના કર્મચારીઓ સુરક્ષિત જગ્યાએ દોડી ગયા હતા. સતત આગ સાથે અનેક ધડાકાઓ પણ થઇ રહ્યા છે અને આકાશમાં ઉંચે સુધી આગની જ્વાળાઓ ફેલાઈ હતી. કેમિકલ હોવાની આશંકાઓ સાથે આગની સાથે ઉચે સુધી ઉછળીને બ્લાસ્ટ થઈ રહ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.47 ફાયરબ્રિગેડની ગાડીઓ કામે લાગી

આગની તીવ્રતાને જોઈને ફાયર બ્રિગેડે ફાયર કોલ જાહેર કરતાની સાથે ફાયરબ્રિગેડની 47 ગાડીઓ આગ બુજાવવાની કામગીરી હાથધરી રહી છે. આગ મોડી રાત સુધી કાબુમાં આવી ન હોવાના અહેવાલ સાંપડયા છે.આસપાસની ફેકટરીના જ્વલનશીલ પદાર્થો  અન્ય સ્થળે ખસેડાયા

સુત્રોનું માનીએ તો, આગમાં સ્થળ પર પડેલા કેમિકલના કન્ટેઈનરો પણ ભળતા અમુક સ્થળે કન્ટેઈનર ઉછળીને આગમાં પડતા આગે વિકરાળ સ્વરૂપઘારણ કર્યું હતુ. આગની સ્થિતિ જોતા ઘટનાસ્થળની નજીક આવેલી ફેકટરીઓમાં મુકેલા જવલનશીલ પ્રવાહીને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. આગ ભીષણ આગને કારણે લાખો રુપિયાનું નુકસાન થવાની ભીતી છે.
Published by: Kaushal Pancholi
First published: March 20, 2021, 6:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading