અમદાવાદમાં કોરોનાનો હાહાકાર: ચીફ ફાયર અધિકારી દસ્તુર કોરોના સંક્રમિત થયા

News18 Gujarati
Updated: December 2, 2020, 11:06 AM IST
અમદાવાદમાં કોરોનાનો હાહાકાર: ચીફ ફાયર અધિકારી દસ્તુર કોરોના સંક્રમિત થયા
તસવીર: કોરોના ટેસ્ટ બૂથ

Ahmedabad Coronavirus Update: અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 50,400 થઈ, 44,146 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા.

  • Share this:
અમદાવાદ: અમદાવાદમાં કોરોનાએ જાણે હાહાકાર મચાવ્યો છે. કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો સંક્રમિત થયા છે. તાજેતરમાં મળેલા સમાચાર પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation)ના મુખ્ય ફાયર અધિકારી એમ.એફ. દસ્તુર (Chief fire officer M F Dastoor) પણ કોરોના સંક્રમિત થયા છે. ચીફ ફાયર અધિકારી ઉપરાંત ડેપ્યુટી ફાયર અધિકારી તેમના પત્ની અને પુત્રી પણ કોરોના સંક્રમિત થયા છે.

ભાજપના વધુ એક કાઉન્સિલર સંક્રમિત

ચીફ ફાયર કોરોના સંક્રમિત થયાના સમાચારની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભારતીય જનતા પાર્ટીના વધુ એક કાઉન્સિલર કોરોના સંક્રમિત થયા છે. મણિનગર વૉર્ડના ભાજપના કાઉન્સિલર શિતલબેન ડાગા કોરોના સંક્રમિત થયા છે. શિતલબેન પ્રજામાં સેવાકીય કામ કરતા કોરોના સંક્રમિત થયા છે. હાલ તેમને સારવાર માટે એસવીપી હૉસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમિત આંકડો 50,400 થયો

મંગળવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે અમદાવાદ શહેર અને જિલ્લામાં 332 નવા કેસ નોંધાયા છે. આ સાથે 321 દર્દી સાજા થયા છે. બીજી તરફ કોરોનાને કારણે 10 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 50,400 થયો છે. અત્યારસુધી અમદાવાદ શહેર-જિલ્લામાં 44,146 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. કોરોનાને કારણે જિલ્લા અને શહેરમાં અત્યારસુધી કુલ 2,057 લોકોનાં મોત થયા છે.

આ પણ વાંચો: પાલનપુર-આબુ હાઈવે પર અકસ્માતમાં ત્રણ પિતરાઇ ભાઈઓનાં મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયોરાજ્યમાં મોતનો આંકડો 4 હજારને પાર

મંગળવારે જાહેરા થયેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,477 કેસ નોંધાયા છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ અમદાવાદની છે. અમદાવાદમાં સતત 300 ઉપર કેસ આવી રહ્યા છે. રાજ્યમાં વધુ 15 દર્દીનાં નિધન થતા કોરોનાની કાતિલ રફતાર જોવા મળી છે. રાજ્યમાં અત્યારસુધીમાં કોવિડના કારણે કુલ 2,11,257 દર્દીઓ સંક્રમિત થઈ ચુક્યા છે. આ સાથે જ અમદાવાદમાં કુલ કેસનો આંકડો 50,000ને પાર થઈ ગયો છે.

આ પણ જુઓ-

દરમિયાન છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં 321, સુરત જિલ્લામાં 264, વડોદરા જિલ્લામાં 181, રાજકોટ જિલ્લામાં 160, મહેસાણા જિલ્લામાં 67, ખેડામાં 48, ગાંધીનગરમાં 64, જામનગરમાં 36, બનાસકાંઠામાં 29, અમરેલીમાં 28, કચ્છમાં 23, મહીસાગરમાં 21, મોરબીમાં 21, પંચમહાલમાં 21, સાબરકાંઠામાં 19, દાહોદમાં 18 કેસ, આણંદમાં 16, જૂનાગઢમાં 22, ભાવનગરમાં 19, પાટણમાં 18, ભરૂચમાં 13, સુરેન્દ્રનગરમાં 12, નર્મદામાં 11, અરવલ્લીમાં 7, ગીરસોમનાથમાં 7, છોટાઉદેપુર અને નવસારીમાં 5-5, દેવભૂમિ દ્વારકામાં 4, તાપીમાં 4, બોટાદમાં 2, પોરબંદરમાં 2 અને વલસાડમાં 2 કેસ નોંધાયા છે.
Published by: Vinod Zankhaliya
First published: December 2, 2020, 11:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading