અમદાવાદ શહેરના માર્ગોનો વપરાશ કરતા બહારના વાહનોનો વાહન વેરો ફરજીયાત


Updated: June 16, 2021, 9:51 PM IST
અમદાવાદ શહેરના માર્ગોનો વપરાશ કરતા બહારના વાહનોનો વાહન વેરો ફરજીયાત
અમદાવાદમાં વાહનો વાપરતા અન્ય શહેરના લોકો માટે અતિ મહત્વના સમાચાર, એએમસીએ 1500 વાહન માલિકોને વેરો ભરવા નોટિસ ફટકારી

અમદાવાદમાં વાહનો વાપરતા અન્ય શહેરના લોકો માટે અતિ મહત્વના સમાચાર, એએમસીએ 1500 વાહન માલિકોને વેરો ભરવા નોટિસ ફટકારી

  • Share this:
અમદાવાદ : અમદાવાદમાં વાહનો વાપરતા અન્ય શહેરના લોકો માટે અતિ મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરના માર્ગોનો વપરાશ કરતા તમામ વાહનોને હવે વાહન વેરો ફરજીયાત ભરવાનો રહેશે. જે અંતર્ગત અમદાવાદ મહાનગર પાલિકાએ ટેક્સ વિભાગ દ્વારા 1500 વાહન માલિકોને સત્વરે ટેક્સ ભરી જવા માટે નોટિસ ફટકારી છે.

એએમસી રેવન્યુ કમિટી ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે Amc હદમાં વાહન ભલે રજીસ્ટર ન હોય, પણ amcના રસ્તાનો ઉપયોગ કરતા હોય એવા તમામ વાહન માલિકોને નોટિસ અપાઇ છે. આવા વાહનોએ આજીવન વાહન વેરો ભર્યો ન હોવાનું નોટિસમાં જણાવાયું છે. અન્ય સ્થળે રજિસ્ટ્રેશન હોય પણ amc હદમાં વપરાશ થતો હોય એવા તમામ વાહનોને શોધવા કામગીરી પણ હાથ ધરાઇ છે . Gpmc એક્ટ અને લીગલ અભિપ્રાય બાદ amcએ નોટિસ આપવાની કામગીરી આરંભી છે.

આ પણ વાંચો - અમદાવાદ : ગેમ્સમાં રોકાણ કરાવીને ઉંચા વળતરની લાલચે લાખોની છેતરપિંડી કરનારા બે શખ્સો UPથી પકડાયા

જૈનિક વકીલે જણાવ્યું હતું કે આજ મુદ્દે એસટીની વોલ્વો બસ વાહન ટેક્સનો કેસ હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. અન્ય જિલ્લામાં નોંધાયેલી બસનો વેરો વસૂલવા amcએ નોટિસ આપી હતી. Amcની નોટિસ સામે કોન્ટ્રાક્ટર કોર્ટમાં જતા મામલો સબજ્યૂડિસ બન્યો છે. હવે ફરી એકવાર એએમસી ટેક્સ વિભાગ વાહનવેરો બાકી હોય તેને નોટિસ આપી ટેક્સ ભરવા કહેવાયુ છે. અમદાવાદ મહાનગરપાલિકા હદમાં રહેતા અને હદ બહાર રહેતા જે વાહનો અમદાવાદ શહેરમાં રોજિંદી કામગીરી માટે પ્રવેશ કરે છે અને અહીં શહેરના રાજમાર્ગોનો ઉપયોગ કર્યો છે તેઓને એક વખત વાહન કિંમત મુજબ જે એએમસી ટેક્સ નક્કી કર્યો છે તે આપવાનો રહેશે. તે અંતર્ગત એએમસીએ હાલ 1500 વાહન માલિકો નોટિસ આપી છે.

મહત્વપૂર્ણ વાત છે કે અમદાવાદ શહેરમાં આસપાસ રહેલા બોપલ, ઘુમા, કઠવાડા, ચિલોડા સહિત વિસ્તાર થોડા મહિના પહેલા જ અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં આવ્યા છે. પરંતુ એએમસી ટેક્સ વિભાગે અગાઉ વર્ષનો આરટીઓ પાસેથી રેકોર્ડ કાઢી તેઓને નોટિસ આપવાની કામગીરી શરૂ કરાઇ છે. એએમસીના આ નિર્ણયનો પ્રજામાં ભારે રોષ જોવા મળ્યો છે. કદાચ આવનાર સમયા સત્તા પક્ષે આ મુદ્દે રોષનું ભોગ બનવું પડશે.
Published by: Ashish Goyal
First published: June 16, 2021, 9:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading