અમદાવાદઃ માથાભારે સિદ્ધાર્થ રાવ સહિત ત્રણ લોકો હથિયાર સાથે ઝડપાયા, ઈન્ટરનેશનલ યોગા ચેમ્પિયન જલ્પા કાછિયા પણ હતી સાથે


Updated: November 1, 2020, 12:01 AM IST
અમદાવાદઃ માથાભારે સિદ્ધાર્થ રાવ સહિત ત્રણ લોકો હથિયાર સાથે ઝડપાયા, ઈન્ટરનેશનલ યોગા ચેમ્પિયન જલ્પા કાછિયા પણ હતી સાથે
પકડાયેલા આરોપીઓની તસવીર

પકડાયેલા 3 શખ્સોમાં એક આણંદનો સિદ્ધાર્થ રાવ નામના શખ્સની પૂછપરછ કરતાં તેની સામે સાત જેટલા લૂંટ તેમજ મારામારીના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું.

  • Share this:
અમદાવાદઃ શહેરના ઓઢવ રિંગ રોડ (Odhav Ring road) પર આવેલા પામ હોટલ પાસે પોલીસે એક કારમાં રિવોલ્વર તેમજ ચાર જીવતા કારતૂસ સાથે ત્રણ શખ્સોની (police caught 3 people with gun) ધરપકડ કરી હતી. પોલીસના હાથે ચડેલા આ ત્રણ આરોપીમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે આ મહિલા ઈન્ટરનેશનલ યોગા ચેમ્પિયન (International Yoga Champion) છે. પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

પોલીસે કારને રોકવાનો પ્રયાત્ન કરતા આરોપીએ કાર ઓઢવ તરફ ભગાવી હતી
મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં 29મી ઓક્ટોબરની રાતે દાસ્તાન સર્કલ પાસેથી એક કાર પસાર થઇ જે કારને પોલીસે રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે ઓઢવ તરફ કાર ભગાવી હતી.

પોલીસે કારમાંથી રિવોલ્વર સાથે બે યુવક અને યુવતીને ઝડપી પાડ્યા હતા
ઓઢવ તરફ એક કાર સ્પીડમાં આવતી હોવાની જાણ ઓઢવ પોલીસને થતા પોલીસે નાકાબંધી કરીને કારને રોકી હતી. કારને રોકીને ચેક કરતા તેમાં એક રિવોલ્વર તેમજ ચાર જીવતા કારતૂસ મળી આવ્યા હતા અને ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ-કેવડિયામાં કયા-કયા છે જોવાલાયક સ્થળ? જાણી લો ટિકિટના ભાવ સહિતની A to Z માહિતીસિદ્ધાર્થ રાવ સામે સાત જેટલા લૂંટ અને મારામારીના ગુના નોંધાાય છે
પકડાયેલા 3 શખ્સોમાં એક આણંદનો સિદ્ધાર્થ રાવ નામના શખ્સની પૂછપરછ કરતાં તેની સામે સાત જેટલા લૂંટ તેમજ મારામારીના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચોઃ-જૂનાગઢઃ ગિરનાર રોપ-વેમાંથી પ્રવાસીઓને જોવા મળ્યા સિંહ, પોતાની મસ્તીમાં હતા સિંહ, જૂઓ અદભૂત video

આ પણ વાંચોઃ-પતિની કાળી કરતૂત! પત્ની સાથે ગાળેલી અંગત પોળોનો ચોરીછૂપે Video બનાવી દોસ્તોને મોકલતો અને પછી...

પકડાયેલી મહિલા જલ્પા કાછિયા ઈન્ટરનેશન યોગા ચેમ્પિયન હોવાનું ખુલ્યું
તેમજ તેની સાથે પકડાયેલી યુવતી તેની પત્ની જલ્પા કાછિયા હોવાનું ખુલ્યું હતું. જલ્પા કાછિયા ઇન્ટરનેશનલ યોગા ચેમ્પિયન હોવાનું પણ સામે આવ્યું છે અને તેને અનેક મેડલ અને એવોર્ડ જીત્યા હોવાનું પણ ખુલ્લુ છે.પોલીસે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મેળવ્યા
ત્યારે પોલીસે આરોપીઓને એક દિવસના રિમાન્ડ મેળવી અત્યાર તેઓ ક્યાંથી લાવ્યા અને તેનો ઉપયોગ ક્યારે કર્યો છે કે કેમ તે સહિતની તમામ બાબતોની પૂછપરછ હાથ ધરી છું ત્યારે જોવાનું રહ્યું કે પોલીસની તપાસમાં આ સમગ્ર મામલામાં શુ સામે આવે છે.
Published by: ankit patel
First published: October 31, 2020, 11:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading