અમદાવાદ : 500થી વધુ લોકો સાથે આશરે 1500 કરોડની છેતરપિંડી કરનાર અનમોલ શેઠની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી


Updated: October 12, 2021, 5:26 PM IST
અમદાવાદ : 500થી વધુ લોકો સાથે આશરે 1500 કરોડની છેતરપિંડી કરનાર અનમોલ શેઠની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી
છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ અનમોલ શેઠની (Anmol Seth)અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch)રાજસ્થાનના જેસલમેર ખાતેથી ધરપકડ કરી

Fraud news- અનોમલ શેઠ દ્વારા પોતાની કંપનીની અલગ અલગ સ્કીમમાં રોકાણ કરીને 12 ટકે વ્યાજ સહિત રૂપિયા આપવાની સ્કીમ શરૂ કરી હતી. જેમાં વર્ષ 2015 સુધી તો બરોબર ચાલ્યું પરંતુ ત્યારબાદ રોકાણકારોના પૈસા આવવાના બંધ થઈ ગયા હતા

  • Share this:
અમદાવાદ : છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ અનમોલ શેઠની (Anmol Seth)અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch)રાજસ્થાનના જેસલમેર ખાતેથી ધરપકડ કરી લીધી છે. રૂપિયા 14 લાખની છેતરપિંડીના (Fraud)કેસમાં અનમોલ શેઠની ધરપકડ (arrest)કરવામાં આવી છે. અંદાજિત 1500 કરોડ રૂપિયાનું ફુલેકુ અનમોલ શેઠ દ્વારા ફેરવવામાં આવ્યું હોવાની વાત સામે આવી રહી છે. અનમોલ શેઠની ધરપકડ અમદાવાદ (Ahmedabad)ક્રાઇમ બ્રાન્ચે કરી છે અને જેની સાથે જ ભોગ બનનાર લોકોને રાહતનો શ્વાસ આવ્યો છે. પરંતુ રોકાણકારો ના રૂપિયા પરત મળશે કે નહીં તેને લઈને મોટો પ્રશ્નાર્થ ચિન્હ છે.

અનિલ સ્ટાર્ચ મિલના ડિરેકટર અનોમલ શેઠ દ્વારા પોતાની કંપનીની અલગ અલગ સ્કીમમાં રોકાણ કરીને 12 ટકે વ્યાજ સહિત રૂપિયા આપવાની સ્કીમ શરૂ કરી હતી. જેમાં વર્ષ 2015 સુધી તો બરોબર ચાલ્યું પરંતુ ત્યારબાદ રોકાણકારોના પૈસા આવવાના બંધ થઈ ગયા હતા. બાદમાં જ્યારે હોબાળો થયો ત્યારે અનમોલ શેઠ દ્વારા શેરના ડિવિડન્ટ સ્વરુપે રોકાણકારોને ચેક આપવામાં આવ્યા અને તે ચેક પણ બાઉન્સ થતા રોકાણકારોએ રાતા પાણએ રોવાનો વારો આવ્યો હતો. અનમોલ શેઠની ધરપકડ બાદ આજ રોજ તેના રિમાન્ડ પુરા થતાં નામદાર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો - અમદાવાદ: માથાભારે અંકિતે ચપ્પાની અણીએ સગીરા પર આચર્યું દુષ્કર્મ, બળજબરીથી ઇકો કારમાં બેસાડીને ખેતરમાં લઈ ગયો

મહત્વની બાબત એ પણ છે કે 300થી પણ વધુ અરજીઓ NCLT કોર્ટના ચોપડે નોંધાઈ ચૂકી છે. હાલ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી અનમોલ શેઠ અને તેની સાથેના એક વ્યક્તિ શિવપ્રસાદ કાબરની હાલ ધરપકડ કરી લીધી છે. અનમોલ શેઠની ધરપકડ થતાની સાથે જ અલગ રાજ્યોમાંથી લોકો ફરિયાદ કરવામાં માટે ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી રહ્યા છે.

આ પણ વાંચો - અમદાવાદ: ગરબા ગાઇને કારમાં જતી યુવતીએ બાઇક ચાલકોને ફંગોળ્યા, જુઓ CCTV video

હાલ આ મામલે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓનું કહેવું છે કે તપાસ ચાલુ છે અને ખરેખર કેટલા કરોડનું કૌભાંડ છે તે તપાસ બાદ બહાર આવશે. હાલ તો 500થી વધુ લોકોના રૂપિયા ફસાયા હોવાની વાત સામે આવી રહી છે.
Published by: Ashish Goyal
First published: October 12, 2021, 5:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading