અમદાવાદ : 'તમને અહીંયાથી જીવતા જવા નહીં દઈએ,' માઈકલને પકડવા ગયેલી પોલીસ પર હુમલો


Updated: June 13, 2021, 10:49 AM IST
અમદાવાદ : 'તમને અહીંયાથી જીવતા જવા નહીં દઈએ,' માઈકલને પકડવા ગયેલી પોલીસ પર હુમલો
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદમાં લુખ્ખા તત્વો બેફામ! પોલીસ સામે હુમલાની ત્રીજી ઘટના, ચાંદખેડામાં કુખ્યાત માઈકલને પકડવા ગયેલી પોલીસ પર મહિલાઓ સહિતના ટોળોએ હુમલો કરી ઈજા પહોંચાડી

  • Share this:
અમદાવાદના (Ahmedabad)  ચાંદખેડા વિસ્તારમાં (Chandkheda) પોલીસ કર્મચારી (Police)  ઉપર હુમલા ની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.નોંધનીય છે કે પોલીસ ઉપર હુમલાના (Attack on Police) બનાવ દિવસે દિવસે વધી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહ ની વાત કરીએ તો 3થી વધુ બનાવમાં પોલીસ ઉપર હુમલો થયો છે અને જેમાં ક્રાઈમ બ્રાન્ચ પણ સામેલ છે. ત્યારે ફરી અમદાવાદમાં પોલીસ ઉપર હુમલો થતા અનેક સવાલ ઉભા થયા છે. મળતી માહિતી પ્રમાણે ચાંદખેડા પોલીસ ને વરદી મળી હતી કે માઈકલ (Michel) નામ ના વ્યક્તિએ ફરિયાદી ઉપર તલવાર વડે હુમલો કર્યો છે અને જેમને ગંભીર ઈજાઓ થઈ છે જેથી પોલીસ ત્યાં પહોંચી ને તપાસ સારું કરી હતી. પોલીસની સાથે અન્ય એક વ્યક્તિ જે ફરિયાદીની સાથે હતા તે પણ હતો અને જેમણે આરોપી મુકેશ ઉર્ફે માઈકલને ઓળખી બતાવેલ.

જેથી પોલીસ તેને સાથે ચાલવા કહેતા તેની સાથે રહેલા અન્ય લોકો એકદમ ઉશ્કેરાઈ ગયા અને માઈકલ ને સાથે નહીં લઈ જવા દઈએ તેમ કહેવા લાગેલ સાથો સાથ તમને જીવતા નહીં જવા દઈએ તેવી પણ ધમકી આપવા લાગ્યા હતા. આરોપીની પકડવા જતા તેમની સાથે રહેલ આરોપી એ પોલીસ ઉપર લાકડા વડે હુમલો કરી દીધો હતો અને અન્ય પોલીસ કર્મચારીઓ ઉપર પણ હુમલો કરી દીધો હતો.

આ પણ વાંચો : મોરબી : કરૂણ ઘટના! મહિલા LRDએ ક્વાર્ટરમાં આપઘાત કર્યો, 15 દિવસ પૂર્વે જ મળ્યું હતું પોસ્ટીંગ

આ પણ વાંચો : ડીસા: C.A પતિએ મિત્રો સાથે મળીને કરાવી હતી પત્નીની હત્યા, મુખ્યસૂત્રધાર ઝડપાયો

આ પણ વાંચો : સુરત : રત્નકલાકારને મહારાષ્ટ્રની કન્યા સાથેના લગ્ન મોંઘા પડ્યા, એક મહિનામાં જ 4.50 લાખ લૂંટી થઈ ગઈ રફૂચક્કર
મહત્વ નું છે કે મહિલા આરોપીએ પથ્થર ફેંકી ને પોલીસ કર્મચારીઓને ઈજા કરી અને ત્યાર બાદ 2 આરોપીઓ ત્યાંથી ભાગવા જતા એક આરોપી પડી ગયો અને પોલીસે તેને પડકી નામ પૂછતાં માઈકલ હોવાનું જાણવા મમળ્યું હતું સાથ મહિલા આરોપીની પણ પોલીસે ધરપકડ કરી લીધી જોકે અન્ય એક આરોપી ફરાર થઈ ગયો હતો.પોલીસે આરોપીએ સામે ગુનો નોંધી ને કાર્યવાહી શરૂ કરી ત્યારે મુકેશ સામે અલગ અલગ 2 ગુનાઓ દાખલ કરવા માં આવેલ છે.
Published by: Jay Mishra
First published: June 13, 2021, 10:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading