અમદાવાદ : ડ્રગ કેસમાં ફરાર આરોપીઓની ધરપકડ, આરોપી પાસેથી હથિયાર અને કાર્ટુસ પણ મળ્યા


Updated: May 3, 2022, 10:50 PM IST
અમદાવાદ : ડ્રગ કેસમાં ફરાર આરોપીઓની ધરપકડ, આરોપી પાસેથી હથિયાર અને કાર્ટુસ પણ મળ્યા
હાલમાં સાતેય આરોપીઓ 7 મે સુધી પોલીસ કસ્ટડી રીમાન્ડ ઉપર તપાસ હેઠળ છે

Ahmedabad drugs case - યુવાધનને બરબાદ કરતા કુલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી

  • Share this:
અમદાવાદ : 29 એપ્રિલના રોજ અમદાવાદ (Ahmedabad), એસ.જી.હાઈવે, કર્ણાવતી ક્લબ પાસે જાહેર રોડ ઉપરથી ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch)દ્વારા મેડોન ડ્રગ્સનું (Drugs)વેચાણ કરતા ત્રણ પેડલરોને 1896 ગ્રામ મેડ્રોન સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે મોહમ્મદ સોહેલ, મોહમ્મદ રાહીલ ઉર્ફે રાહીલબાબા અને શક્તિસિંહ શૈલેન્દ્રસિંહ ચૌહાણની ધરપકડ કરી હતી.

આરોપીઓની તપાસમાં સામે આવ્યું કે રાહીલબાબાએ કહ્યું કે તેના કબજામાંથી કબજે કરવામાં આવેલ મેડ્રોનનો જથ્થો આરોપી મોહમ્મદ શાહીદ કુરેશીએ આપેલ અને તેની તપાસમાં આ ડ્રગ તેને મોહમ્મદ તૌસિફ દ્વારા આપવામાં આવ્યું હતું. તેની તપાસમાં અન્ય નામ અસ્ફાક શેખ દ્વારા અને તેને આ ડ્રગ એમદ હુસૈન સરખેજ વાળા દ્વારા આપવામાં આવેલ હોવાનું સામે આવ્યું હતું. જેથી ચારેય આરોપીઓને ઉપરોક્ત ગુનામાં અટકાયત કરી હતી.

હાલમાં સાતેય આરોપીઓ 7 મે સુધી પોલીસ કસ્ટડી રીમાન્ડ ઉપર તપાસ હેઠળ છે. આરોપી એહમદ હુસેનની તપાસમાં સામે આવ્યું કે આ ડ્રગ તેને મૅફેડ્રોનનો જથ્થો જીસાન મેમણની પાસેથી લાવેલ હોવાની હકીકત જણાવી હતી. જેથી આરોપીને ઝડપી પાડવા કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ પછી બાતમીના આધારે જીસાન મેમણની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી 1 પિસ્ટલ અને કારતુસ નંગ-8 મળી આવ્યા હતા. જેથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અન્ય ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો - વિવાદિત ટિકટોક ગર્લ કીર્તિ પટેલની ધરપકડ, જાણો શું છે કેસ

શુ છે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ?

આરોપી મોહમ્મદ શાહીદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં, લૂંટ, વાહનચોરી મળી કુલ-20 જેટલા ગુનામાં પકડાયેલ છે અને ચાર વાર પાસા હેઠળ અટકાયત પણ કરવામાં આવી છે. તે એકવાર અમદાવાદ શહેરમાંથી તડીપાર થયેલ છે. આરોપી જાવીદ હુસેન દારુના ગુનામાં શાહપુર પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે. આરોપી મોહમદ તોસિફ 2021માં એન.ડી.પી.એસ.ના ગુનામાં પકડાયેલ છે.

કાફે પર ડ્રગ્સ વેચતા હતા

પોલીસનું કહેવું છે કે, આ ત્રણેય ડ્રગ્સ પેડલરો એક ગ્રામ ડ્રગ્સ 1500 થી 1700ના ભાવ થી મેળવી 2000 થી 2500 ના ભાવથી છૂટક વેચાણ કરતા હતા. આરોપીઓ એસ જી હાઇવે પર આવેલ બાપનો બગીચો અને માહોલ કાફે પર કાર અને બાઇક લઈને જતા ડ્રગ્સનું સાંજના સમયથી મોડી રાત સુધી એક ગ્રામની છૂટક પડીકીઓ બનાવીને વેચાણ કરતા હતા. એટલુંજ નહીં પકડાયેલ ત્રણેય શખ્સો પોતે પણ ડ્રગ્સના આદી બનેલા છે સાથે વેચાણ કરવા માટે કેફે પર બેઠક બનાવી હતી. જ્યારે તે સીટી બેઝ ડ્રગ્સ પેડલર પાસે ડ્રગ્સ ખરીદવા જાય ત્યારે વજન કાંટો લઈને જતા અને વજન કરીને જ ખરીદતા હતા. પણ જ્યારે ડ્રગ્સ વેચાણ કરે ત્યારે તેમના સેવન માટે 1 ગ્રામની પડીકીમાંથી કટકી કરીને ગ્રાહકને વેચાણ કરતા હતા. આરોપીઓ પોલીસની પકડમાં ના આવે તેના માટે કારની સીટ નીચે તેવો છુપાવી ને ડ્રગ્સ રાખતા હતા.
Published by: Ashish Goyal
First published: May 3, 2022, 10:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading