અમદાવાદ: સેટેલાઈટમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર મુખ્ય આરોપી ઝડપાયો, હજુ ત્રણ ફરાર


Updated: October 26, 2020, 12:57 AM IST
અમદાવાદ: સેટેલાઈટમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર મુખ્ય આરોપી ઝડપાયો, હજુ ત્રણ ફરાર
પ્રતિકાત્મક તસવીર

વેપારીની ફરિયાદ અનુસાર, યુવતીએ રૂમમાં બોલાવી ટોપ ઉતાર્યું, અને બધા આવી ગયા...

  • Share this:
અમદાવાદ : સેટેલાઇટ પોલીસ મથકે નોંધાયેલા હનીટ્રેપના ગુનામા પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. ગુનામા પોલીસે કુલ 5 આરોપીની ધરપકડ કરી હોવા છતા ઘણા સવાલો વણ ઉકેલાયેલા છે. જોકે પોલીસ હજી ફરાર ૩ આરોપીની શોધખોળ કરી રહી છે. અમદાવાદ ના સેટેલાઇટ વિસ્તારના વેપારી પાસેથી હનીટ્રેપના ગુનામા 20 લાખ પડાવી લેનાર મુખ્ય આરોપી આશિફ ગેડીયાની ધરપકડ કરવામા આવી છે.

આ આગાઉ એક મહિલા સહીત 4 આરોપીની ધરપકડ કરવામા આવી હતી. જોકે આશિફ પોલીસને થાપ આપી ભાગી રહ્યો હતો. જોકે પોલીસને બાતમી મળતા તેના ઘરેથી આરોપીને ઝડપી લેવામા આવ્યો છે. જોકે આ ગુનાના અન્ય 3 ફરાર આરોપીની પોલીસ શોધખોળ કરી રહી છે. હનીટ્રેપના ગુનામાં સેટેલાઈટ પોલીસે અગાઉ શીતલ અને સમીર નામના બે પ્રેમી પંખીડા, અને મુખ્ય આરોપી આશિફ સહિત કુલ 5 આરોપીને ઝડપી લીધા છે. તેમ છતા પોલીસ તપાસના ઘણા સવાલો વણ ઉકેલાયેલા છે.

જેમાં પોલીસ યુનિફોર્મ ક્યાથી આવ્યો. લુંટ કરેલા રૂપિયા ક્યાં અને કોની પાસે છે. 7 વેપારી પાસેથી રૂપિયા પડાવ્યા પરંતુ તેઓ પોલીસ સામે કેમ નથી આવતા. તે સવાલોને લઈ પોલીસે ફરી નવેસરથી તપાસ શરૂ કરી છે. ઝડપાયેલા તમામ આરોપી દોષનો ટોપલો બીજા આરોપીના માથે નાખી રહ્યા છે. જેથી પોલીસ ગુનાના મુળ સુધી પહોંચી શકી નથી. જોકે પોલીસ હજી આ ગુનાના ફરાર અન્ય 3 આરોપીની શોધખોળ કરી રહી છે. ઉપરાંત જેલમાં રહેલા અન્ય આરોપીની પણ ફરી વખત પુછપરછ કરી ગુનાના મુળ સુઘી પહોંચવાની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, શહેરમાં રહેતા એક વેપારીને (Businessman) પત્ની સાથે છૂટાછેડા (Divorce)થઈ જતા તેઓ પત્ની વિનાનું જીવન જીવતા હતા. ત્યારે સાથે કોઈક હોવા માટે તેઓએ ટીન્ડર એપ્લિકેશન (Tinder application) ડાઉનલોડ કરી હતી. જેમાં તેઓને જાનવી નામની યુવતી (Friendship with girl) સાથે મિત્રતા થઈ હતી. તેને મલ્યા બાદ તેઓ એક ફ્લેટમાં ગયા હતા. જ્યાં આરોપી યુવતીએ તેનું ટોપ ઉતાર્યું ને એટલા માં જ કેટલાક લોકો ફ્લેટમાં ઘુસી ગયા ને વેપારી હનીટ્રેપનો (Honeytrap) શિકાર બન્યા હોવાનું સામે આવ્યું. ફ્લેટમાં ધસી આવેલામાંથી એક તો નકલી પોલીસ બનીને આવ્યો હતો અને તે પણ અસલી ડ્રેસમાં આવ્યો હતો. જોકે આનંદનગર પોલીસે તેમના વિસ્તારમાંથી પકડી સેટેલાઇટ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી. આ ગેંગે 20 લાખ રૂપિયા માંગ્યા હતા અને વેપારીને કિડનેપ કર્યો હતો. આ મામલે પોલીસે આરોપી યુવક-યુવતીને ઝડપી પાડ્યા છે.
Published by: kiran mehta
First published: October 26, 2020, 12:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading