અમદાવાદઃ ચેતવણીરૂપ કિસ્સો! ધાબા પર રમતી 5 વર્ષની બાળકીનું નીચે પટકાતા મોત, CCTVમાં કેદ થયું live મોત


Updated: August 21, 2021, 11:13 PM IST
અમદાવાદઃ ચેતવણીરૂપ કિસ્સો! ધાબા પર રમતી 5 વર્ષની બાળકીનું નીચે પટકાતા મોત, CCTVમાં કેદ થયું live મોત
cctv પરથી તસવીર

girl falls frome building roof Ahmedabad: માતા કોઈ કામમાં વ્યસ્ત હતા તે સમય બાળકી રમતા રમતા ધાબે જતી રહી હતી અને ત્યાર બાદ અચાનક તે નીચે પટકાતા મોતને ભેટી હતી જ્યારે પિતા કોઈ કામથી ઘરની બહાર ગયા હતા.

  • Share this:
અમદાવાદઃ રવિવારે રક્ષાબંધન (Rakshabandhan) છે પરંતુ અમદાવાદના (Ahmedabad news) રાણીપમાં એક (ranip family) પરિવારમાં રક્ષાબંધનની ખુશીઓ માતમમાં ફેરવાઈ છે. જોકે, અમદાવાદના રાણીપ વિસ્તારમાં બનેલી આ ઘટના દરેક માતા-પિતાઓ માટે ચેતવણી સમાન કિસ્સો (warning case to parents) ગણી શકાય. અહીં એક પાંચ વર્ષની બાળકી બિલ્ડિંગની (5 year old girl falls frome building roof) છત ઉપર રમી રહી હતી. આ દરમિયાન તે અચાનક નીચે પડી ગઈ હતી.

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ સંકલ્પ એપાર્ટમેન્ટ એક બાળકી જેનું નામ અવની રાજપૂત છે જેના માતા પિતાને સપને ખ્યાલ નહતો કે તેમની વ્હાલી પુત્રી જેને તેમને પોતાના કાળજા કરતા વધારે પ્રેમ કરી મોટી કરી રહ્યા છે તે એકજ ઝાટકામાં તેમનાથી દુર જતી રેહશે અને અને તેમને ખબર પણ નહીં પડે..

સમગ્ર ઘટનાની વાત કરીએ તો અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ સંકલ્પ એપાર્ટમેન્ટ માં શુક્રવારે બપોરે આશરે દોઢ વાગ્યાની આસપાસ અવની પોતાના બિલ્ડીંગ ના છત પર રમી રહી હતી અને અચાનક તે છત પર થી નીચે પટકાતા મોત નીપજ્યું હતું. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે અવનીના પિતા કામથી બહાર ગયા હતા અને માતા ઘરે હતા.

માતા કોઈ કામમાં વ્યસ્ત હતા તે સમય બાળકી રમતા રમતા ધાબે જતી રહી હતી અને ત્યાર બાદ અચાનક તે નીચે પટકાતા મોતને ભેટી હતી. આ મામલો એટલો ગંભીર છે કે એક દાખલા સમાન કિસ્સો છે એ તમામ માતા પિતા માટે જે લોકો આવી રીતે એકલા રહે છે.આવો કિસ્સો ફરીને બને તે માટે એ તમામ માતા પિતાને પોતાના બાળકોને એકલાના મુકવા જોઈએ જેથી આવો કિસ્સો ફરી વાર ના બને. હાલ આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરેલ છે અને તપાસ કરી રહી છે. નોંધનીય છે કે આ ઘટના બાદ અવનીના માતા પિતા અને તમામ પરિવાર જનોની હાલત પણ ખુબજ ખરાબ છે અને વાત કરી શકે તે હાલતમાં પણ નથી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ નોકરાણીના પતિએ નિવૃત્ત સેશન્સ જજને 24 કલાકમાં 43 વખત ફોન કરી આપી ધમકી, કેમ આપી ધમકી?

આ પણ વાંચોઃ-મોરબીઃ બાઈક અથડાવા જેવી નજીવી બાબતમાં બે યુવકોએ ઈરાન ખોડની છરી વડે કરી હત્યા

ઉલ્લેખનીય છે કે આવો જ એક કિસ્સો થોડા દિવસ પહેલા રાજકોટમાં પણ બન્યો હતો. અહીં માતા પિતાએ પોતાના બાળકને તરતા ન આવડતું હોવા છતાં પણ તરવા માટે સ્વિમિંગ પુલમાં મોકલ્યું હતું. જોકે, સ્વિમિંગ પુલના ઉંડા પાણીમાં ડૂબી જતાં બાળક મોતને ભેટ્યો હતો.
Published by: ankit patel
First published: August 21, 2021, 11:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading