એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાને હત્યા કેસમાં હાઇકોર્ટથી મોટી રાહત


Updated: November 25, 2020, 10:24 PM IST
એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાને હત્યા કેસમાં હાઇકોર્ટથી મોટી રાહત
એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાને હત્યા કેસમાં હાઇકોર્ટથી મોટી રાહત

સેશન્સ કોર્ટે નિર્દોષ છોડતો ચુકાદો આપતાં ફરિયાદી અને રાજ્ય સરકાર એમ બે જુદીજુદી અપીલો સેશન્સ કોર્ટના ચુકાદા સામે કરવામાં આવી હતી

  • Share this:
અમદાવાદ : NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાને હત્યાના કેસમાં નિર્દોષ મુક્ત કરવાના સેશન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટની ડિવીઝન બેંચે બહાલ રાખતાં જાડેજાને મોટી રાહત મળી છે. સેશન્સ કોર્ટે તેમને નિર્દોષ છોડતો ચુકાદો આપતાં ફરિયાદી અને રાજ્ય સરકાર એમ બે જુદીજુદી અપીલો સેશન્સ કોર્ટના ચુકાદા સામે કરવામાં આવી હતી. જે અપીલમાં લંબાણપૂર્વકની સુનાવણી કર્યા બાદ ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે બંને અપીલો રદ કરી કાઢી છે.

આ કેસનો વિસ્તૃત ચુકાદો આગામી દિવસોમાં આવી શકે છે. હાઇકોર્ટ સમક્ષ બે અપીલ કરવામાં આવી હતી. જેમાં એક અપીલ દિલીપભાઇ ઓડેદરાએ કરી હતી અને બીજી અપીલ રાજ્ય સરકાર વતી દાખલ કરવામાં આવી હતી. બંને અપીલમાં મૂળ એવી રજૂઆત કરવામાં આવી છે કે નીચલી અદાલતે કાંધલ જાડેજાને નિર્દોષ છોડવાનો જે આદેશ કર્યો છે એ ભૂલભરેલો છે તેથી તેને રદ કરવામાં આવે અને કાંધલ જાડેજાને કાયદાકીય રીતે દોષિત ઠેરવી સજા કરવી જોઇએ. જ્યારે કે જાડેજા વતી સિનીયર એડવોકેટ નિરૂપમ નાણાવટીએ એવી દલીલ કરી હતી કે નીચલી અદાલતના ચુકાદામાં કોઇ પણ પ્રકારની ખામી નથી. તેથી નિર્દોષ મુક્ત કરવાના આદેશમાં હસ્તક્ષેપ કરી જાડેજાને દોષિત ઠેરવવો જોઇએ નહીં.

આ પણ વાંચો - અહેમદ પટેલના નિધન પર મોરારિ બાપૂએ શોકાંજલિ પાઠવી, પત્ર લખી પરિવારજનો દિલાસો પાઠવ્યો

તેમની વિરૂદ્ધ આ હત્યા કેસમાં સંડોવણી હોય એવા કોઇ પુરાવા સામે આવ્યા નથી. તેમની સામેના જે આક્ષેપો છે તે રાજકારણ પ્રેરિત છે. કેમ કે આ કેસમાં માત્ર તેમને જ નહીં પરંતુ તેમના કુટુંબના અન્ય સભ્યોને પણ ખોટી રીતે આરોપી તરીકે સંડોવી દેવામાં આવ્યા છે. જ્યારે કે તેઓ તો ઘટના વખતે હાજર પણ નહોતા કે ત્યાં રહેતા પણ નહોતા. તેથી સ્પષ્ટ છે કે તેમની વિરૂદ્ધ રાજકીય કિન્નાખોરી રાખીને આક્ષેપો કરવામાં આવ્યા છે. જે મામલે નીચલી અદાલતે યોગ્ય કાયદાકીય મૂલ્યાંકર કરીને ચુકાદો આપ્યો હોઇ તેને નામદાર હાઇકોર્ટે પણ બહાલી આપવી જોઇએ. તમામ પક્ષોની રજૂઆતના અંતે હાઇકોર્ટની ખંડપીઠે સરકાર અને ફરિયાદીની અપીલો રદ કરી હતી.

આ કેસની હકીકત મુજબ 1 માર્ચ 2005ના રોજ પોરબંદરમાં કેશુ નેભા ઓડેદરા અને કાંધલ જાડેજા વચ્ચે બોલાચાલી થઇ હતી અને ત્યારબાદ અંધાધૂંધ ગોળીબાર કરી કેશુ નેભાની હત્યા કરી દેવામાં આવી હતી. જે કેસમાં કાંધલ જાડેજા અને સંતોકબહેન સહિત આઠ આરોપીઓ સામે કેસ નોંધી ટ્રાયલ ચલાવવામાં આવી હતી. ટ્રાયલના અંતે ચુકાદો આપતાં નીચલી કોર્ટે તમામને નિર્દોષ છોડી દીધા હતા. તેથી સેશન્સ કોર્ટના ચુકાદા સામે રાજ્ય સરકાર અને ફરિયાદીઓએ અપીલ ગુજરાત હાઇકોર્ટમાં કરી હતી.
Published by: Ashish Goyal
First published: November 25, 2020, 10:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading