અમદાવાદ : નિકોલમાં Live મારામારીનો Video વાયરલ, સર્કિટ, ભૂરિયો અને બાટલાએ બે યુવકો પર કર્યો જીવલેણ હુમલો


Updated: May 3, 2021, 8:56 PM IST
અમદાવાદ : નિકોલમાં Live મારામારીનો Video વાયરલ, સર્કિટ, ભૂરિયો અને બાટલાએ બે યુવકો પર કર્યો જીવલેણ હુમલો
નિકોલની મારામારીનો વીડિયો થયો વાયરલ

નિકોલ વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવતા લુખ્ખા તત્વોએ અગાઉ તેમના વિરુદ્ધ ફરિયાદ કરનાર તત્વોને મારી મારીને અધમૂવો કરી નાખ્યો જુઓ વીડિયો

  • Share this:
શહેરના નિકોલ (Nikol) વિસ્તારમાં કાયદો વ્યવસ્થાના લિરેલીરા ઉડયા છે. જ્યાં   આરોપીની દબંગાઈ સામે કરેલી ફરિયાદ 2 યુવકને ભારે પડી ગઈ છે.  આરોપીઓ સામે  2 યુવકે ફરિયાદ કરતા તેનો રંજ રાખીને 4 લુખ્ખાઓએ 2 યુવક ને બેહરમીથી માર માર્યો.અમદાવાદ કોરોના સમયમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા છે. જ્યાં નિકોલ વિસ્તારમાં આવેલ પારંતી આવસમાં રહેતા એક જ સોસાયટીનાં 4 આરોપી દ્વારા અગાઉ  થયેલ ફરિયાદનો બદલો લેવા ત્યાંજ રહેતા  જીગર ગોહિલ અને મોન્ટુ ગોહિલ પર ધોકા અને છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટનાનો લાઇવ વીડિયો સોશિયલ (Live Video) મીડિયામાં વાયરલ (Viral) થયો છે

જાહેરમાં થયેલ મારામારીના વીડિયો (Live video) સામે પોલીસ પર અનેક સવાલ ઉભા થયા હતા. સોશિયલ મીડિયામાં (Social Media)  પોલીસને બાતમી આપતા જીગર અને મોન્ટુને માર માર્યા હોવાની વાતને પોલીસે તથ્ય વિનાની ગણાવી હતી.

આ પણ વાંચો : અમદાવાદ : દારૂબંધીના દાવા વચ્ચે દારૂના જ પૈસા લેવા બાબતે મહિલા PSI સહિત 3 સસ્પેન્ડ

નિકોલમાં આવેલ પારંતી આવાસ યોજનામાં રહેતા અને સિલાઈ કામ કરતા જીગર ગોહિલ તેના ભાઈ અને માતા તેમના ઘરની  બેઠા હતા  ત્યારે ત્યાંજ રહેતા રાહુલ ઉર્ફે સર્કિટ ,જૈમીન ઉર્ફે ભુરીયો,હિંમત ઉર્ફે બાટલો ,ભરત પટની ત્યાં પહોંચ્યા હતા અને મારી સામે અગાઉ કેમ ફરિયાદ કરી હતી તેમ કહીને કાયદાનો કોઈ ડર ના હોય તેમ 4 એ આરોપી તૂટી પડયા હતા.

જીગર ગોહિલ અને તેના ભાઈને  કાયદાનો ડર ના હોય તેમ ધોકા  અમે ચપ્પુ વડે માર માર્યો હતો. આ 4 એ આરોપી એ માથાભારે તત્વો છે અને અવારનવાર આ પ્રકારે બબાલો કરતા રહે છે.આ પણ વાંચો : આ પણ વાંચો : મોડાસા : કરૂણ ઘટના! પિતા માટે ઑક્સીજન લેવા નીકળેલા પુત્રની કારનો અકસ્માત, બેનાં મોત, બનાવ CCTVમાં કેદ

આ પણ વાંચો :  સુરત : તાપીમાં મોતની છલાંગ લગાવવા આવેલી યુવતીને લોકોએ બચાવી, ઘટનાનો Live Video વાયરલ

રાહુલ અને  જયમીન વિરુદ્ધ પાસા થયા છે. તેમ છતાં હજુ તેમની ગુનાખોરી યથાવત છે.આ મામલે નિકોલના પીઆઈનું કેહવું છે કે આ મામલે આરોપીઓની ધરપકડ કરી લેવા માં આવી છે  અને માર મારવા પાછળ જૂની અદાવત કારણભૂત છે.
Published by: Jay Mishra
First published: May 3, 2021, 8:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading