અમદાવાદમાં love Sex aur Dhokha: મેટ્રિમોનિયલ સાઇટ પર યુવક સાથે સંપર્ક કરી હોટલના રૂમમાં જવું યુવતીને ભારે પડ્યું


Updated: October 20, 2021, 12:29 PM IST
અમદાવાદમાં love Sex aur Dhokha: મેટ્રિમોનિયલ સાઇટ પર યુવક સાથે સંપર્ક કરી હોટલના રૂમમાં જવું યુવતીને ભારે પડ્યું
ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

લવ સેક્સ ઔર ધોખાના આ કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

  • Share this:
અમદાવાદ: પતિ સાથે અણબનાવ થતા યુવતીએ કોર્ટ કેસ કર્યા બાદ મેટ્રિમોનિયલ સાઇટ થકી એક યુવક સાથે સંપર્ક સાધ્યો હતો. બને વચ્ચે લગ્ન કરવાની વાતો થયા બાદ યુવક તેને હોટલના રૂમમાં લઈ ગયો હતો. જ્યાં યુવકે શારીરિક સંબંધો બાંધી બીજે લગ્ન નક્કી થયા હોવાનું જણાવી સંબંધો તોડી નાખવા કહ્યું હતું. લવ સેક્સ ઔર ધોખાના આ કેસમાં યુવતીએ ચાંદખેડા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

મૂળ ભાવનગરની અને હાલ વડોદરામાં રહેતી 24 વર્ષીય યુવતી એક સ્ટોરમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે. યુવતીના વર્ષ 2013માં અમરેલી ખાતે લગ્ન થયા હતા. બાદમાં પતિ સાથે અણબનાવ થતા 2019માં કોર્ટ કેસ કર્યો હતો. આ દરમિયાન નવા જીવનસાથીની શોધમાં રહેલી આ યુવતીએ મેટ્રિમોનિયલ સાઇટ પર તેનો બાયોડેટા મુક્યો હતો.

આ દરમિયાન ધ્રુમિત સોલંકી નામના યુવકનો બાયોડેટા જોતા યુવતી તેના સંપર્કમાં આવી હતી. બને જણા વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફોન પર વાત કરતા હતા અને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. થોડા દિવસ પહેલા ધ્રુમિતે ફોન કરી આ યુવતીને રૂબરૂ મળવા આવવાનું કહ્યું હતું. જેથી યુવતી વડોદરાથી નીકળી ચાંદખેડા આવી હતી. બાદમાં યુવતી આ યુવક સાથે રોયલ કિંગ હોટલમાં રાત્રી દરમિયાન રોકાઈ હતી. લગ્ન કરવાનું નક્કી કર્યું હોવાથી બને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા.

બાદમાં ત્યાંથી નીકળી યુવતી વડોદરા પહોંચી ગઈ હતી. ત્યારે આ ધ્રુમિતે ફોન કરી તેના અન્ય જગ્યાએ લગ્ન નક્કી થઈ ગયા હોવાનું જણાવી હવે વાત નહિ થાય અને કોઈ સબન્ધ નહીં રહે તેવું જણાવતા યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ ગઈ હતી.

આ પણ વાંચો - અમદાવાદ: પતિની નફ્ફટાઈ, 'એસીનું બિલ ઓછું આવે એટલે ભાણી સાથે કપડાં વગર સુઈ ગયો હતો'

યુવતીએ ધ્રુમિતના માતા પિતાને આ અંગે જાણ કરતા તેઓએ માફી માંગી હતી. બાદમાં ડિપ્રેશનમાં આવેલી યુવતી આખો દિવસ એક મોલમાં બેસી રહી હતી. બાદમાં યુવતીએ પોલીસને જાણ કરતા ચાંદખેડા પોલીસે આ અંગે બળાત્કારનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by: Kaushal Pancholi
First published: October 20, 2021, 12:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading