અમદાવાદ : ધોળેદિવસે વેપારી સાથે 4.85 લાખની લૂંટ, ઘટનાના Live દૃશ્યો CCTVમાં કેદ


Updated: April 19, 2021, 11:49 PM IST
અમદાવાદ : ધોળેદિવસે વેપારી સાથે 4.85 લાખની લૂંટ, ઘટનાના Live દૃશ્યો CCTVમાં કેદ
અમદાવાદમાં થયેલી લૂંટનો ફિલ્મી વીડિયો સામે આવ્યો છે.

લૂંટનો ફિલ્મી વીડિયો સામે આવ્યો, વેપારીએ રીક્ષાનો સળિયો પકડી રાખતા 30 ફૂટ સુધી ઢસડાયો

  • Share this:
અમદાવાદ: શહેર ના કૃષ્ણનગર વિસ્તારમાં એક લૂંટની (Ahmedabad Loot) ઘટના બની છે. ભરચક વિસ્તારમાં દિન દહાડે બનેલી આ ઘટના માં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. વેપારીને ટક્કર મારી રિક્ષામાં આવેલા શખશો 4.85 લાખ ભરેલો થેલો લૂંટી ભાગ્યા હતા. વેપારી રોડ પરથી ઉભા થઇ રિક્ષા પાછળ દોડ્યા અને રિક્ષાનો સળિયો પકડી પ્રતિકાર કર્યો હતો. 30 ફૂટ સુધી ઢસાડાયા બાદ શખસોએ ફેંટો મારતા લૂંટારુઓ નાસી ગયા હતા. સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી (CCTV Video of Loot) ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે.

નાના ચિલોડા પાસે સ્પર્શ રેસિડેન્સી માં રહેતા પ્રતીક ભાઈ પટેલ દહેગામ પાસે ઝાક જીઆઇડીસી માં હાર્ડવેર મેનીફેક્ચર નો ધંધો કરે છે. સોમવારે સવારે તેઓ તેમનું વાહન લઈ દરિયાપુર ઉઘરાણી માટે ગયા હતા. ત્યાંથી વેપારી પાસેથી ત્રણ લાખ લઈ તેઓ બાપુનગર ડાયમંડ માર્કેટ પાસે આંગડિયા પેઢીમાંથી 40 હજાર લઈ કૃષ્ણનગર જી ડી હાઈસ્કૂલ પાસેથી પસાર થતા હતા.

આ પણ વાંચો : ગાંધીનગર : નર્મદા કેનાલમાં કૂદી આપઘાત કરવા પહોંચ્યો હતો પતિ, એવી ઘટના ઘટી કે બચી ગઈ જિંદગી

ત્યારે એક રીક્ષા ચાલકે પ્રતીક ભાઈ ના એક્ટિવા ને ટક્કર મારી નીચે પાડી દીધા હતા. રિક્ષામાંથી બે લોકો ઉતર્યા અને એક શખશે રીક્ષા સાઈડમાં ઉભી રાખી હતી. આ બે લોકોએ પ્રતિકભાઈ ને ઉભા કરી તેમના એક્ટિવા ની ચાવી લીધી અને રિક્ષામાં બેસી ત્રણેય ભાગવા લાગ્યા હતા. આ શખસોએ એક્ટિવા આગળ રોકડા ભરેલી બેગ પણ લઈ લીધી અને ભાગવા લાગ્યા હતા.

આ પણ વાંચો :સુરત : સરથાણામાં અસામાજિક તત્વો વચ્ચે ધીંગાણું, મારામારીનો CCTV વીડિયો થયો Viral

બાદમાં પ્રતીક ભાઈ ઉભા થઇ રીક્ષા પાછળ દોડયા અને આશરે ત્રીસેક ફૂટ સુધી રિક્ષાનો સળિયો પકડી પ્રતિકાર કર્યો હતો. પણ આ શખસોએ પ્રતીક ભાઈ ને ત્રણ ચાર ફેંટો મારતા તેઓને ઇજા થતાં આ શખશો 4.85 લાખ રોકડા લૂંટી મેમકો તરફ ભાગી ગયા હતા. જેથી પ્રતિકભાઈએ આ અંગે કૃષ્ણનગર પોલીસસ્ટેશન માં ફરિયાદ નોંધાવતા સીસીટીવી ફુટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by: Jay Mishra
First published: April 19, 2021, 11:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading