અમદાવાદ : ઓનલાઈન મની ટ્રાન્સફર કરવાની લાલચમાં ફસાયા તો ગયા, ઠગ ટોળકી સક્રિય


Updated: March 18, 2020, 2:14 PM IST
અમદાવાદ : ઓનલાઈન મની ટ્રાન્સફર કરવાની લાલચમાં ફસાયા તો ગયા, ઠગ ટોળકી સક્રિય
પ્રતિકાત્મક તસવીર

પોતાના વેબપોર્ટલથી પૈસા ટ્રાન્સફર કરશો તો વધારે કમિશન મળશે તેવું કહીને ઠગ ટોળકી વેપારીઓની શિકાર બનાવે છે.

  • Share this:
અમદાવાદ : ઓનલાઈન મની ટ્રાન્સફર (Online Money Transfer) કરતા વેપારીઓને ચેતવતો એક કિસ્સો અમદાવાદ (Ahmedabad) ના ઠક્કરબાપાનગર વિસ્તારમાં બન્યો છે. કેશ પેમી (Cash payme) નામના વેબ પોર્ટલથી ઓનલાઈન મની ટ્રાન્સફર (Online Money Transfer Portal) માટે વધુ કમિશન મળશે તેમ કહી રોકડા રૂપિયા લઈ ગ્રાહકોના ખાતામાં 3 લાખ રૂપિયા જમા ન કરીને ઠગ ટોળકીએ છેતરપિંડી  (Cheating)આચરી હતી. વેપારીએ આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

નિકોલની નારાયણ રેસિડેન્સી વિસ્તારમાં રહેતા મૃગેશ પટેલ ઠકકરબાપાનગરમાં યુનિવર્સલ સાઇબર કાફે ધરાવી મની ટ્રાન્સફરનું કામ કરે છે. મૃગેશભાઈની ઓફિસમાં દીપક અને અંશુલ શાહ નામના બે વ્યક્તિ આવ્યા હતા અને cash payme નામના વેબ પોર્ટલથી મની ટ્રાન્સફર કરશો તો વધુ કમિશન મળશે તેમ કહ્યું હતું.

આ પણ વાંચો : ધો-10ના આ વિદ્યાર્થીઓનું પરિણામ આવશે કે કેમ? ઉત્તરવહીઓ રસ્તા પરથી ચીંથરેહાલ મળી

બંનેની આવી વાત બાદ મૃગેશે હું આ બાબતે વિચાર કરીશ તેમ જણાવ્યું હતું. બીજા દિવસે ફરી બંને લોકો આવ્યા હતા અને વેબ પોર્ટલ વિશે વાત કરી Cash Paymeમાં આઈડી બનાવ્યું હતું. જે બાદમાં વેપારી પાસેથી રોકડ રકમ લઈને આ આડીમાં પૈસા જમા કરી આપ્યા હતા. આ પૈસા તેણે તેમના ગ્રાહકોના અલગ અલગ ખાતામાં મોકલી આપ્યા હતા.

આ પણ વાંચો : જેતપુર બાદ ગોંડલમાંથી બોર્ડના વિદ્યાર્થીઓની ઉત્તરવહી ભરેલા ત્રણ કોથળા રસ્તા પરથી મળ્યાં

તા. 14 માર્ચના રોજ બંનેએ તેમના આઈડીમાં ત્રણ લાખ નાખ્યા. આ અંગે બંનેએ 14મી માર્ચ અને 15મી તારીખના રોજ ત્રણ લાખ જેટલી રોકડ લીધી હતી. જોકે, આ ત્રણ લાખમાંથી કોઈ રકમ ગ્રાહકોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકી ન હતી. વેપારીએ 11 માર્ચથી 15 માર્ચ સુધીમાં અલગ અલગ રોકડ રકમ બંનેને આપી હતી. ત્રણ લાખ જેટલી રકમ ગ્રાહકના ખાતામાં ટ્રાન્સફર ન થતાં મૃગેશભાઈએ બંનેને વાત કરી હતી. આ સમયે બંનેએ સર્વર ડાઉન થયું હોવાનું કારણ આપ્યું હતું.જોકે, પેસૈ ટ્રાન્સફર ન થતાં બંનેનો ફોન પર સંપર્ક કર્યો હતો પરંતુ બંનેના ફોન બંધ આવ્યા હતા. જે બાદમાં વેબ પોર્ટલ પર લોગીન કરતા તે પણ થયું ન હતું. આ ઉપરાંત www.cashpayme.in વેબસાઇટ પણ બંધ આવી હતી. આ મામલે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી આ બાબતે તપાસ શરૂ કરી છે.
Published by: Vinod Zankhaliya
First published: March 18, 2020, 2:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading