Corona cases in Gujarat: ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થવાનું આ છે મૂળ કારણ, જાણો શું કહી રહ્યાં છે તબીબી નિષ્ણાત
Updated: January 24, 2022, 8:41 AM IST
પ્રતીકાત્મક તસવીર
Gujarat news: અત્યારે અંદાજે 80 ટકા દર્દીઓ અને તેઓના પરિવારજનો પરિવારમાં કોરોનાનો કેસ આવ્યા પછી કોરન્ટીન નિયમનું પાલન કરતા નથી તેવું ડૉક્ટર્સ જણાવી રહ્યા છે.
અમદાવાદ: કોરોનાના કેસના (Coronavirus cases in Gujarat) આંકડા તો દિન પ્રતિદિન સામે આવી રહ્યા છે. આ કેસ પર કાબુ કેવી રીતે મેળવવો તેની મથામણ તો આરોગ્ય તંત્ર કરી રહ્યું છે. પરંતુ કેસ કેમ વધી રહ્યા છે તેના કારણો પણ જાણવાની જરૂર છે. કોરોનાના રોકેટ (Covid 19) ગતિથી કેસમાં ઉછાળો આવવા પાછળનું મુળ કારણ કોરન્ટીનના નિયમોનું યોગ્ય પાલન ન થતુ હોવાનું ડોકટર્સ માની રહ્યા છે. અત્યારે અંદાજે 80 ટકા દર્દીઓ અને તેઓના પરિવારજનો પરિવારમાં કોરોનાનો કેસ આવ્યા પછી કોરન્ટીન નિયમનું પાલન કરતા નથી તેવું ડૉક્ટર્સ જણાવી રહ્યા છે.
ઉત્તરાયણનો તહેવાર બાદ એકાએક કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો. રાજ્યમાં રોજ અંદાજે 20 હજારથી વધુ કેસ કોરોનાના નોંધાઇ રહ્યા છે. જોકે કોરોનાની આ લહેર પાછળ લોકોનું બેદરકારી ભર્યું બીહેવીયર જ જવાબદાર છે. તહેવાર ભલે પત્યો પણ હજુ લગ્નસરાની મૌસમ ચાલી રહી છે અને આ સામાજિક મેળાવડાઓમાં નિયમો નેવે મુકાઈ જ રહ્યા છે. છતાં ગત 7 જાન્યુઆરીથી કેસ આવવાની શરૂઆત અને 14 જાન્યુઆરી બાદ વધારો થયો.
અમદાવાદ મેડિકલ એસોસિએશનના જોઇન્ટ સેક્રેટરી ડો. સાહિલ શાહ જણાવે છે કે, કોરોનાના કેસ એકાએક વધવા પાછળનું મૂળ કારણ સેલ્ફ કોરન્ટીનના નિયમનું યોગ્ય પાલન ન થવું. કેસ વધતા કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરતા હતા ત્યાં સુધી બરાબર હતું. પણ હાલ પણ અમદાવાદમાં રોજ 25 હજારથી વધુ લોકો કોરોના ટેસ્ટિંગ કીટ લાવી જાતે ઘરે ટેસ્ટ કરી જો પોઝિટિવ જણાય તો સેલ્ફ કોરન્ટીન થઈ રહ્યા છે તેવી જ રીતે કેટલાક લોકો RTPCR ટેસ્ટ કરાવી સેલ્ફ કોરન્ટીન થવા લાગ્યા ત્યાં જ ઘણી બેદરકારી સામે આવી છે.
આ પણ વાંચો - આશાનું કિરણ! Omicron પછી, યુરોપમાં Covid-19 મહામારીનો અંત શક્ય છે: WHO
તેમણે વધુમાં જણાવ્યુ કે, જેમ કે પરિવારમાં કોઈ એક સભ્યનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવે એટલે એ વ્યક્તિ સેલ્ફ કોરન્ટીન થઈ જાય તે સારી બાબત છે પણ તે વ્યક્તિની સાથે રહેનારા લોકોમાં ભલે કોરોનાના લક્ષણ ન હોય પણ તેઓ A સીમટોમેટિક તો હોઈ શકે છે. અને એ ઘરના લોકો બિન્દાસ્ત રીતે જાહેરમાં અને બજારમાં ફરતા હોય અને બેદરકારી દાખવતા હોય છે.
આ પણ વાંચો - પેન્શનની પળોજણ : મૃતક અધ્યાપકોના પરિવાર પાસે ccc plus crtificateની વિચિત્ર માંગજો તેઓ જાગૃત થઈ પોઝિટિવ દર્દીની જેમ પરિવારના અન્ય સભ્યોએ પણ સેલ્ફ કોરન્ટીન રહી જાહેરમાં અવરજવર ટાળવી જોઈએ. જે પ્રોપર રીતે જળવાતું નથી. આ ત્રીજી લહેરમાં હાલ ભલે કોરોનાની ઘાતકતા ઓછી હોય પણ કોરોનાને હળવાશથી લેવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ.
Published by:
Kaushal Pancholi
First published:
January 24, 2022, 8:41 AM IST