અમદાવાદ : 'ગૌ મૂત્ર અને ગોબરથી Corona વાયરસ અને મ્યુકોર નથી મટતો, અને નથી જ મટતો'


Updated: June 2, 2021, 8:39 PM IST
અમદાવાદ : 'ગૌ મૂત્ર અને ગોબરથી Corona વાયરસ અને મ્યુકોર નથી મટતો, અને નથી જ મટતો'
ન્યુઝ18 સંવાદદાતાએ મોના દેસાઈ સાથે વાત કરી

ગૌમૂત્ર અને ગોબરથી કોરોનાવાયરસ અને મૂયુકોર black fungus મટી જાય છે. આ વાત ચર્ચાનો વિષય બની છે.

  • Share this:
અમદાવાદ : ગૌમૂત્ર અને ગોબરથી કોરોનાવાયરસ અને મૂયુકોર black fungus મટી જાય છે. આ વાત ચર્ચાનો વિષય બની છે. અમદાવાદના ડૉ. અને અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પૂર્વ પ્રેસિડેન્ટ મોના દેસાઈએ આ વાતનું ખંડન કર્યું છે. તેમણે સ્પષ્ટ અને ઠોસ શબ્દોમાં જણાવ્યું છે કે, 'કોરોનાના કહેરમાં લોકોને ભરમાવતો આ મેસેજ ખરેખર દુવિધા બની જશે'. ટેકનિકલી સમજાવતા ડૉ મોના દેસાઈ એ જણાવ્યું કે, 'ભીની માટીમાં કોઈ પણ ગોબર હોય તે એ જ જગ્યા પર પડ્યું રહેલું હોવાથી ત્યાં જંતુઓ બેસે છે, પરિણામે બ્લેક ફંગસ વધવાના ચાન્સ વધી જાય છે.'

બીજી તરફ આ જ પ્રકારે અગાઉ આપેલા નિવેદન બદલ ડૉ મોના દેસાઈ અને ડો.દિલીપ માવલકરને પણ જીમ માલિક વિજય પરસાણા દ્વારા નોટિસ આપવામાં આવી છે. આ અંગે જ્યારે ન્યુઝ18 સંવાદદાતાએ મોના દેસાઈ સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે, 'તેઓ નોટિસનો જવાબ આપશે અને બદનક્ષીનો દાવો પણ કરશે'. વધુમાં તેમણે જણાવ્યું કે, 'ગૌ મૂત્ર અને છાણ માટે ICMR અથવા CDC એ કોઈ પ્રમાણપત્ર આપ્યું નથી. જો ICMR અથવા CDCએ પ્રમાણપત્ર આપ્યું હશે તો મને મોકલાવે, હું માફી પત્ર મોકલી આપીશ.'

આ પણ વાંચોઘરે રહીને કરો આ 4 સરળ આસન અને રહો એકદમ તંદુરસ્ત

સાધ્વી પ્રજ્ઞા ગૌ મૂત્ર પીવા અંગે નિવેદન આપ્યું હતું

સાધ્વી પ્રજ્ઞાજીની ગૌ મૂત્ર પીવા અંગે પોસ્ટ વાઇરલ થઇ હતી તે મને બરોબર યાદ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ગૌ મૂત્ર પીવાને કારણે મને કોરોના નહિ થાય, પણ આ વચ્ચે સાધ્વી પ્રજ્ઞા જી બે વાર કોરોનાના શિકાર બન્યા છે, આપણે પ્રાર્થના કરીએ કે તેમની તબિયત જલ્દીથી સારી થઈ જાય.

આ પણ વાંચોસમયસર Vaccine લગાવી લેજો, વેક્સિન જ છે રામબાણ ઇલાજ, Coronaની ત્રીજી લહેર ઘાતક બની શકે છે મે છેલ્લા 2 વર્ષમાં લોકજાગૃતિ માટે કામ કર્યું છે

'લોક કલ્યાણ માટે મેં વ્યક્તિગત થઈને લોક જાગૃતિનું કામ કર્યું છે. લોકો ખોટી રીતે ભરમાઈ નહિ અને માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે. નોટિસ અંગે ફરી જણાવતા કહ્યું કે, મને કોઈ સાથે વાંધો નથી, પણ નોટિસ આ રીતે આપવી અયોગ્ય છે. આપણાં બંધારણમાં પણ બોલવાનો અધિકાર છે અને જે સત્ય છે એ બોલવા માટે કોઈ કોઈ ને રોકી ના શકે. મને નોટિસ આપનાર પર ગુસ્સો અને દયા બંને આવે છે. કારણ કે, ફરી આવું કોઈ ગાંડપણ ના કરે એ જરૂરી છે. સોમવારે હું નોટિસનો જવાબ આપીશ.'
Published by: kiran mehta
First published: June 2, 2021, 8:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading