સાવધાન! શું તમે બજારમાં મળતો કેરીનો રસ ખાઈ રહ્યા છો? 10થી વધુ બ્રાન્ડનું રિસર્ચ કરતા સામે આવી ચોંકાવનારું હકીકત


Updated: May 24, 2021, 10:35 PM IST
સાવધાન! શું તમે બજારમાં મળતો કેરીનો રસ ખાઈ રહ્યા છો? 10થી વધુ બ્રાન્ડનું રિસર્ચ કરતા સામે આવી ચોંકાવનારું હકીકત
CERC ના ચીફ જનરલ મેનેજર અનંદિતા મહેતા

સીઇઆરસી દ્વારા 10થી વધુ બ્રાન્ડનું રિસર્ચ કરવામા આવ્યુ જેમાં મોટાભાગના સેમ્પલમાં પેકેજીંગ ડિટેલ્સમા ખામી, વધુ પડતી સુગર, હાનીકારક દ્વવ્યો  સહીતની ખામી સામે આવી હોવાનું CERC ના ચીફ જનરલ મેનેજર અનંદિતા મહેતા જણાવી રહ્યા છે.

  • Share this:
અમદાવાદ: જો આપ બજારમાં મળતો કેરીનો રસ (Mango juice) આરોગી રહ્યા છો તો તે રસ તમારૂ સ્વાસ્થ્ય (health) બગાડી શકે છે. એટલે જ બજારમાં મળતા તૈયાર કેરીના રસનું સેવન કરતા હોવ તો ચેતી જજો.   કન્ઝયુમર એજ્યુકેશન રિસર્ચ સેન્ટર (Consumer Education Research Center) દ્વારા કરવામા આવેલ રિસર્ચમાં ચોંકાવનારું તથ્ય સામે આવ્યુ છે.

કેરીના રસમાં ભેળવાતા તત્વો અને વધુ પડતી સુગરનું પ્રમાણ સામે આવ્યું છે જેથી એવો રસ તમને કરી શકે છે બીમાર. બજારમાં વેચાતો કેરીનો રસ જેટલો સ્વાદિષ્ટ લાગે છે એટલોજ સ્વાસ્થ્ય માટે છે હનીકારક. બજારમાં ઘણી જાણીતી બ્રાન્ડના કેરીના રસનુ સેવન કરતા હોવો તો તમારે ચેતી જવાની ખાસ જરૂર છે કારણ કે આ કંપનીઓ તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહી છે.

એક વ્યક્તિને દિવસમાં ફક્ત 20થી 30 ગ્રામ જ સુગરની આવશ્યકતા રહે છે પરંતુ બજારમાં મળતા રસમાં મોટી સંખ્યામાં સુગર લેવલ અને સ્વાસ્થ્ય માટે હાનીકારક એવા ફ્યુટ કલર્સ મળી આવ્યા છે. સીઇઆરસી દ્વારા 10થી વધુ બ્રાન્ડનું રિસર્ચ કરવામા આવ્યુ જેમાં મોટાભાગના સેમ્પલમાં પેકેજીંગ ડિટેલ્સમા ખામી, વધુ પડતી સુગર, હાનીકારક દ્વવ્યો  સહીતની ખામી સામે આવી હોવાનું CERC ના ચીફ જનરલ મેનેજર અનંદિતા મહેતા જણાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ-જામનગરઃ સસ્પેન્ડ પોલીસે ખેલ્યો ખૂની ખેલ, યુવરાજસિંહ જાડેજાને કારની ટક્કર માર્યા બાદ છરીના ઘા મારી કરી હત્યા

આ પણ વાંચોઃ-રાજકોટઃ માથાભારે ધનરાજ બેડલાનો છરી સાથે લુખ્ખાગીરીનો live Video, પોતાની દરેક કારમાં લગાવે છે પોલીસની પ્લેટ

ગ્રાફીક્સકેરીના રસથી સાવધાનકેરીનો તૈયાર રસ ખાતા હોવ તો ચેતી જજોસીઇઆરસી દ્વારા કરવામા આવ્યુ રિસર્ચમોટાભાગના તૈયાર રસમાં સુગરનુ પ્રમાણ વધુ100 ગ્રામ રસમાં 20 ગ્રામથી વધુનુ સુગર લેવલબેઠાડુ વ્યક્તિને દરરોજ 20 ગ્રામ જ સુગરની આવશ્યકતારસમાં સુગર લેવલ, હાનિકારક દ્વવ્યો અને પેકેજીંગમાં ખામી હોવાનુ સામે આવ્યુ હતું.આ પણ વાંચોઃ-નવસારીઃ ભયંકર અકસ્માતનો live video, નેશનલ હાઇવે નં.48 પર ટેન્કર સાથે ધડાકાભેર અથડાયો ટેમ્પો, મહિલાનું મોત

આ પણ વાંચોઃ-વાંકાનેરઃ હોલમઢ ગામમાં હત્યાના ગુનામાં જામીન પર બહાર આવેલા રાહુલ આહિરની ફિલ્મી ઢબે આંતરી કરી હત્યા

બજારમાં મળતા તૈયાર કેરીના રસથી હેલ્થને પણ નુકસાન થઇ શકે છે. રિસર્ચમા સામે આવ્યું છે કે કેરીના રસમાં ડાઇ બેઝ કલર્સ ડેટાઝીન, સનસેટ યલો ઉપરાંત ખરાબ પાણીની માત્રા પણ વધુ પડતી હોવાથી તેની અસર વ્યકિતના હેલ્થ પર પડે છે. દર્દીને અસ્થમાં અને ડાયાબીટીસ, સ્ટમક અપશેટ થવુ,કલર્સનુ રિએક્શન પણ થતુ હોવાનુ સામે આવ્યુ છે.આ ઉપરાંત બજારમાં મળતી કેરીની ગુણવત્તા પર પણ રિસર્ચ કરવામા આવ્યુ છે. જેમાં કેલ્શિયમ કારબાઈડથી પકવેલી કેરી અને નેચરલ કેરીને પારખી શકાય તે સામાન્ય વ્યક્તિ કેવીરીતે જાણી શકે તે પણ રિસર્ચ કરાયું. સીઇઆરસીએ નોંધ્યુ છે જે કેરી પાકી હોય ત્યારે તેના પર કરચલી જોવા મળે તો તે નેચરલી પાકી હોય છે જ્યારે પ્રતિબંધીત કાર્બાઇડથી પકવેલી કેરી એકસરખી ચળકતી હોવાનુ  માનવામા આવે છે.
Published by: ankit patel
First published: May 24, 2021, 10:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading