LIVE NOW

Gujarat Samachar Live: પ્રેમ લગ્ન કરનાર યુગલનો મહેસાણા ગામે બહિષ્કાર કર્યો, સુરતનાં બુલેટ ટ્રેન સ્ટેશનની પ્રથમ તસવીર આવી સામે

આજે  શુક્રવાર, 11મી ફેબ્રુઆરી, 2022 (11th February,2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ.

gujarati.news18.com | February 11, 2022, 1:15 PM IST
facebook Twitter Linkedin
Last Updated February 11, 2022
auto-refresh
9:25 am (IST)

નારણપુરા ક્રોસીંગથી ગામ સુધી રોડ પહોળો કરવા દુકાનો, બંગલા, 126 વૃક્ષ કપાતની મંજુરી અપાઈ

મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં વહીવટીતંત્ર અને સત્તાધીશોએ નારણપુરા રેલવે ક્રોસીંગથી ગામ સુધીના હયાત 24.38 મીટરની પહોળાઈના રોડને રીડીપી મુજબ 30.48 મીટરનો કરવા માટે લોકો તરફથી રજુ કરવામાં આવેલા વાંધાને માન્ય ના રાખી પહોળો કરવા મંજુરી આપી દેવામાં છે. સ્ટેન્ડીંગ કમિટીનાં આ નિર્ણયને કારણે 15 દુકાન સો ટકા જયારે 15 દુકાન પચાસ ટકા કપાતમાં જશે.જયારે રીડીપી મુજબ માર્જિનની જગ્યામાં આવેલા 126 વૃક્ષોનો છેદ ઉડાડી દેવામાં આવશે. ઉપરાંત 32 બંગલા અને 11શેડને પણ અસર થશે. કપાતમાં જતી મિલકતનાં મિલકત ધારકો અને વૈકલ્પિક સગવડ કે વળતર આપવામાં આવશે નહીં.

Load More
આજે  શુક્રવાર, 11મી ફેબ્રુઆરી, 2022 (11th February,2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. રાજયમાં (Gujarat latest news) કોરોનાના (coronavirus cases) કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આજે અમદાવાદ 2008 સિરિયલ બ્લાસ્ટ કેસમાં (Ahmedabad serial blast case) સજાની જાહેરાત થઇ શકે છે.

કોરોના વાયરસના (coronavirus case) ઘટતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે (Gujarat Government) કોરોના વાયરસ અંગે નવી એસઓપી (coronavirus SOP) જાહેર કરી છે. જે પ્રમાણે હવે રાજ્યના આઠ મહાનગરોમાં (8 metro city) રાત્રિકરફ્યૂ (Night Curfew) અમલમાં રહેશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના (CM Bhupedra Patel) અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર હવે 11 ફેબ્રુઆરીથી રાજ્યના માત્ર 8 મહાનગરોમાં આગામી 18 ફેબ્રુઆરી 2022સુધી દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે.
corona virus btn
corona virus btn
Loading