અમદાવાદ : કોવિડ ટેસ્ટનો રિપોર્ટ હવે SMS થી મળશે, આગામી દિવસોમાં PDF પણ વોટ્સએપ પર મોકલાશે


Updated: January 22, 2022, 5:20 PM IST
અમદાવાદ : કોવિડ ટેસ્ટનો રિપોર્ટ હવે SMS થી મળશે, આગામી દિવસોમાં PDF પણ વોટ્સએપ પર મોકલાશે
અમદાવાદ મહાનગર પાલિકાએ એક નવી સુવિધા શરૂ કરી છે

Corona case in Ahmedabad - અમદાવાદ મહાનગર પાલિકાએ એક નવી સુવિધા શરૂ કરી, વ્યક્તિને અર્બન હેલ્થ સેન્ટર સુધી જવું પડશે નહી

  • Share this:
અમદાવાદ : અમદાવાદ મહાનગર પાલિકા (Ahmedabad Municipal Corporation)દ્વારા કોવિડ-19ના (Covid-19) પગલે તબક્કાવાર અનેક અટકાયતી પગલા લેવામા આવી રહ્યા છે. શહેરમાં (Ahmedabad)કોરોના કેસમાં સતત વધારો (Ahmedabad Corona case) જોવા મળી રહ્યો છે ત્યારે શહેરમાં ટેસ્ટીગનું પ્રમાણ પણ ચારથી પાંચ ગણું વધ્યું છે. તેવામાં મહાનગર પાલિકાએ એક નવી સુવિધા શરૂ કરી છે. જેમા કોવિડ ટેસ્ટીગ કરનાર વ્યક્તિના મોબાઇલ નંબર પર જ કોવિડ પોઝિટિવ છે કે નેગેટીવ તે અંગે SMS મોકલવામાં આવશે.

એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે મહાનગર પાલિકા કોરોના સામે લડવા વધુમા વધુ પગલાઓ લઇ રહી છે. જેમાં વધુ એક મહત્વનો નિર્ણય કરાયો છે કે કોવિડ ટેસ્ટ કરનાર વ્યક્તિને SMS થી રિપોર્ટ મોકલવામાં આવશે. કોરોના પોઝિટિવછે કે નેગેટીવ તે અંગે SMS થી જાણ કરવામાં આવશે. પોઝિટિવ રીપોર્ટ વાળી વ્યક્તિને ઘર બેઠા જવાબ મળશે. વ્યક્તિને અર્બન હેલ્થ સેન્ટર સુધી જવું પડશે નહી.

વધુમા ચેરમેન હિતશ બારોટે જણાવ્યું હતું કે હાલ SMS વાળી સિસ્ટમ ચાલુ કરી છે. આગામી દિવસમાં PDF પણ વોટસએપના માધ્યમથી મોકલવાનું આયોજન કરાયું છે. રજીસ્ટ્રશન નંબર પર SMS અને વોટ્સએપના માધ્યમથી રિપોર્ટ પોઝિટિવ છે કે નેગેટીવ તે માહિતી મેળવી શકાશે. હાલ એએમસી પીડીએફ માટે એક ટ્રાયલ બેઝ પર કામ કરી રહી છે. એક-બે દિવસમાં ટ્રાયલ થયા બાદ તેનો અમલ પણ શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો - અમદાવાદ : ગાંધી આશ્રમનું ડેવલપમેન્ટ થશે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવુ, આવી હશે ખાસિયતો

લોકોની એક માંગ ઉઠી હતી કે જે પરિવારના તમામ સભ્યો કોરોના પોઝિટિવ હોય અને હોમ આઇશોલેશન થયા હોય તે વ્યક્તિ અર્બન હેલ્થ સેન્ટર જવું પડશે નહી. હાલ હવે કોર્પોરટર ઓફિસમાં પણ કોવિડ -19 રીપોર્ટ નેગેટીવ હોય કે પોઝિટિવ હોય તે માહિતી આપવી પડે છે. જેથી એક માંગ ઉઠી હતી. તેના અનુસંધાને એએમસી દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

અમદાવાદ : 1200 બેડની હોસ્પિટલમાં 6 કોરોના પોઝિટિવ બાળકો દાખલરાજ્યમાં કોરોના કેસનો (Gujarat coronavirus latest update) મહાવિસ્ફોટ થઈ રહ્યો છે. બાળકો પણ વધુ સંક્રમિત થઈ રહ્યા છે. બીજી લહેર બાદ નિષ્ણાંતો માની રહ્યા હતા કે કોરોનાની ત્રીજી લહેરમાં (coronavirus third wave) બાળકો સંક્રમિત થશે. જેને રાજ્ય સરકાર દ્વારા આગોતરું આયોજન કરી લેવામાં આવ્યું હતું. બાળકો માટે જરૂર પડે તો સિવિલ હોસ્પિટલના (Civil Hospital)કેમ્પસમાં આવેલ 1200 બેડ હોસ્પિટલમાં 300 બેડની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. 1200 બેડમાં અત્યારે કોરોના પોઝિટિવ (coronavirus)6 બાળકો દાખલ છે. 37 દિવસથી લઈ 12 વર્ષના બાળકો છે 1 બાળકને ઓક્સિજન જરૂર છે. જોકે 6 બાળકોમાંથી 4 બાળકોના વાલીઓ વેકસીન લીધી નથી.
Published by: Ashish Goyal
First published: January 22, 2022, 5:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading