અમદાવાદ : વાડજની હોટલમાંથી ઝડપાઈ કેન્યાની મહિલા, 'ખોટું કામ' ભારે પડ્યું! જાણો શું છે મામલો


Updated: June 5, 2021, 2:26 PM IST
અમદાવાદ : વાડજની હોટલમાંથી ઝડપાઈ કેન્યાની મહિલા, 'ખોટું કામ' ભારે પડ્યું! જાણો શું છે મામલો
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલી મહિલા

ક્રાઈમ બ્રાન્ચે હોટેલમાંથી કેન્યાની શંકાસ્પદ મહિલાની ધરપકડ શું કામ કરી, શું છે સમગ્ર મામલો

  • Share this:
અમદાવાદ : ક્રાઈમ બ્રાન્ચે (Surat crime) માહિતીના આધારે જૂના વાડજમાં આવેલ એક હોટલમાંથી કેન્યાની એક મહિલાની ધરપકડ કરી લીધી છે. મહિલા હોટેલમાં રોકાઈ છે, અને જે માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની (Crime Branch) ટીમ ત્યાં પહોંચીની તપાસ શરૂ કરી અને જાણવા મળ્યું કે મહિલા પાસે જે વિઝા છે, તે બિલકુલ ખોટા છે અને જે આધારે પોલીસે કાર્યવાહી કરી અને મહિલાને લઈ ક્રાઈમ બ્રાન્ચ આવી.

મળતી માહિતી પ્રમાણે ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ.ને માહિતી મળી હતી કે એક મહિલા જે જૂના વાડજમાં (Vadaj) આવેલ હોટેલ રેડ એપલમાં એક મહિલા રોકાઈ છે અને જે મૂળ કેન્યા છે. પરંતુ તેની પાસેના વિઝા ખોટા છે જેથી ક્રાઈમ બ્રાન્ચ ત્યાં પહોંચી તપાસ શરૂ કરી અને વિઝા અને પાસપોર્ટની પાસપોર્ટ ઓફીસમાં તપાસ કરતા તે ખોટા નામે હોવાનું જાણવા મળ્યું અને જેથી મહિલાની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી છે. આમ કેન્યાની મહિલાને ખોટું કામ કરી અને ગેરકાયદેસર રોકાણ કરવો ભારે પડ્યો છે.

આ પણ વાંચો : સુરત : કારખાના બહાર ઉંઘતા મજૂરોને ચપ્પુની અણીએ લૂંટ્યા, CCTV Videoમાં સામે આવી હરકત

તપાસમાં સામે આવ્યું છે.કે મહિલા ગત 2-3-21 થી 21-8-21 સુધીના વિઝા લીધા હતા પરંતુ હવે ક્રાઈમ બ્રાન્ચે મહિલા સામે ઇ.પી.કો કલમ 419,420,465,468,471,473 અને ફોરેન એક્ટ 1946 ની કલમ 14(એ) 14 (બી) મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. સવાલ એ છે કે આ મહિલા ખોટા વિઝા લઈ ને ભારત કેમ આવી હતી અને તેની પાછળનો તેનો ઉદેશય શું હતો.

કારણ કે આ મહિલા સાથે અન્ય કોઈ પણ તેની સાથે આવ્યું છે કે કેમ અને હોટે માં શું આધાર આપીને રૂમ રાખ્યો હતો તે તમામ દિશાઓમાં ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે અને તપાસ બાદ તમામ માહિતી સામે આવશે.હાલ કોવિડ ગાઈડલાઈન પ્રમાણે કામગીરી કરવામાં આવી રહી છે.આ પણ વાંચો : ઉપલેટા : દીકરીના પ્રેમ લગ્નથી નારાજ પિતાને બદલો લેવો ભારે પડ્યો, આપી હતી 50 હજારમાં સોપારી

આ પણ વાંચો : હ્યદય દ્વાવક Video : મહાવતનું નિધન થતા અંતિમ દર્શને આવ્યો હાથી, 20 Km ચાલ્યો હોવાનો દાવો, ભાવુક દૃશ્યો સર્જાયા

જોકે, શું આ મહિલા કોઈ ગદેરકાયદેસર પ્રવૃતિમાં સંકળાયેલી હતી, શું તે કોઈ મુસીબતમાં હતી. ભારતમાં તેના અન્ય કોઈ પણ સાથીઓ છે કે નહીં? શું આ કોઈ મોટા રેકેટનો ભાગ હતી કે પછી સામાન્ય મૂુલાકાતી બનીને રોકાઈ હતી. જો કોઈ ગેરકાયદેસર કામમાં સંકળાયેલી નથી તો વિઝા વગર કેવી રીતે રોકાણ કર્યુ વગેરે જેવી બાબતો ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જ સામે આવશે.
Published by: Jay Mishra
First published: June 5, 2021, 2:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading