અમદાવાદ : આ છે મોતના સોદાગર, માત્ર અમુક રકમ માટે લોકોના જીવ સાથે રમી રહ્યા છે રમત


Updated: April 29, 2021, 10:23 PM IST
અમદાવાદ : આ છે મોતના સોદાગર, માત્ર અમુક રકમ માટે લોકોના જીવ સાથે રમી રહ્યા છે રમત
નકલી રેમડેસિવીર ઈન્જેકશન વેચનાર ગેંગના 7 લોકોની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

સાત લાલચુ લોકોએ ભેગા મળીને 5000 રેમડેસિવીર ઈન્જેકશન વેચી નાખ્યાં છે. આ રેમડેસિવીર ઈન્જેક્શન નહીં પણ એની જગ્યાએ ટેટ્રાસાઇકલનું 100 રૂપિયાનું ઈન્જેક્શન હતું

  • Share this:
અમદાવાદ : કોરોનાના કપરા કાળમાં મોતના સોદાગર માત્ર અમુક રકમ માટે લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે. અમદાવાદ, સુરત, રાજકોટ કે પછી મોરબી દરેક જગ્યાએ 7 જેટલા લાલચુ લોકોએ ભેગા મળીને 5000 રેમડેસિવીર ઈન્જેકશન વેચી નાખ્યાં છે. આ રેમડેસિવીર ઈન્જેક્શન નહીં, પણ એની જગ્યાએ ટેટ્રાસાઇકલનું 100 રૂપિયાનું ઈન્જેક્શન હતું. હવે આ ઈન્જેકશનની અસર શું થઈ એ શોધવા ક્રાઇમ બ્રાન્ચ પ્રયાસ કરી રહી છે.

કોરોના સમયે હિતેશ, દિશાત અને વિવેક નાની-મોટી વસ્તુ વેચવા માટે સંપર્કમાં આવ્યા હતા પણ આ વખતે તેમણે 5000થી વધુ લોકોનો જીવ દાવ પર લગાવી દીધો છે. તેમણે ટેટ્રાસાઇકલના 100 રુપિયાના ઈન્જેક્શન ખરીદીને રાયપુરમાં રેમડેસિવીર ઈન્જેકશનનાં સ્ટિકર બનાવ્યાં હતાં. એ બાદ હયાત હોટલમાં રોકાઇની આ જોખમી ઇન્જેક્શનનો સોદો કર્યો હતો. બનાવટી ઈન્જેકશન અનેક લોકોને વેચતાં સદોષ માનવવધ મુજબ ગુનો નોંધાયો છે.

અમદાવાદથી લઈને અનેક શહેરમાં આ ઈન્જેકશન 5000 લોકોને અપાઈ ગયાં હશે. જેમાં કેટલાકના મૃત્યુ થયા હોવાની આશંકાના આધારે હવે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. હાલ આરોપીઓ સામે સદોષ માનવવધની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ત્યારે આ આખા કેસના મૂળ વડોદરા સુધી પહોંચ્યા છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે રેમડેસિવીર ઈન્જેકશનના કાળા બજાર થઇ રહ્યા છે તેઆધારે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં કાળાબજારી નહીં પણ નકલી ઇન્જેક્શન બનાવીને વેચવાની ગુનાહિત પ્રવુતિ મળી આવી હતી.

આ પણ વાંચો - અલ્પેશ ઠાકોરે સરકાર સામે દર્શાવી નારાજગી, કહ્યું-ઓક્સિજનની અછતથી દર્દીઓના થઈ રહ્યા છે મોત

ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ચાંદખેડા ખાતે સનપ્રિત નામની વ્યક્તિ જય ઠાકુરને ઇન્જેક્શન આપવા આવવાનો છે. જેના આધારે ટ્રેપ ગોઠવી બંનેને ઝડપી લીધા હતા. તેમની પાસેથી HETERO કંપનીના 20 ઇન્જેક્શન મળી આવ્યાં હતાં. સનપ્રિત પાલડીમાં રહેતા તેના મિત્ર રાજ વોરા પાસેથી લાવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે રાજ વોરાના ઘરે તપાસ કરતાં 10 ઇન્જેક્શન મળી આવ્યાં હતાં. કુલ 30 ઇન્જેક્શન બાબતે પૂછપરછ કરતાં નરોડામાં રહેતા નિતેશ જોશી પાસેથી રૂ. 12000ના ભાવે ઇન્જેક્શન લીધાં હતાં, જે વસ્ત્રાપુર હયાત હોટલમાં રોકાયો છે. જેથી ક્રાઈમ બ્રાન્ચે હોટલ હયાતમાં તપાસ કરતાં નિતેશ જોશી અને તેનો મિત્ર શક્તિસિંહ રાવત મળી આવ્યો હતો. તેમની પાસે રહેલી બેગમાં તપાસ કરતાં કુલ 103 ઇન્જેક્શન મળી આવ્યાં હતાં અને વેચાણમાંથી રોકડા 21 લાખ રૂપિયા મળ્યા હતા. આ સમગ્ર ઇન્જેક્શનો વડોદરામાં રહેતા વિવેક મહેશ્વરી પાસેથી લીધાં હતાં.
ક્રાઇમ બ્રાન્ચના સિનિયર અધિકારીને પત્રકાર પરિષદમાં પ્રશ્ન કરવા માં આવ્યો હતો કે જે નક્લી ઇન્જેક્શન બજારમાં વેચાઈ રહ્યા છે તેને લઇને દર્દીના સગાએ શું ધ્યાન રાખવું જોઈએ. તો તેમણે કહ્યું હતું કે પ્રમાણિત મેડિકલ કે હોસ્પિટલ માંથી ઇન્જેક્શન લેવા. બીજો સવાલ એ કરવામાં આવ્યો કે આવી પ્રમાણિત કઈ જગ્યા છે જ્યાથી રેમડેસિવીર ઈન્જેકશન દર્દીઓના સગા લઇ શકે તો ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ચૂપ થઇ ગયા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ હાલ એ દર્દી ને શોધી રહી છે જેણે આ નકલી ઇન્જેક્શન આપવામાં આવ્યા છે.
Published by: Ashish Goyal
First published: April 29, 2021, 10:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading