અમદાવાદ : ક્રાઈમ બ્રાન્ચે ગોવા રબારીના સાગરીત સંજય દેસાઈની ધરપકડ કરી, 5 બંદૂક અને 52 કારતૂસ કબ્જે કર્યા


Updated: April 12, 2021, 4:59 PM IST
અમદાવાદ : ક્રાઈમ બ્રાન્ચે ગોવા રબારીના સાગરીત સંજય દેસાઈની ધરપકડ કરી, 5 બંદૂક અને 52 કારતૂસ કબ્જે કર્યા
અમદાવાદ : ક્રાઈમ બ્રાન્ચે ગોવા રબારીના સાગરીત સંજય દેસાઈની ધરપકડ કરી, 5 બંદૂક અને 52 કારતૂસ કબ્જે કર્યા

જમીન દલાલ અને વેપારીને ધમકાવી રૂપિયા પડાવી ખંડણી ગેંગમા મુખ્ય સુત્રધાર તરીકે ગોવા રબારીનું નામ સામે આવી રહ્યું છે

  • Share this:
અમદાવાદ : જેલમાં રહી ગોવા રબારી ખંડણીના નેટવર્ક ચલાવતો હોવાની શંકા સામે આવી છે. ગોવા રબારીના સાગરીતોએ અમદાવાદના જમીન દલાલનું અપહરણ કરી 1 કરોડની ખંડણી માંગી હતી. આ ગુનામા ક્રાઈમ બ્રાન્ચે વધુ એક મુખ્ય આરોપી સંજય દેસાઈની ધરપકડ કરી છે. નોંધનીય છે કે સંજય પાસેથી 5 હથિયાર અને 52 કાર્ટુસ પણ મળી આવ્યા છે. આ ગુનામાં અગાઉ 5 લોકોની ધરપકડ થઈ ગઈ છે.

ક્રાઈમ બ્રાન્ચે સંજય દેસાઈની ધરપકડ કરી છે. તેની પાસેથી 5 હથિયાર અને 52 કારતૂસ કબ્જે કરવામાં આવ્યા છે. સંજય દેસાઈ ગોવા રબારીનો ખાસ સાગરીત છે અને આ હથિયાર ક્યાંથી લાવ્યો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. આ હથિયારથી તેને ગુનાઓને અંજામ આપ્યો છે કે કેમ તેની પણ તપાસ ચાલુ છે.

આ પણ વાંચો - સુરત : કોરોના વોરિયર્સને પણ રેમડેસિવીર ઇન્જેક્શન માટે લાઇનમાં ઉભા રહેવાની આવી નોબત

આરોપીઓએ 17 ફેબ્રુઆરીના રોજ કેડિલા બ્રિજ પાસેથી જમીન દલાલ કરણ ભટ્ટનું અપહરણ કર્યુ હતું અને અપહરણ કર્યા બાદ અલગ અલગ જગ્યાએ ગોંધી રાખી 1 કરોડની ખંડણી માંગી હતી. આરોપીએ ફરિયાદીની 36 તોલા સોનાની 14 લાખની સોનાની ચેઈન લૂંટી લીધી હતી. ઉપરાંત અન્ય 70 લાખ માટે ધમકી આપી હતી. જે અંગે ક્રાઇમ બ્રાંન્ચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

જમીન દલાલ અને વેપારીને ધમકાવી રૂપિયા પડાવી ખંડણી ગેંગમા મુખ્ય સુત્રધાર તરીકે ગોવા રબારીનું નામ સામે આવી રહ્યું છે. લૂંટ, ખંડણી અને ધમકીના ગુનામા ભલે 10 આરોપી સંડોવાયેલા હોય પરંતુ ભૂજ જેલમાં બંધ ગોવા રબારી આ ખંડણીની ગેગ ચલાવતો હોવાની શકયતા છે. કારણ કે લૂંટમાં ગયેલી સોનાની ચેઈન પણ પોલીસે ગોવા રબારીના ઘરેથી કબ્જે કરી હતી અને તપાસમાં સામે આવ્યું છે કે ગોવા રબારીએ જ સાગરીતોને કહ્યું હતું કે મારી પત્નીને સોનાની ચેઇન આપી દેજો.
Published by: Ashish Goyal
First published: April 12, 2021, 4:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading